મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાજ્ય ની 7 સ્પેશિયલ ટ્રેન સેવાઓ લંબાવાઈ.જાણો કઈ ટ્રેન વિસ્તારિત કરવામાં આવી છે.
News Jamnagar June 19, 2021
રાજ્ય
Ministry of Railways દ્વારા
રાજ્ય ની 7 સ્પેશિયલ ટ્રેન સેવાઓ લંબાવાઈ.જાણો કઈ ટ્રેન વિસ્તારિત કરવામાં આવી છે.
તા. Jun 18, 2021
રેલતંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ – યશવંતપુર, ગાંધીધામ – કેએસઆર બેંગલુરુ, જોધપુર – કેએસઆર બેંગલુરુ, યશવંતપુર – જયપુર અને અજમેર અને મૈસૂર વચ્ચે દોડતી ટ્રેન સેવાઓ વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી દીપક કુમાર ઝાના જણાવ્યા અનુસાર, ઉપરોક્ત વિસ્તૃત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1 ટ્રેન નંબર 06501 અમદાવાદ – યશવંતપુર સ્પેશિયલ સાપ્તાહિક (પ્રતિ મંગળવાર) 29 જૂન, 2021થી આગળની સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06502 યશવંતપુર-અમદાવાદ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રતિ રવિવાર) 27 જૂન, 2021થી આગળની સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે.
2.ટ્રેન નંબર 06505 ગાંધીધામ-કેએસઆર બેંગલુરુ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રતિ મંગળવાર) 29 જૂન, 2021થી આગળની સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગલુરુ-ગાંધીધામ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રતિ શનિવાર) 26 જૂન, 2021થી આગળની સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે.
3 ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગલુરુ – જોધપુર સ્પેશિયલ દ્રી સાપ્તાહિક (પ્રતિ બુધવાર અને સોમવાર) 30 જૂન, 2021થી આગળની સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગલુરુ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રતિ શનિવાર અને ગુરુવાર) 3 જુલાઈ, 2021થી આગળની સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે.
4. ટ્રેન નંબર 06210 મૈસૂર-અજમેર સ્પેશિયલ દ્રી સાપ્તાહિક (દર મંગળવાર અને ગુરુવાર) 29 જૂન, 2021થી આગળની સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06209 અજમેર – મૈસૂર સ્પેશિયલ દ્રી સાપ્તાહિક (પ્રતિ શુક્રવાર અને રવિવાર) 2 જુલાઈ, 2021થી આગળની સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે.
5. ટ્રેન નંબર 06521 યશવંતપુર – જયપુર ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રતિ ગુરુવાર) 24 જૂન, 2021થી આગળની સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06522 જયપુર – યશવંતપુર ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રતિ શનિવાર) 26 જૂન, 2021થી આગળની સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે.
6. ટ્રેન નંબર 06205 કેએસઆર બેંગલુરુ – અજમેર ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રતિ શુક્રવાર) 25 જૂન, 2021થી આગળની સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06206 અજમેર – કેએસઆર બેંગલુરુ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રતિ સોમવાર) 28 જૂન, 2021થી આગળની સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે.
7.ટ્રેન નંબર 06534 કેએસઆર બેંગલુરુ – જોધપુર ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક (દર રવિવાર) 27 જૂન, 2021થી આગળની સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 06533 જોધપુર – કેએસઆર બેંગલુરુ સ્પેશિયલ સાપ્તાહિક (પ્રતિ બુધવારે) 30 જૂન, 2021થી આગળની સૂચના સુધી વિસ્તારિત કરવામાં આવી છે.
ટ્રેનોના સ્ટોપેજ, ઓપરેટિંગ ટાઇમ, સ્ટ્રક્ચર, ફ્રિક્વન્સી અને ઓપરેશનલ દિવસો ની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ-19 ને લગતા તમામ ધોરણો અને એસઓપીનું પાલન કરવા વિનંતી કરી છે.
પ્રતીકાત્મક તસ્વીર
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024