મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
News Jamnagar November 29, 2024
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
*અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ લાવતા કલેકટરશ્રી બી.કે.પંડ્યા*
*ડ્રાઈવિંગ લાયસન્સ, જમીન માપણી, પ્રધાનમંત્રી આવાસ યોજના, દબાણ, ગેરકાયદેસર બાંધકામ સહિતની અરજીઓનો નિકાલ કરાયો*
જામનગર તા.૨૮ નવેમ્બર, જામનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં કલેકટરશ્રીએ અરજદારોની અરજીઓને સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીશ્રીઓને સૂચનો કર્યા હતા.
કાર્યક્રમમાં જામનગર જીલ્લાના ૧૧ જેટલા અરજદારોની અરજીઓનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ અરજીઓમાં મુખ્યત્વે ડ્રાઈવિંગ લાયસન્સ, જમીન માપણી, પ્રધાનમંત્રી આવાસ યોજના, દબાણ, ગેરકાયદેસર બાંધકામ અંગેના અરજદારોના પડતર પ્રશ્નો અંગે કલેકટરશ્રીએ લગત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી ત્વરિત અને સંતોષકારક નિવારણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સ્વાગત કાર્યક્રમ અંતર્ગત લોકોના વણઉકેલ્યા પ્રશ્નો સાંભળીને સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને ઝડપથી અને સમય મર્યાદામાં નિરાકરણ આવે સુનિશ્ચિત કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન.ખેર, જીલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શારદા કાથડ, શહેર પ્રાંત અધિકારીશ્રી પરમાર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*++++++*
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024