મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લાના નથુવડલા, બાદનપર અને જોડિયા ખાતેથી એન.ડી.આર.એફની ટીમ દ્વારા લોકોને બચાવવામાં આવ્યા
News Jamnagar July 08, 2020
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે
સ્થળાંતરીત કરાયા
જામનગર.7.7.20
જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ગઈકાલે પુષ્કળ વરસાદથી અનેક ડેમ છલકાયા હતા. ભારે વરસાદની સ્થિતિમાં જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અનેક લોકો ફસાયા હતા જેમને એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયા હતા,તો અનેક નીચાણવાળા વિસ્તારના લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
જેમાં કાલાવડ તાલુકાના નિકાવામાં તંત્ર દ્વારા ૬૫ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તો કાલાવાડ શહેરમાં મ્યુનિસિપલ હાઇસ્કુલમાં ૩૦ વ્યક્તિઓને સ્થળાંતરિત કરાયા છે, આ સાથે જ કાલાવડના નાની વાવડીમાં એક વ્યક્તિના પાણીમાં તણાવાનો સંદેશ મળતા સ્થાનિક તરવૈયાની મદદથી વહીવટીતંત્ર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
જામનગર તાલુકામાં ધ્રાંગડામાં ૫ વ્યક્તિઓ વાડી વિસ્તારમાં ફસાયેલા હતા જેને સ્થાનિક તરવૈયાઓની મદદથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા તો વાગડીયા ગામે ૧૧ વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમજ ચેલા ગામે ૫૦ વ્યક્તિઓનું સી.ટી.સી કોલેજ ખાતે ફાયરબ્રિગેડની મદદથી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
જોડિયા તાલુકાના બાદનપરના નવ વ્યક્તિઓ તથા જોડિયાના ૬૦ વ્યક્તિઓનું એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું તેમજ જોડીયા ગામે ૩૦૫ વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવ્યા.
એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા ધ્રોલ તાલુકાના નથુવડલા વાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ૨ વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા. આમ પુષ્કળ વરસાદમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ વિસ્તારના લોકોને બચાવી સલામત સ્થળે ખસેડી લોકોના જાનમાલને બચાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025