મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શહેરની ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમ સોના ચાંદીના દાગીના, રોકડ સાથે પકડી પાડતી
News Jamnagar March 03, 2025
ગત તા.૨૦/૦૨/૨૦૨૫ ના રાત્રી દરમ્યાન ફરીયાદીઃ- પ્રફુલભાઇ રમણીકભાઇ ચૌહાણ રહે. દિવ્યમપાર્ક, ખોડીયાર કોલોની જામનગર વાળાના બંધ રહેણાક મકાનના કોઇ અજાણયા ચોર ઇસમોએ દરવાજાનો નકુચો તોડી મકાન માથી સોના,ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિ.રૂ. ૫,૨૧,૫૦૦/ ની ચોરી કરી લઇ જતા બનાવ બનેલ જે ગુનો વણશોધાયેલ હતો.
તેમજ તા.૨૪/૧૦/૨૦૨૪ ના રાત્રી દરમ્યાન ફરીયાદીઃ- માયાબેન રામજીભાઇ ચંદ્રા રહે.,ઢીચડા રોડ,સેનાનગર જામનગર વાળાના બંધ મકાનના કોઇ અજાણયા ચોર ઇસમોએ દરવાજો તોડી મકાન માથી, સોના,ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ ૩,૯૨,૫૦૦/ ની ચોરી કરી લઇ જતા બનાવ બનેલ જે ગુનો વણશોધાયેલ હતો.
તેમજ તા.૧૦/૦૨/૨૦૨પ થી તા.૨૪/૦૨/૨૦૨૫ ના રાત્રી દરમ્યાન ફરીયાદીઃ-રાકેશભાઇ રામાશંકરભાઇ સિંઘ રહે.ઢીચડા રોડ,સેનાનગર જામનગર વાળાના બંધ રહેણાક મકાનમા કોઇ અજાણયા ચોર ઇસમોએ દરવાજો તોડી મકાનમાથી ,સોના, ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ ૩૦૫૦૦/ ની ચોરી કરી લઇ જતા બનાવ બનેલ જે ગુનો વણશોધાયેલ હતો. પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર સાહેબ (IPS) નાઓએ જામનગર જીલ્લાના વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા જણાવેલ હોય, જેથી પોલીસ અઘિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓએ વણશોધાયેલ ચોરીના ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ..વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ..પી.એન.મોરી તથા પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો ધ્વારા બનાવ સ્થળની વિઝીટ કરવામા આવેલ,અને સી.સી ટીવી ફ્રુટેજ ચેક કરી જરૂરી વર્ક આઉટ કરી,જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન એલ.સી.બી.ના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા,કાસમભાઇ બ્લોચ તથા મયુરસીંહ પરમાર ને સંયુકત બાતમી રાહે હકિકત મળેલ કે, સદરહુ ઘરફોડ ચોરીમા જ્ઞાનેન્દ્રસીંગ જગદીશસીંગ જાટ ઉવ.૨૩ રહે. હાલ ઢીચડા રોડ, સેનાનગર, જામનગર મુળ ઉતરપ્રદેશ વાળો સંડોવાયેલ છે.મજકુર હાલે જામનગર સમર્પણ હોસ્પીટલ તરફ જતા રોડ ઉપર બાજરા સંશોઘન કેન્દ્ર ના ગેઇટ પાસે ચોરીનો મુદામાલ સાથે લઇ તેની સાથે ચોરીમા સંડોવાયેલ અન્ય વ્યકિતઓની રાહ જોઇને ઉભેલ હોવાની બાતમી આઘારે મજકુર ઇસમને પકડી પાડી મજકુર ઇસમના કબ્જા માથી નીચેની વિગતે નો ચોરીમા ગયેલ,મુદામાલ મળી આવતા કબ્જે કરી,મજકુર વિરૂધ્ધ પો.સબ ઇન્સ શ્રી સી.એમ.કાંટેલીયા નાઓ એ કાયદેસર ની કાર્યવાહી કરી જામ સીટી સી ડીવી પોલીસ સ્ટેશનમા સોપી આપેલ છે,આગળની તપાસ ચાલુ છે.
પકડાયેલ આરોપીઃ-
જ્ઞાનેન્દ્રસીંગ જગદીશસીંગ જાટ ઉવ.૨૩ ધંધો મજુરી રહે. ઢીચડા રોડ, સેનાનગર, જામનગર મુળ- ઉતરપ્રદેશ
પકડવાનો બાકી ઃ-
સંદિપ મોટતીલાલ રાઠોડ રહે. જામનગર ડીફેન્સ કોલોની બાલાજી પાર્ક-૧ જામનગર મુળ- ઉતરપ્રદેશ વિગેરે-૪
શોધી કાઢેલ ગુન્હો
૧) જામ સીટી સી ડીવી. પો.સ્ટે ગુરન ૧૧૨૦૨૦૦૨૨૫૦૩૯૨/૨૦૨૫ બીએનએસ કલમ ૩૩૧(૩),૩૩૧(૪),૩૦૫
ર) જામ સીટી સી ડીવી. પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૨૨૫૦૪૨૧/૨૦૨૫ બીએનએસ કલમ ૩૩૧(૩),૩૩૧(૪),૩૦૫(એ)
૩) જામ સીટી સી ડીવી. પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૨૨૫૦૪૨૨/૨૦૨૫ બીએનએસ કલમ ૩૩૧(૩),૩૩૧(૪),૩૦૫(એ)
કબ્જે કરેલ મુદામાલઃ-
૧) સોના દાગીના ૨૭૦ ગ્રામ (૨૭ તોલા) કિ.રૂ ૨૦,૩૯,૩૦૦/
ર) ચાંદીના દાગીના ૧૨૦ ગ્રામ કિ.રૂ ૮,૯૫૦/
૩) રોકડ રકમ ૧,૦૦,૧૦૦/
૪) મોબાઇલ ફોન- ૧ કિ.રૂ ૫,૦૦,૦/- ટોટલ મુદામાલ રૂપીયા ૨૧,૫૩,૩૫૦/-
એમ.ઓઃ-
મજકુર આરોપીઓએ દિવસ દરમ્યાન રહેણાક મકાન ની રેકી કરી, રાત્રીના સમયે બંધ મકાનના તાળા તોડી, તેમજ દરવાજા તોડી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપેલ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા , તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા,હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ એસ.જાડેજા, કિશોરભાઇ પરમાર, મયુરસિંહ પરમાર, ધમેન્દ્રસિંહ એન જાડેજા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા,ભરતભાઇ ડાંગર,સુમીતભાઇ શીયાર, સુરેશભાઇ માલકિયા, ભારતીબેન ડાંગર, ધમેન્દ્રસિંહ એમ. જાડેજા, દયારામ ત્રિવેદી, તથા બીજલભાઇ બાલાસરા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025