મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
News Jamnagar October 02, 2024
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’
….
રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન
….
મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો જોડાયા
…
જામનગર તા. 2 ઓક્ટોબર, 2024.
દસ વર્ષ પૂર્વે શરૂ થયેલી સ્વચ્છ ભારત તરફની ચળવળ તીવ્ર બનતી જાય છે તેમ તેમ સતત સામાજિક પડકારો માટે લાંબા ગાળાના ટકાઉ ઉકેલો તરફ દોરી જતા સર્જનાત્મક અને રચનાત્મક ઉકેલો શોધવા હિતાવહ છે. વૈશ્વિક દૃષ્ટિકોણ દ્વારા સમર્થિત સ્થાનિક પગલાં આપણને સ્વચ્છ અને હરિયાળા ભારત તરફની યાત્રામાં આગળ લઈ જશે. આ વર્ષે ભારત સરકારે ‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ થીમ સાથે ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ હાથ ધરી છે.
રિલાયન્સ હંમેશા આ હેતુ માટે સભાન રહે છે અને પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ ઉત્પાદન સાઇટની આસપાસના 2 ગામો – મોટી ખાવડી અને જોગવડમાં આ ઉમદા ઝુંબેશ માટે પોતાની જવાબદારી પુનઃસ્થાપિત કરવા શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી.
રિલાયન્સ ફાઉન્ડેશને તા. 1 ઓક્ટોબર, 2024 ના સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે જેમાં પોતાના 700થી વધુ કર્મચારી સ્વયંસેવકો અને ગ્રામજનોને સ્વચ્છ ગામ અને સ્વચ્છ ભારતનું મહત્વ દર્શાવવા માટે ‘શ્રમદાન’ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. બન્ને ગામોમાંથી ઉત્સાહી સ્વયંસેવક ટીમો અને JCB, ડમ્પર જેવાં જરૂરી સંસાધનો દ્વારા સફાઈ કરી 180 ટન જેટલો ભીનો કચરો, સૂકો કચરો, જંગલી વનસ્પતિ વગેરે એકત્ર કરવામાં આવ્યાં હતાં . આ અભિયાનમાં સ્વચ્છતા જાગૃતિ લાવવા, સમાજમાં સ્વયંસેવકોને પ્રોત્સાહન આપવા અને ગ્રામજનોના મનમાં સકારાત્મક અસર ઊભી કરવા માટેની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરાયો હતો. શેરીઓમાં લઘુનાટકો રજૂ કરીને લોકોને સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત કરાયા હતા અને સ્વચ્છ ગામ માટે જાગૃતિ લાવવા શાળાના બાળકો, સ્થાનિક આગેવાનો, સ્વયંસેવકો, યુવાનો અને બેન્ડના સભ્યોની રેલી યોજવામાં આવી હતી.
‘સ્વચ્છતા હી સેવા’માં સૌની આ ભાગીદારી સ્વચ્છ ભારત પ્રત્યે લોકોની માનસિકતામાં લાંબા ગાળાના પરિવર્તન લાવવામાં મદદ કરશે એવી શ્રદ્ધા રિલાયન્સ ફાઉન્ડેશન ધરાવે છે.
0000
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025