મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મોરબીમાં પશુઓ માટે અનોખી "કરૂણા"
News Jamnagar October 16, 2024
*મોરબીમાં ૧૯૬૨ કરુણા હેલ્પલાઈન એમ્બ્યુલન્સે ૭ વર્ષમાં ૧૩૮૨૧ પશુઓને નવજીવન આપ્યું*
*:: ૦ :: ૦૦૦ :: ૦ ::*
*સંકલન : જલકૃતિ કે. મહેતા*
*:: ૦ :: ૦૦૦ :: ૦ ::*
માર્ગદર્શન-પારૂલ આડેસરા
સહાયક માહિતી નિયામક
જીલ્લા માહિતી કચેરી
મોરબી
*માહિતી મોરબી, તા.૧૬ ઓકટોબર,*
તાજેતરમાં મોરબી જિલ્લામાં ૧૯૬૨- કરુણા હેલ્પલાઈન એમ્બ્યુલન્સે તેમની સેવાના ૭ વર્ષ પૂર્ણ કર્યા છે. અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં ૧૩૮૨૧ મુંગા જીવોને નવજીવન આપવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં બિનવારસુ, દિવ્યાંગ, નબળા પશુઓની મદદ માટે ૧૯૬૨ કરુણા હેલ્પલાઈન નિ:શુલ્ક કાર્યરત છે. છેલ્લા ૨ વર્ષમાં ૪૮૨૦ શ્વાન, ૧૩૫૦ ગાય, ૫૨૬ બિલાડી, ૧૮૫ કબૂતર, ચકલી, પોપટ, બકરા, કાગડા, સસલાં, ઊંટ વગેરે મળીને કુલ ૮૫૪૬ પશુ- પંખીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે.
કરુણા એમ્બ્યુલન્સ ટીમ તાલીમબદ્ધ કર્મચારીઓ, દવા, સાધનો અને લેબોરેટરીની સુવિધા સાથે સંપન્ન છે. આ ટીમમાં ૧ વેટરનરી ઓફિસર અને ૧ પાયલોટ હાજર રહે છે. જ્યાં પણ બિનવારસુ મુંગા જીવોને જરૂર હોય કે ઘાયલ હોય ત્યાં આ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાથી તાત્કાલિક મદદ મળી શકે છે. તેમજ જો જરૂર જણાય તો સ્થળ પર જ પશુની તાત્કાલિક સર્જરી કરવામાં આવે છે. આ નિ:શુલ્ક સેવાનો તમામ મોરબીવાસીઓને લાભ મેળવવા માટે પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર શ્રી જૈમિન પાટિલ, મોરબી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
*:: ૦ :: ૦૦૦ :: ૦ ::*
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024