મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શુભકામનાઓસભર વ્યક્તિત્વને શુભેચ્છાઓ
News Jamnagar February 08, 2025
હેપી બર્થ ડે …..એ ઉમળકાસભર વાક્ય છે, એ સ્વૈચ્છીક હોય છે પરંતુ વ્યાપક બહુ જ છે.
આપણા પરીવારજન, સ્વજન,મિત્ર,સંબંધી,પાડોશી,સહઅધ્યાયી,સહકાર્યકર્તા ….એમ સૌ ને શુભેચ્છાઓ પાઠવવાનો સમય એ આપણા માટે અવસર હોય છે ભલે તે પરસ્પર હોય પરંતુ આપણો ઉમળકો તો આપણો જ હોય અને એ ઉમળકો શબ્દોમાંથી તરી આવે છે ખાસ કરીને જન્મદિવસ,લગ્નદિવસ,કાર્યસ્થળનો યશસ્વી ગાળો,વિવિધ ક્ષેત્રોની સફળતા વગેરે માટે આપણે શુભેચ્છાઓ પાઠવતા હોય છે તેનું મુલ્ય બહુમુલ્ય હોય છે,જીવનને ભરપુર કરી આપતા આવા શુભત્વના આપ-લે આપણા જીવનને ભાવસભર બનાવે છે,વ્યક્તિગત રીતે અને સામાજીક એકત્વને મજબુતી આપે છે, આપણે શુભેચ્છા પાઠવવાની બાબતને જીવનમાં વણી લઇ સમાજજીવનને વધુ ઉત્સાહીત કરતા હોઇએ છીએ કેમકે તે અભિવ્યક્તિ અર્થસભર હોય છે સાથે સાથે જેમને શુભેચ્છાઓ મળે છે તેમને પણ આવી શુભેચ્છાઓ મેળવવાનો આનંદ હોય છે શુભેચ્છાઓની સંખ્યા એ સ્કોર નથી,લાગણીભીનું શબ્દાલિંગન છે તેમાં ભીંજાણા હોય તેઓ તેનુ મુલ્ય બરાબર સમજે છે આપણી અંદર બહુમુખી વ્યક્તિત્વ પનપતુ હોય છે જે સ્વીકાર અને અસ્વીકારની વચ્ચેનું લોલક હોય છે પરંતુ શુભકામનાઓ,શુભેચ્છાઓ નિત્ય સ્વીકૃત હોય છે તેમાંય જ્યારે જેમનું વ્યક્તિત્વ મહેંકતુ હોય તેમને શુભેચ્છાઓ પાઠવવાનો ઉત્સાહ, આનંદ, સંતોષ અનેરા હોય છે જો તે ચુકી જવાય તો આપણે આપણી નોંધ લઇએ છીએ નિપુણતા સાથે મિલનસાર વ્યક્તિત્વ નિત્ય સન્માનનીય હોય છે તેવા વ્યક્તિઓને શુભેચ્છા પાઠવવાની મૌજ જ કઇક જુદી હોય છે સામાન્ય રીતે પણ સારો પ્રતિસાદ આપનાર વ્યક્તિ શુભેચ્છાઓનો સાભાર પ્રતિસાદ આપે છે ત્યારે આપણા ભાવનું વળતર મળી જાય છે શબ્દોની ઉષ્માની આ આપ-લે ને આપણે એવી જીવંત રાખી છે કે જીવન ઉત્સવ સમુ લાગે છે આપણી આજુબાજુના,સંપર્કમાં રહેનાર,સહકર્મીઓ વગેરેની જીવનશૈલીમાંથી આપણે કંઇક શીખતા હોઇએ છીએ આપણા માટે એ જ વ્યક્તિવિશેષ હોય છે કેમકે તેઓના તરફથી જાણતા અજાણતા આપણી અંદર કઇક પ્રેરક પ્રવેશે છે અને આપણે જાણે ઉણપ પૂર્તિ કરી લેતા હોય તેવી અનુભૂતિ કરતા હોઇએ છીએ કેમકે આપણે હંમેશા કઇક શીખવુ,કઇક અપનાવવુ તરફ ગતિશીલ હોય છે તે જ તંદુરસ્ત વ્યવહારો બહુફલકી આયામ હોય છે…….આવી અનેક સમજણના ઉંડાણપુર્વકની વાતચીત થઇ શ્રી આશિષ ખારોડ સાથે,તેઓનો આજે (તારીખ ૮/૨/૨૫)ના જન્મદિવસ છે
