મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરવાસીઓને કોરોનાથી બચવા જિલ્લા કલેકટર કરી અપીલ
News Jamnagar July 11, 2020
જામનગરવાસીઓને કોરોનાથી બચવા કલેકટરશ્રીની અપીલ
જામનગર તા.10 જુલાઈ, જામનગરમાં ઉત્તરોત્તર કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા હતા જેમાં વહીવટી તંત્ર દ્વારા અનેક પગલાં લઇ કેસને ઓછા કરવા અને લોકોને સંક્રમણથી બચાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. કલેક્ટરશ્રી રવિશંકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અનેક પ્રકારના પગલાઓ દ્વારા વહીવટી તંત્ર સતત કોરોના સંક્રમણને અટકાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ લોકો તરફથી તંત્રને સહયોગ મળી રહ્યો નથી. વારંવારના અનુરોધ બાદ પણ લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળી રહ્યા છે, વર્ષાઋતુમાં લોકો બહાર પાણી જોવા નીકળી રહ્યા છે, ચાની દુકાનો પર એકઠા થઈ રહ્યા છે, બિનજરૂરી બહાર ફરી રહ્યા છે જ્યાંથી તેઓ સંક્રમણના કેરિયર બનીને પોતાના પરિવારના વયસ્કો-વૃદ્ધો કે જેઓ ૫૦થી વધુ ઉંમરના છે તેઓને પણ આ સંક્રમણ લગાવી રહ્યા છે. જેના કારણે તેમના જીવ જોખમમાં મુકાઇ રહ્યા છે. આ બેદરકારીને પરિણામે ફરી આજે જામનગરમાં ૨૦ થી ઉપર કેસ જોવા મળ્યા છે. આમ કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અમર્યાદિત કેસો જો બહાર આવશે તો લોકોને ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે. આ પરિસ્થિતિને નિવારવા લોકોને ફરીથી કલેકટરશ્રીએ વિનંતી કરી છે કે, લોકો વગર કારણે ઘરની બહાર ના નીકળે, ૫૦ વર્ષથી ઉપરના લોકોને ઘરમાં રાખે. ત્યારે ફરીથી લોકોના સહયોગની અપેક્ષાએ કલેકટરશ્રીએ લોકોને તકેદારી રાખવા અનુરોધ કર્યો છે અને ઉમેર્યું હતું કે, લોકોની બેદરકારીએ જીવલેણ બની શકે છે, આ બેદરકારીના કારણે લોકોને જીવ ગુમાવવો પડી શકે છે, ત્યારે લોકો વધુ સતર્ક રહી ઘરમાં રહે અને દરેક સુરક્ષા નિયમનું પાલન કરે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024