મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જીલ્લામા ટ્રેકટર તથા ટ્રોલી (લારી) ની ચોરી કરનાર ઇસમોને પકડી ૧૪ ચોરીઓનો ભેદ ઉકેલતી જામનગર-લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
News Jamnagar October 29, 2024
પોલીસ મહાનિરીક્ષક સાહેબ, રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર સાહેબ (IPS) નાઓએ અનડીટેકટ ચોરીઓના ગુના શોધી કાઢવા સુચના કરેલ હોય,જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા તથા પો.સ.ઇ.પી.એન.મોરી તથા પો.સ.ઇ.એ.કે.પટેલ નાઓ તથા એલ.સી.બી.સ્ટાફ ના માણસો જામનગર જીલ્લામા બનેલ વણશોધાયેલ ચોરીઓના ગૂના શોધી કાઢવા માટે કાર્યરત હતા,અને પોલીસ અધિક્ષક જામનગર નાઓએ કાયમી માટે વહેલી સવારના પાંચ વાગ્યાથી પ્રેટ્રોલીંગ ફરવા સૂચના કરેલ હતી,
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અરજણભાઇ કોડીયાતર,રાકેશભાઇ ચૌહાણ,ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા,મયુદિનભાઇ સૈયદ,કિશોરભાઇ પરમાર, તથા નારણભાઇ વસરા નાઓને પેટ્રોલીંગ,દરમ્યાન સંયુકત રીતે બાતમીદારોથી હકિકત મળેલ કે, જામનગર જીલ્લાના લાલપુર,જામજોધપુર, શેઠ વડાળા, કાલાવડ પંચ-એ તથા પંચ બી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તાર ના ગામડામા દોઢેક વર્ષના સમય ગાળા દરમ્યાન ટ્રેકટર તથા ટ્રોલી (લારી) ચોરીના બનાવ બનેલ,સદરહુ ચોરીઓ સંડોવાયેલ (૧) ઘેલુભા નારૂભા જેઠવા (૨) અરશીભાઈ પુંજાભાઈ કંડોરીયા નાઓએ સાથે મળી કરેલ છે.મજકુર બન્ને હાલે ચોરી કરવા માટે લાલપુર બાયપાસ થી દરેડ જતા પુલીયા પાસે રોડ ઉપર મળી ઉભેલ છે. જે બાતમી આધારે મજકુર બન્નેને પકડી વિશ્વાસમા લઇ પુછપરછ કરતા નીચે જણાવેલ ગુન્હાઓ કરેલ ની કબુલાત કરેલ હોય,જેથી મજકુર ઇસમો વિરૂધ્ધ પોલીસ સબ ઇન્સ એ.કે.પટેલ નાઓએ કાયદેસર કાર્યવાહી કરી પંચ બી ડીવી પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે
પકડાયેલ આરોપીની નામઃ-
(૧) ઘેલુભા નારૂભા જેઠવા ઉં.વ. ૩૮ ધંધો- ડ્રાઇવર રહે. મયુરનગર પ્રજાપતિ ની વાડીની બાજુમાં જામનગર
(૨) અરશીભાઈ પુંજાભાઈ કંડોરીયા ઉં.વ.૫૦ ધંધો-મજુરી રહે.યાદવનગર ચર્ચ સામેની ગલી માં જામનગર શોધી કાઢેલ ગુન્હાઃ-
(૧) પંચ બી પોસ્ટે પાર્ટ એ ગુરનં. ૧૧૨૦૨૦૪૬૨૪૧૧૮૪/૨૪ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨) (૨) પંચ બી પોસ્ટે પાર્ટ એ ગુરનં. ૧૧૮૨/૨૪ ગુન્હો ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨) (૩) પંચ બી ડીવી ગુરન-૧૧૨૦૨૦૪૬૨૪૧૧૯૦/૨૦૨૪ ઇ.પી.કો.૩૭૯ (૪) પંચ બી ડીવી ગુરન-૧૧૨૦૨૦૪૬૨૪૧૧૮૯/૨૦૨૪ ઇ.પી.કો.૩૭૯ (૫) લાલપુર પોસ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૨૦૩૬૨૪૦૮૦૫/૨૦૨૪ ઇ.પી.કો.૩૭૯(૬) લાલપુર પોસ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૨૦૩૬૨૪૦૮૦૬/૨૦૨૪ ઇ.પી.કો.૩૭૯(૭) લાલપુર પોસ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૨૦૩૬૨૪૦૮૦૭/૨૦૨૪ ઇ.પી.કો.૩૭૯(૮) લાલપુર પોસ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૨૦૩૬૨૪૦૮૦૮/૨૦૨૪ ઇ.પી.કો.૩૭૯ (૯) પંચ એ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૪૫૨૪૦૯૩૭/૨૦૨૪ ઇ.પી.કો.કલમ ૩૭૯ (૧૦) પંચ એ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૪૫૨૪૦૯૩૮/૨૦૨૪ બી ઇ.પી.