મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પ્રાકૃતિક ખેતી-જામનગર જીલ્લા કલેક્ટરની જહેમત ફળી
News Jamnagar October 23, 2023
જામજોધપુર પંથકમા વીઝીટ દરમ્યાન ખેડૂતોની જહેમત અને “ટો વર્ડઝ ટુ નેચર”ન લગાવને બિરદાવ્યો
કુશળ અધીકારીની લાક્ષણીકતા-આવતા વેત કળવા જ ન દે….
જામનગર ( ભરત ભોગાયતા)
સનદી અધીકારીઓમાં વ્યાપક બાબતોમાં સુઝકો હોવો એ સોનામાં સુગંધ ભળે તેવુ બને છે એવુ જામનગરના કલેક્ટર બીજલ શાહ મા જોવા મળે છે ખાસ કરીને નવા અધીકારી આવે એટલે બધા જ સ્ટાફ મા એક જ વાત હોય કે સાયબ કેવા છે?? (અમુક તો અે અધીકારી જે જિલ્લામાંથી આવ્યા હોય કાં સચિોવાલય ના કોઇવિભાગ કે સરકારના બોર્ડ નિગમ કે અે રેન્કના પોસ્ટીંગ થતા હોય તેવી શાખાઓ માથી આવ્યા છે કે પ્રમોટી હોય તો ક્યાથી પ્રમોશન લીધુ તે જાણીને આમ તો અમુક વિગત અધીકારીઓની બદલી બઢતી હુકમોમા હોય છે ત્યા ઓળખીતા હોય તેમની પાસેથી રીવ્યુ લઇ મોટુ તીર માર્યુ હોય તેમ સ્ટાફમા અંગત સાથે કે ચર્ચા કરે કા પોતાના સાહેબો ને જ જણાવતા હોય છે. કાં મોટા બીલ્ડરો બીઝનેસમેન અમુક ખાસ કેટેગરીના લાયસન્સ હોલ્ડર …..વગેરે ને જાણ કરતા હોય બીજી તરફ ઉચ્ચ અધીકારીઓ મા થી અમુક ખુબ જ અનુભવી હોય અને ક્યારેક અલગ અલગ વલણ પણ દાખવે તો અનુમાનો ખોટા પણ પડે એવી રીતે બદલી પામનાર અંગે અમુક ઉત્સાહી…..ઓ તો જ્યા બદલી બઢતી પામનાર હોય ત્યાના અમુકને કહે છે કે “ધ્યાન રાખજો હો……..વગેરે)
સાયબ કડક છે?? સાદા છે?? કામનો નિકાલ ઝડપી કરશે શિસ્તના આગ્રહી છે ચેકીંગ બહુ કરે છે કોઇનુ રાખતા નથી ભલામણો રાખે છે મોરા છે તીખા છે મોઢુ ચડેલા છે ફલાણાના ખાસ છે ઓના સગા થાય ખુણામા નાખી દીધા સમજે એવા નથી નહી રાખે કોઇનુ બધાયને કરી જ દે છે “એમાં…” સાયબ એ ફાઇલ મુકવાની જ ના પાડી છે…….વગેરે વગેરે…(ઘણી ચર્ચા હોય છે)
જ્યારે આવી અનેક વાસ્તવીકતાઓ વચ્ચે જામનગરના કલેક્ટર બીજલ શાહ એ ચાર્જ સંભાળ્યો ત્યારથી ઘણા સમય સુધી કોઇને ય કળવા દીધા ન હતા અને સ્ટાફ વિચાર કરતા હતા કે સાયબ કેવા નીવડશે?? અકળાતા હતા … વગેરે ત્યારે એ દરમ્યાન શ્રી શાહ દરેક બ્રાંચનો અભ્યાસ કરતા હતા અને ફીડબેક મેળવતા હતા ત્યાર બાદ તેમણે તમામ બાબતો ઉપર પક્કડ જમાવી અને પહેલા જે બાબતે ટકોર કરતા તે બરાબર હતી તેમ પણ સ્ટાફને હવે સમજાયુ છે કેમકે ઉતાવળ ન કરી પુરતા અભ્યાસ બાદ ઠોસ કાર્યવાહીઓના તેઓ આગ્રહી છે સાથે સાથે પર્યાવરણ જતન લોકહિતના કામો અંગે ઝડપ અરજદારો પ્રત્યે પક્ષપાત વગર સમાન વ્યવહાર લીમીટેડ મુલાકાતીઓ સહિત વિશીષ્ટ બાબતો સાથે સરકારશ્રીના પ્રયાસો સાથે કદમ મીલાવવાના જામનગર કલેક્ટર બિજલ શાહ આગ્રહી રહે છે
આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી શાખા દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તેવો ખેડૂતોને અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
જે અનુસંધાને જામનગર જિલ્લાના કલેકટરશ્રી બી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ દ્વારા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામે સુરભી પ્રાકૃતિક ફાર્મ અને નચિકેતા પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. સુરભી પ્રાકૃતિક ફાર્મની મુલાકાત દરમિયાન અધિકારીશ્રીઓને જીવામૃત બનાવવાની રીત અને ઉપયોગ તેમજ ફાયદા વિશે સુરેશભાઈ સુતરીયા દ્વારા માહિતી આપવામાં આવેલ તેમજ અધિકારીઓએ અહીં ઉત્પાદિત થતા બાગાયતી પાકોની પણ મુલાકાત લઈ વિવિધ માહિતી મેળવેલ. દિનેશભાઈ કાલરીયાએ તેમના પંચસ્તરીય મોડલ ફાર્મની મુલાકાત દરમિયાન અધિકારીઓને તેમના ફાર્મમાં વાવેલ કેળ, પપૈયા જેવા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિથી તથા ફાયદા તેમજ પ્રાકૃતિક ફાર્મમાં વાવેલ હળદર, તુવેરમાં જીવામૃતના ઉપયોગથી થતા ફાયદા વિશે માહિતી આપેલ અને તેમના ખેતરમાં રહેલ ખેત તલાવડી, કુવા રીચાર્જ સિસ્ટમથી અવગત કરેલ.જ્યાં પ્રાકૃતિક કૃષિના પાંચ સિદ્વાંતોમાનું એક ઘન જીવામૃત બનાવવામાં આવે છે તે જામવાડી ગામની ગૌશાળાની અધિકારીશ્રીએ મુલાકાત લીધી હતી. ગૌશાળા દ્વારા ખેડૂતોને જીવામૃત વિતરણ કરી પ્રાકૃતિક કૃષિ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. તેમજ પ્રાકૃતિક કૃષિના અન્ય સિદ્ધાંતો જેવા કે આચ્છાદન, વાસા અને જંતુનાશક અસ્ત્રો વિષે માહિતી આપવામાં આવે છે.
ત્યારબાદ અધિકારીશ્રીઓ દ્વારા લાલપુર તાલુકાના નાંદુરી ગામના યાદવ પ્રાકૃતિક ફાર્મ અને મોટી રાફૂદળ ગામના ગોપાલ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધેલ.અને ત્યા થતા પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનો તેમજ વિવિધ પદ્ધતિઓની ઝીણવટભરી માહિતી મેળવી હતી.આ તકે કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ખેડૂતોની કામગીરીને બિરદાવેલ અને અધિકારીઓ અને ખેડૂતોને તેમના વિસ્તાર અને જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જરૂરી પ્રયાસો હાથ ધરવા જણાવેલ. આ મુલાકાતમાં તેમની સાથે આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી બી.એમ.આગઠ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે.બી.પટેલ, જીલ્લા ખેતીવાડી અધિકારી શ્રી આર.એસ. ગોહેલ અને ખેતીવાડી તેમજ આત્મા પ્રોજેક્ટ નો સ્ટાફ જોડાયેલ હતો.
@_____________
BGB
gov.accre. Journalist
jmr
8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025