મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લાના વધુ ૧૦ વિસ્તારોને પ્રતિબંધિત જાહેર કરાયા
News Jamnagar July 14, 2020
જામનગર જિલ્લાના વાગુદળ,પાટામેઘપર,ધુતારપર,સંગચિરોડા વગેરે ગ્રામ્ય વિસ્તારમાં ૫ અને શહેરના વધુ ૫ નવા વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ ઘોષિત કરાયા
ફાઈલ તસ્વીર
જામનગર તા. ૧૪ જુલાઇ, જામનગર જિલ્લાના મહાનગરપાલિકા અને ગ્રામ્યના અમુક વિસ્તારમાં કોરોના વાયરસના કેસ પ્રકાશમાં આવેલ હોય. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રવિશંકરે નેશનલ ડિઝાસ્ટર એક્ટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એકેડેમિક ડીસીઝ એક્ટ-૧૮૯૭ની કલમ-૨ અન્વયે મળેલ સત્તાની રૂઇએ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાગુદળ ગામ ખાતે દરગાહ ઈસ્માઈલશા પીર થી કુમારશાળા વાગુદળ સુધી તથા વિરજીભાઇ મેઘજીભાઈ ચાવડા, દેવજી વશરામ જાદવના ઘરથી જયાબેન બેચર ચૌહાણના ઘરથી પ્રવીણ લાલજી ચૌહાણ થી લઇસરમરીયા દાદાના મંદિર સુધી કુલ ૯ ઘર અને ૩ દુકાન,
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પાટા મેઘપર ગામ ખાતે રામ મંદિરની સામેની શેરી, મેઇન બજાર, પ્રથમ ઘર સુરેશભાઈ મોહનભાઇ સીદપરા અને છેલ્લું ઘર દેવશી મોહનભાઈના ઘર સુધી કુલ ૨ ઘર,જામજોધપુર તાલુકાના સંગ ચિરોડા ગામ ખાતે પ્રથમ ઘર દિનેશ મુળજી સોલંકીના ઘરથી છેલ્લું ઘર રાજા નારણ સોલંકીના ઘર સુધીના કુલ ૧૦ ઘરનો વિસ્તાર, ધ્રોલ તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં ફતેપુરાની બાજુમાં સરસ્વતી સ્કુલની બાજુમાં ફૂલવાડી રોડ પ્રથમ ઘર દેવાભાઈ છગનભાઈ શ્રીમાળી અને છેલ્લું ઘર અફઝલ ફારૂકભાઇ ડોસાણીના ઘર સુધીના કુલ ૯ ઘર, જામનગર મહાનગરપાલિકા
વિસ્તારમાં રિલાયન્સ પેટ્રોલપંપ ઢાળિયાની અંદર આવેલ રાધેકૃષ્ણ પાર્ક મેઇન રોડ પર બ્લોક નં.૬૪/૧,૬૪/૨,૧૧/એ,૧૧/બી (વેદમાતા શ્રી હરિ, સાંઇ સરોવર) શેરીની બંને બાજુ થઇ કુલ ૬ રહેણાંક મકાનનો વિસ્તાર, મકવાણા સોસાયટી આરબ જમાતખાના પાછળ હાસમશા પીરવાળી ગલીમાં સોયબભાઈ પટણીના મકાનથી અસલમભાઈના મકાન સુધીના ૪ રહેણાંક મકાન તથા સામેની સાઈડ ખુલ્લા પ્લોટથી ઈદરીશભાઈ હાસમભાઇના મકાન સુધીના ૩ રહેણાંક મકાન શેરીની બંને બાજુ મળી કુલ-૭ રહેણાંક મકાન વિસ્તાર,મામસાહેબવાળી આંબલી ફળી, નેમનાથ દેરાસરવાળી ગલીમાં દેરાસરથી ચાલુ કરી અંદર તરફ જતા ધર્મેશભાઈ શેઠના મકાન સુધીમાં
આવતા બે રહેણાંક મકાન તથા નેમનાથ રેસીડેન્સીનો વિસ્તાર, પટેલ કોલોની-૬ પુનિત એપાર્ટમેન્ટ સામે આવેલ શ્રી શૈલેષભાઈ
શાંતિલાલ કાનાબારનું મકાન તેમજ તેની બાજુમાં આવેલ રૂદ્રમાલ, શ્રી આશાપુરા મળીને કુલ પાંચ મકાનનો વિસ્તાર,કડીયાવાડ પાછળ આવેલ લાખાણી શેરી ડાયાલાલ ચકુભાઈ પરમારના મકાનથી જય દ્વારકાધીશ મકાન સુધીનો ૯ મકાનનો સમાવિષ્ટ વિસ્તાર,જામનગર તાલુકાના ધુતારપર ગામ ખાતે નદીના સામેના કાંઠાનો વિસ્તાર/ ગામમાં પુલ ઉપરથી પસાર થઇ જમણી બાજુ જતા મેઇન બજાર થઈને શ્રી ખોડિયાર મંદિરનો સામેનો ભાગ જેમાં વજુભાઇ ગાંડુભાઇ માધણીના ઘર થી જમણી બાજુ ત્યાંથી પ્રવીણભાઈ
નાથાભાઈ માધાણીના ઘર સુધી ત્યાંથી સામેની બાજુ હંસરાજભાઈ કાછડીયા ઘર સુધી કુલ ૪ ઘરના વિસ્તારને તા. ૧૩/૦૭/૨૦૨૦ થી તા.૨૬/૦૭/૨૦૨૦ સુધી કોવિડ-૧૯કન્ટેન્મેંટ વિસ્તાર તરીકે જાહેર કરેલ છે.
આ વિસ્તારોમાં આવશ્યક સેવાઓ પૈકી માત્ર દૂધ, તબીબી સેવાઓ સિવાયની તમામ પ્રકારની પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ
મુકવામાં આવે છે.આ હુકમ સરકારી ફરજ ઉપરના અથવા રોજગારીમાં હોય તેમજ ભારત સરકારશ્રી દ્વારા જાહેર કરેલ રોજિંદા જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ પૈકી માત્ર દૂધ,તબીબી સેવાઓના ધંધા/વ્યવસાયમાં સંકળાયેલા પાસધારકોને તેમજ અવર-જવર
માટે સક્ષમ અધિકારીની મંજૂરી મેળવનારને લાગુ પડશે નહીં
આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ પગલાં લેવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ
૨૦૦૫ની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024