મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોવિડ મહામારીમાં જે શિક્ષકો ના અવસાન થયેલ છે તેઓના પરિવારને મદદરૂપ થવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવી રજુઆત.
News Jamnagar May 21, 2021
જામનગર
શિક્ષક ભાઈઓ બહેનો સહર્ષ આપ સર્વેને જણાવવાનું કે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા ટીમ પરિવાર દ્વારા તા ૨૦/૫/૨૧ના રોજ જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી માન.દવે સાહેબની મુલાકાત લેવામાં આવી જેમાં હાલ covid-19 ની મહામારીમાં જે શિક્ષકો ના અવસાન થયેલ છે.
તેઓના પરિવારને મદદરૂપ થવા માટે એક આયોજન કરવામાં આવેલ. જેમાં આપણે ઘણીવાર કુદરતી હોનારતના સમયે એક દિવસનો પગાર સરકારને આપી સમાજને મદદરૂપ થયા છીએ, પણ મિત્રો આજે આપણા શિક્ષકના પરિવારને મદદરૂપ થવા માટે જિલ્લાના દરેક શિક્ષક ૫૦૦ રુપિયા પગારમાંથી સંમતિપત્ર આપી કપાત કરાવે, એક એવું ભંડોળ ઊભું કરવામાં આવે. જેમાંથી કોરોના જેવી મહામારી કે આકસ્મિતથી શિક્ષક ભાઈ-બહેનો મૃત્યુ થાય તો તેમના પરિવારને ભંડોળમાંથી આપણે તેને મદદરૂપ કરી શકીએ.
માન.DPEO સાહેબની અધ્યક્ષતામાં, બન્ને સંઘના હોદ્દેદારો, તમામ તાલુકાના TPEOશ્રીઓની એક જિલ્લા સ્તરની સમિતિની રચના કરી, આ સમિતિ હેઠળ ચોક્કસ રકમ અવસાન પામેલ શિક્ષકના પરિવારને સહાય કરવા આવે, આ મુજબ મદદરૂપ થવા માટે એક જિલ્લા કક્ષાએ આયોજન કરેલ છે, જે આયોજનને માન. DPEO સાહેબ સમક્ષ રાખેલ છે.
આ આયોજનમાં સૌને સાથે જોડાવવા અમારી નમ્ર અપીલ છે.
આ બાબત માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા ટીમના અધ્યક્ષ રવીન્દ્રકુમાર પાલ, મંત્રીશ્રી નાથાભાઈ કરમુર, ખજાનચી ભાવેશભાઈ ટાંક, સહમંત્રીશ્રી પ્રભુભાઈ ચાવડા સહિતના હોદેદારશ્રીઓ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી માનનીય શ્રી દવેસાહેબની મુલાકાત કરવામાં આવી અને ઉપરોક્ત બાબતે સવિનય રજૂઆત કરવામાં આવી તેમજ આવનારા કેમ્પો, શિક્ષકો ના પ્રશ્નો,શ્રેયાન યાદી વગેરે બાબતે પણ ચર્ચા કરવામાં આવી માનનીયશ્રી દવેસાહેબે હકારાત્મક વલણ સાથે વિચારને અપનાવવામાં આવેલ,સૌ સાથે મળીને અવસાન થયેલ શિક્ષકના પરિવારને મદદરૂપ થવા માટે આ આયોજનને સફળ બનાવવા માટે જિલ્લાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો યોગદાન આપે તેવી અમારી નમ્ર અપીલ છે, વિનંતી છે.
જય શિક્ષક જય સંગઠન જિલ્લા અધ્યક્ષ,રવીન્દ્રકુમાર પાલ
મંત્રીશ્રી નાથાભાઈ કરમુર સંગઠન મંત્રી ,મહેશભાઈ સાપોવડીયા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા યાદી માં જણાવેલ છે.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025