શ્રી ખારોડ ખાનગી કંપનીના પીઆર મેનેજર તરીકે સેવારત છે જોમ-જુસ્સો-ઉત્સાહ તેમને જોઇને જ આપણે પામી જઇએ છીએ,વિચારોના આદાન પ્રદાનનો ટુંકો પણ ખૂબજ પ્રભાવક આયામ બહુ જુજ લોકો અપનાવતા હોય છે તેમાંના એક વ્યક્તિ વિશેષ આશિષભાઇ સમયનું સન્માન કરવાની સાથે ફરજની આરાધના એવી કરે છે કે કઇકને કઇક શીખવા જેવુ હોય છે તેઓ સ્પષ્ટ વક્તા હોવાની સાથે સારા શ્રોતા પણ છે તો વાંચક,વિચારક,વિવેચક પણ છે સાહિત્યનો જીવ તેમની ઇનબીલ્ટ ખુબી છે, “સિંહ અને નરસિંહ”ની ભૂમિના શ્રી ખારોડમાં જ્ઞાનેન્દ્રીયો અને કર્મેન્દ્રીયો વચ્ચે લયબદ્ધતા, મક્કમતા,લક્ષ્ય સિદ્ધી,ભાવુકતાના સુભગ સમન્વય સાથેનું જીવન તેઓએ કેળવેલુ તો છે જ સાથે તેમના વતનની ભૂમિનો પ્રવાહ પણ છે હંમેશા સસ્મિત અને ઉત્સાહ પુર્વકનો હંમેશા વ્યવહાર કરવો અઘરો હોય છે છતાય તેઓને માટે તે સહજ છે એટલે જ તેઓ ભારતની-વિશ્ર્વની લીડીંગ કંપનીના મેનેજર તરીકે સફળ છે તો મિત્ર વર્તુળમાં સંપર્કમાં આવનાર સૌમાં આગવુ સ્થાન ધરાવે છે આજે જન્મદિવસના દિવસે શુભેચ્છાઓના પ્રતિભાવ કાવ્યાત્મક સ્વરૂપે આપ્યુ તે જ દર્શાવે છે કે કવિતા,કલા,સાહિત્ય ઝરણાં તેઓની અંદર નિત્ય ખળખળ વહે છે જીવનને નિત્ય નવ્ય અવસર બનાવવા આવા કઇક ઝરણા આપણી અંદર વહેતા રહેવા જોઇએ તે મહત્વ આપણે સૌ સ્વીકારીએ છીએ જ્યારે શ્રીખારોડની જીવનશૈલીનો પ્રવાહ અને પ્રભાવ બંને નિરંતર શ્રેષ્ઠતાને પામવા સફળ ગતિરત હોય છે તેમના ઉમળકાને આપણે વરસો સુધી માણતા જ રહીશુ કેમકે તેઓ સંબંધમાં ઉમળકાનો ઉમેરો કરીને સતત આગળ ધપે છે કાર્યદક્ષતા અવશ્ય ખપે સાથે સાથે આંતરીક રીતે પ્રગતિનો સંતોષ થાય તેવા માર્ગના તેઓ પ્રવાસી છે થોડામાં ઘણુ કહી શકવાની ને થોડામાં ઘણુ સમજવાની આગવી સુઝબુઝ ધરાવતા શ્રી આશિષ ખારોડને સ્નેહસભર હેપી બર્થ ડે
_________________
__________________
—-regards
bharat g.bhogayata
Journalist ( gov.accre.)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025