મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ , જામનગર દ્વારા જ્ઞાતિજનો માટે ૨૦ બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું .
News Jamnagar May 03, 2021
જામનગર
કચ્છી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા કોવિડ કેર સેન્ટરનું શુભારંભ શ્રી કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ , જામનગર દ્વારા જ્ઞાતિજનો માટે ૨૦ બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે . સદગુરૂશ્રી ઓધવરામ મહારાજશ્રી કોવિડ કેર સેન્ટર જે પ ૮ , દિ . પ્લોટ , ઓધવદિપ વિદ્યાલય સામે સમાજની મહાજન વાડીમાં કાર્યરત કરવામાં આવ્યુ છે .
જેમાં કવોરન્ટાઇન થનાર માટે બે ટાઇમ ભોજન , બે ટાઇમ નાસ્તો તેમજ જરૂરી ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે . આ ઉપરાંત ૨૪૪૭ નર્સીગ સ્ટા તેમજ એટેન્ડન્ટની વ્યવસ્થા ઉપરાંત ઓકસીજનની જરૂર હોય તેવા પેશન્ટ માટે ઓકિસજનની વ્યવસ્થા પણ સંસ્થા તરફથી આપવામાં આવે છે . હાલમાં ૨૦ બેડનું કેર સેન્ટર જો જરૂર ઉભી થશે તો વિસ્તરણ પણ કરવાની તૈયારી જ્ઞાતિ દ્વારા કરવામાં આવી રહી છે .
આ કોવિડ કેર સેન્ટરની શુભ શરૂઆત દિપ પ્રગટાવી કરવામાં આવી . જેમાં જ્ઞાતિના પ્રમુખ બાબુભાઈ રતડા , સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારીયા , પૂર્વ ડે . મેયર સુરેશભાઈ આલરીયા , પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દિનેશ ગજરા , ઉપપ્રમુખ સુરેશભાઈ ભદ્રા , મંત્રી દિપકભાઈ હુરબડા , વસંતભાઇ કટારીયા , સુરેશભાઇ ગોરી , નારણભાઈ ગોરી , ટ્રસ્ટી કાનજીભાઈ દામા , પૂર્વ પ્રમુખ વાલજીભાઈ ગોરી , કમીટી સભ્યો સર્વશ્રી હંસરાજભાઇ ભદ્રા , ચંદુભાઈ ભદ્રા , મુરજીભાઈ દામા , નવીનભાઈ દામા , ઓધવ સેનાના પ્રફુલભાઇ દામા , પૂર્વ ટ્રસ્ટી વસંતભાઈ ભદ્રા , અનિલ તરવરા , શંકરભાઇ ભદ્રા , સમાજના પૂર્વ મંત્રી લાલજીભાઈ મંગે વગેરે ઉપસ્થિત રહ્યા હતા .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024