મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મહિલાને IDથી બદનામ કરનાર જામીન મુક્ત-અદાલતનો હુકમ
News Jamnagar October 25, 2023
મહિલાને IDથી બદનામ કરનાર જામીન મુક્ત-અદાલતનો હુકમ
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગરની એક શિક્ષિત મહિલાનું સોશ્યલ મીડીયાના અલગ અલગ પ્લેટફોર્મ પર 12 ફેક આઇડી બનાવી મહિલાના ફોટો મોર્ફ કરી અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી સમાજમાં બદનામી કરનાર ગુનેગારને મહારાષ્ટ્ર (પુણે) ખાતેથી પકડી પાડતી જામનગર સાયબર ક્રાઈમ પોલીસે ઉપાડી લીધો છે.
જામનગરની એક મહિલાએ પોતાની આઇડીમાં પોતાનુ પ્રોફાઇલ પીકચર રાખેલ હોય તેમાંથી આરોપીએ તેણીના ફોટાનો સ્ક્રીનશોટ લઇ ફરિયાદીના નામમાં અભદ્ર શબ્દો ઉમેરી ફેક આઇડી બનાવી તેમજ ફરિયાદીના ફોટાને અશ્લીલ રીતે મોર્ફ કરી ફેક આઇડીના પ્રોફાઇલ પીકચરમાં રાખેલ.તેમજ ફરિયાદી મહિલા તથા તેમના બે પુત્રોના નામનો ઉપયોગ કરી અભદ્ર શબ્દો ઉપયોગ કરી વારંવાર અલગ અલગ નામથી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક આઇડી બનાવી ફરિયાદીની તેમજ તેમના પુત્રોની સમાજમા બદનામી થાય તે હેતુથી સગા સંબંધીને તથા તેમના પુત્રના સ્ટાફ તથા મિત્ર વર્તુળને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી તથા મેસેજ કરી અશ્લીલ કમેન્ટ કરેલ. તેમજ ફરીયાદીને ઓનલાઈન જાહેર પ્લેટફોર્મ પર બદનામ કરવાનું કાર્ય તથા જાહેરમાં અશ્લીલતા ફેલાવવાનું કાર્ય કરેલ છે.
જે આરોપી વિરુધ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગુન્હો દાખલ કરી,ગુન્હાના આરોપીને પકડી પાડવા સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ઝા ના માર્ગદર્શનમાં સાયબર પોલીસની વિશેષ ટીમ બનાવી સતત તપાસમાં રહેલ દરમ્યાન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટાફે આ ઘટનાક્રમ અંગે ટેકનિકલ માહિતી મંગાવી તેનુ ટેકનિકલ એનાલિસીસ કરી આરોપીની માહિતી એકત્રિત કરી ખરાઈ કરેલ.
જે માહીતી ઉપરથી જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સતત તપાસમાં રહી આરોપીના લોકેશન મેળવી, ટેકનીકલ એનાલીસીસ કરી મહારાષ્ટ્ર (પુણે) ખાતેના આવતા હોય બાદ આરોપીના લોકેશન તપાસી સતત વોચમાં રહી લોકેશન સ્થિર થતા આરોપી નિપુણ રજનીકાંત પટેલ ધંધો – પ્રા.નોકરી ,રહે ગોદરેજ-24 ઇ-1202 રાજીવગાંધી ઇન્ફોટેક પાર્ક, શીનજેવાડી, પુણે-મહારાષ્ટ્ર મુળ રહે.મેઇનબજાર,અંબાજી મંદિરની સામે ફતેપુરા, તા.ફતેપુરા જી.દાહોદને પકડી પાડી ધોરણસર અટક કરી આગળની તપાસ કાર્યવાહીની તજવીજ કરેલ તથા એમ્બીશન રીપ્રેઝેન્ટેશન ઓફ વુમન્સ એકટ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી
આ ચકચારી કેસની આ પ્રમાણેની હકીકત મુજબ એકંદરે જામનગરના એક શીક્ષિત અને મોટી ઉંમરના મહીલા કે જેમને સૈાશોયલ મીડીયાના પ્લેટફોર્મ ૫૨ પોતાનુ આઇડી બનાવી હતી જેમાં પોતાના પીકચર રાખ્યા હતા તે પ્રોફાઇલ પીક્ચરમાંથી આરોપી નિપુણ રજનીકાંત પટેલ દવારા સ્ક્રીન શીટ મારફત ફાટો મેળવો લોધી હતા અને ફરીયાદીના નામમાં અભદ્ર શબ્દને ઉમેરો કરોને ફરીયાદોનો તેમજ તેમના પુત્રોનો સમાજમા બદનામો થાય તે હેતુથો મહોલાના સગા સંબંધોને અને સ્ટાફના સભ્ય ને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીને ખરાબ કોમેન્ટસ વગેરે કરી હતી તેમજ મહિલાને બદનામ કરવાનુ કૃત્ય કરેલ હતુ જે ફરીયાદ જામનગર સાયબર ક્રાઇમ પો.સ્ટે. માં નોંધાઇ હતી અને આરોપીએ જામનગરની અદાલત સમક્ષ જામીન ઉપર મુક્ત થવા અરજી કરતાં એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ શ્રી બી.જી. પટેલ સાહેબ દવારા આરોપી નિપુણ પટેલને રૂપીયા ૨૫૦૦૦ ના જામીન ઉપર મુકત કરવા હુકમ કરેલ છે
આરોપી તરફે વકીલ દીવ્યેશ સોંચ તથા જયંતીલાલ ટાંક રોકાયા હતા.
@_______________
BGB
gov.accre.Journalist
jmr
8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025