મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
"રાજમાતા સભાગૃહ.."ધન્વંતરી ઓડીટોરીયમનુ નામાભિધાન
News Jamnagar December 20, 2024
જામનગર (ભરત ભોગાયતા)
*प्रेस प्रकाशनी*
ભગવાન ધન્વંતરીજીના પ્રાકટ્ય દિવસ એટલે કે ધનતેરસથી સમગ્ર દેશમાં ૯મા આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામનગર આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (આઇ.ટી.આર.એ.) ખાતે પણ તેની ઉજવણી ચાલે છે. જામનગર સ્થિત આયુર્વેદના વિવિધ સંસ્થાનોના સૌપ્રથમ પાયાના પથ્થર તરીકેની ભૂમિકા જામનગરના નામદાર રાજવી પરિવાર દ્વારા અદા કરવામાં આવી છે. ત્યારે એક નાનકડી શરૂઆત વૈશ્વિક કક્ષાના પ્રવાહોનું કેન્દ્ર બની છે. ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત દેશનું સૌપ્રથમ અને એકમાત્ર આયુર્વેદ સંસ્થાન આઇ.ટી.આર.એ. ખાતેના ધન્વંતરી મંદિર પરિસરમાં આવેલાં ઓડિટોરીયમનું નામાભિધાન “રાજમાતા શ્રી ગુલાબકુંવરબા સભાગૃહ” ૯ આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીના પ્રમુખ આર. કે. શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને આ તકે આઇ.ટી.આર.એ.ના ઇન્ચાર્જ ડાયરેક્ટર પ્રો. બી. જે. પાટગીરી, ડેપ્યુટી ડાયરેક્ટર વર્ષાબેન સોલંકિ, ડીન પ્રો. એ. એસ. બઘેલ, પૂર્વ નિયામક અનૂપ ઠાકર અને શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીના મંત્રી કીર્તિભાઇ ફોફરીયા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં.
________________
ભરત જી.ભોગાયતા
પત્રકાર
b.sc.,ll.b.,d.n.y.(guj.aayu.uni.)
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024