મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રીલાયન્સ દ્વારા નવદુર્ગા સ્વરૂપ બાળાઓને લ્હાણી અર્પણ
News Jamnagar October 11, 2024
નવરાત્રિ નિમિત્તે રિલાયન્સ દ્વારા
સતત અગિયારમા વર્ષે 5,500 બાળાઓને લ્હાણી વિતરણ
0000
જામનગર અને જુનાગઢ જિલ્લાની કન્યાઓ લાભાન્વિત
જામનગર તા. 11 ઓક્ટોબર, 2024
શક્તિની ભક્તિ માટે ઉજવાતા દુનિયાના સૌથી લાંબા નૃત્યપર્વ નવરાત્રિ સાથે પરંપરાગત રીતે લ્હાણી ભેટ આપવાની પ્રથા સંકળાયેલી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર અને જુનાગઢ જિલ્લાની 5,500 બાળાઓને ‘કુમારિકા પૂજન’ તરીકે આ ઉપાસના ઉત્સવમાં લ્હાણી વિતરણ કરી શક્તિ આરાધનાના મહાપર્વમાં સાંસ્કૃતિક યોગદાન આપવામાં આવ્યું હતું.
શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન તળે એક દાયકા કરતાં વધુ સમયથી પ્રતિવર્ષ રિલાયન્સ, ગામડાના નવરાત્રિ ઉત્સવોમાં લહાણીનું યોગદાન આપીને ભાગ લે છે. ચાલુ વર્ષે જામનગર અને જુનાગઢ જિલ્લાના ત્રણ તાલુકાના 34 ગામોના 88 ગરબી મંડળની 5500 થી વધુ કન્યાઓને રિલાયન્સના પ્રતિનિધીઓ દ્વારા રુબરુ જઈને આ લ્હાણીનું વિતરણ કરીને સતત અગિયારમા વર્ષે આ પરંપરા ચાલુ રાખવામાં આવી હતી.
આ પહેલ નવરાત્રિ ઉત્સવ અને સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિની ભાવનાની ઉજાગર કરે છે અને સમાજમાં મહિલાઓની આગામી પેઢીના સંવર્ધન અને સશક્તિકરણના મહત્વને પણ મજબૂત બનાવે છે.
0000
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025