મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
યાસ વાવાઝોડુ ત્રાટકયું ઓરિસ્સા અને બંગાળ પર ભારે તરાજી ના દ્રશ્યો સર્જ્યા હતાં.
News Jamnagar May 26, 2021
દેશ ના સમાચાર
ચક્રવાત ‘યાસે’ મચાવી તબાહી: ઓડિશાના રહેણાક વિસ્તારમાં ફરી વળ્યું સમુદ્રનું પાણી, બિહારમાં પણ એલર્ટ
સાયક્લોન યાસ બંગાળના ઇસ્ટમાં મિદનાપુરના હલ્દિયા પોર્ટમાં ઘૂસ્યું હતું પાણી.
યાસ વાવાઝોડાના કારણે બંગાળ અને ઓરિસ્સાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. ઓરિસ્સાના ચાંદીપુર અને બાલાસોર જિલ્લાના ઘમરામાં તેજ હવાઓની સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે. ઘમરાના દરિયાકિનારાથી આજે સવારે 10 થી 1 વાગ્યાની વચ્ચે વાવાઝોડું ટકરાયું હતું બંગાળના દક્ષિણ 24 પરગણામાં તેજ હવાઓ ચાલી રહી હતી. અત્યંત ખતરનાક થઈ ચુકેલું આ વાવાઝોડું બપોરે ઓરિસ્સાના પારાદીપ અને સાગર આઇલેન્ડની વચ્ચેથી પસાર થયું હતું.
વાવાઝોડાના કારણે બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓરિસ્સા, તમિલનાડુ અને કર્ણાટકમાં ભારે વરસાદની એલર્ટ જાહેર કરવામાં આવી છે. ઓરિસ્સા અને બંગાળની સાથે જ તમિલનાડુ અને કર્ણાટકના અનેક દરિયાકિનારાના વિસ્તારોમાં મંગળવારથી જ તેજ વરસાદ સાથે વાવાઝોડું ચાલી રહ્યું હતું. આ દરમિયાન બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા આ વાવાઝોડાએ કહેર વરસાવાનું શરૂ કરી દીધું હતું. ભારતના હવામાન વિભાગનું કહેવું છે કે આ યાસ વાવાઝોડું ગંભીર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાઈ ચુક્યું છે.
યાસ વાવાઝોડાના કારણે ઓરિસ્સાના ચાંદીપુર અને અબ્દુલ કલામ આઇલેન્ડ પર DRDOની મિસાઇલ લૉન્ચિંગ સાઇટને નુકસાન પહોંચવાની શક્યતા છે. દેશની તમામ લાંબા અંતરની મિસાઇલોને અહીંથી લોન્ચ કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં એનડીઆરએફની ટીમો તહેનાત છે. એરફોર્સ અને નેવીએ પોતાના કેટલાક હેલિકોપ્ટર અને નૌકાઓ રાહત કાર્યમાં રિઝર્વ રાખી છે. વાવાઝોડાને લઇને ઓરિસ્સાના 6 જિલ્લા હાઈ રિસ્ક ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આમાં બાલાસોર, ભદ્રક, કેન્દ્રપારા, જગજિતસિંઘપુર, મયૂરભંજ અને કેઓનઝાર સામેલ છે.
પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખતા જોખમવાળા વિસ્તારોથી 12 લાખથી વધારે લોકોને નીકાળીને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યા હતા.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024