મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વાત્સલ્યધામ વૃધ્ધાશ્રમ દ્વારા ઓક્સિજન પાર્ક બનાવવામા આવ્યું છે. આ ઓક્સિજન પાર્કમાં આયુર્વેદમાં ઉપયોગી એવા 1100 વૃક્ષોનુ વાવેતર કરી ઉછેર કરવામાં આવશે.
News Jamnagar June 15, 2021
જામનગર
જામનગરથી 14 કિ.મી. દૂર વસઈ ગામ ખાતે આવેલ વાત્સલ્યધામ વૃધ્ધાશ્રમ દ્વારા ઓક્સિજન પાર્ક બનાવવામા આવ્યું છે. આ ઓક્સિજન પાર્કમાં આયુર્વેદમાં ઉપયોગી એવા 1100 વૃક્ષોનુ વાવેતર કરી ઉછેર કરવામાં આવશે.
જામનગરના વસઇ ગામ ખાતે આવેલ વાત્સલ્યધામ વૃધ્ધાશ્રમ 10 વર્ષથી કાર્યરત છે. કોરોનાની મહામારીમાં કોરોના પીડીત વ્યક્તિને ઓક્સિજન માટે ખૂબ જ રખડવુ પડયું છે. ખૂબ જ પીડા સહન કરવી પડી છે. જેને ધ્યાને લઇ વધુ ઓક્સિજન મળે તે માટે વધુને વધુ વૃક્ષો વાવવા જરુરી બન્યા છે. વાત્સલ્યધામમાં દોઢ વર્ષના કોરોનાકાળમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી. જે ત્યાંની હરિયાળીને આભારી છે.
બાઈટ : ભાસ્કર રાઠોડ, મેનેજીંગ ડાયરેકટર, વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમ, વસઈ, જામનગર
આથી ભવિષ્યને ધ્યાને લઇ વાત્સલ્ય ધામના આજુબાજુના વિસ્તારમાં વિશાળ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યું છે.
જેમાં વધુમાં વધુ ઓક્સિજન આપે તેવા 1100 વૃક્ષોનું વાવેતર થઇ રહ્યું છે. અહીં બર્ડ ફિડીંગ બનાવી રહ્યાં છે. જેમાં એવા વૃક્ષોનો ઉછેર થશે કે જે પક્ષીઓને ખોરાક આપી શકે અને 5000 જેટલા પક્ષીઓ નિવાશ કરી શકે અને તેમના માટે ચણ અને પાણીની વ્યવસ્થા થશે. આ ઓક્સિજન પાર્કમાં આયુર્વેદને ઉપયોગી લીમડો, અરડુસી, પારિજાત, જાંબુ, સરગવો, દાડમ, પપૈયાનું ઝાડ જેવા વૃક્ષો હશે. આ ઉપરાંત ફૂલોનો વરસાદ કરે તેવા ગુલમ્હોર, વસંત, ગરમાડો તેમજ વડલો, પીપળો, ઉમરો, પીપર, આશોપાલવ, બિલી, કરજ, રાવળ, ખિજડો જેવા વૃક્ષો હશે. આ વૃક્ષોની સારી માવજત થાય તે માટે કાટાળી વાડની ફેન્સીંગ કરી છે અને પુરતુ પાણી મળી રહે તે માટે ડીપ ઇરિગેશન (ટપક પધ્ધતિ)ની વ્યવસ્થા કરી છે. તેમજ ઓર્ગેનિક ખાતરની પણ વ્યવસ્થા કરાઇ છે. આ ઓક્સિજન પાર્કની આર્કિટેકચર ડિઝાઇન મેનેજીંગ ટ્રસ્ટી ભાસ્કરભાઇ રાઠોડ અને તેમની ટીમ દ્વારા તૈયાર કરાઇ છે.
અહેવાલ સબીર દલ
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024