કલમ ૩૭૯ (૧૧) પંચ એ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૪૫૨૪૦૯૩૯/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ (૧૨) કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૦૨૦૫૬૨૪૦૫૩૭/૨૦૨૪ BNS કલમ-૩૦૩(૨), મુ (૧૩)કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૦૨૦૫૬૨૪૦૮૦૫/૨૦૨૪ ઇ.પી.કો.૩૭૯ (૧૪) સિક્કા પોસ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૨૦૫૭૨૪૦૫૫૦/૨૪ ગુન્હો આઇ.પી.સી. કલમ ૩૭૯ ઉપરોકત ગુનાઓમા (૧) પંચ બી ડીવી પો.સ્ટે ના -૪ ગુનાઓ,
(ર) પંચ એ ડીવી પો.સ્ટે ના -૩ ગુનાઓ,
(૩) લાલપુર પો.સ્ટે ના -૪ ગુનાઓ
(૪) કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે ના -૨ ગુનાઓ
(પ) સિકકા પો.સ્ટે ના -૧ ગુનાઓ
કબ્જે કરેલ મુદામાલઃ-
(૧) ટ્રેકટર ની ટ્રોલી (લારી) -૧૩
(૨) મીની ટ્રેકટર-૧
(૩) ગુન્હામા ઉપયોગ લીધેલ ટ્રેકટર-૧
(૪) ગુન્હામા ઉપયોગ લીધેલ મો.સા.-૧
(૫) મોબાઇલ ફોન-૨ જે રીકવર મુદામાલ કિ.રૂ. ૧૪,૬૯,૦૦૦/-(ચૌદ લાખ ઓગણસીંતેર હજાર રૂપીયા)
આરોપીનો ગુન્હો કરવાની એમ.ઓ મજકુર બંન્ને આરોપીઓ ભેગા મળી પોતાના મોટર સાયકલમા જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા ટ્રેકટર/ટ્રોલી (લારી) ની ચોરી કરવા સારૂ દિવસ દરમ્યાન રેકી કરતા હતા અને દિવસ દરમ્યાન આરોપીઓને કોઇ ટ્રેટકર કે ટ્રોલી ખુલ્લા ખેતરોમા કે લોકોની અવર જવર ન હોય તેવી જગ્યાએ જોવા મળે તો રાત્રીના સમયે કોઇ વ્યકિત પાસેથી ટ્રેકટર મેળવી તે ટ્રેકટર વડે ટ્રોલીઓની ચોરીઓ કરતા હતા અને આજુબાજુના ખેડુતોને આ ટ્રેકટરની ટ્રોલીના કાગળો પછી આપીશુ તેમ જણાવી વેચાણ કરતા હતા, આમ મજકુર બન્ને ઇસમોને પકડી પાડી જામનગર અલગ અલગ પોલીસ સ્ટેશના ૧૪ ટ્રેકટર/ટ્રોલી (લારી) ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલવામા આવેલ.
જાહેર જનતા જોગ સંદેશોઃ-
ગામડા વિસ્તારમા રહેતા ખેડુતો પોતાના ટ્રેકટર તથા ટ્રેકટર ની ટ્રોલીઓ ખેતરોમા તથા ગામમા આવેલ વાડામા રાખતા હોય છે આ તમામ ટ્રેકટરમા કોઇપણ એક ટ્રેકટરની ચાવી લાગી જાય છે તેમજ ટ્રેકટર ડાયરેકટ કરવાથી ચાલુ થઇ શકે તેમ હોય જેથી ટ્રેકટર તથા ટ્રેકટરની ટ્રોલીઓ શકય હોય ત્યા સુધી બંધ વંડામા કે માણસોની વધુ અવર જવર હોય ત્યા અથવા નજર સમક્ષ રહે તે રીતે રાખવા જણાવવામા આવે છે
ચોરીઓ થયેલ વિસ્તાર- લાલપુર તાલુકાઃ – ગજણાગામ, સણોસરી, હરીપર, મોટી વેરાવળ
જામનગર તાલુકાઃ- દડીયા હર્ષદપુર, સુવેડા, મતવા, ધુતારપુરા, આમરા,
કાલાવડ તાલુકાઃ- ખંઢેરા કુષ્ણપુર, હર્ષદપુરા, ખીમલીયા,
આરોપીઓના ગુનાહિત ઇતિહાસઃ-
(૧) મેધપર પો.સ્ટે ગુર.નંબર- ૧૧૨૦૨૦૩૮૨૩૦૨૩૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૭૯,૧૧૪
આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી વી.એમ.લગારીયા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા પો.સ.ઇ.શ્રી એ.કે.પટેલ તથા એલ.સી.બી.ના નાનજીભાઇ પટેલ,હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ધમેન્દ્રસિંહ એન જાડેજા,ક્રિપાલસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા,નિર્મળસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ,કિશોરભાઇ પરમાર,હરદીપભાઇ બારડ, નારણભાઇ વસરા, , રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024