મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સૌરાષ્ટ્રના ૬ હજારથી વધુ ધરતીપુત્રોને મળ્યો ઓફ ગ્રીડ સોલાર વોટર પમ્પ યોજનાનો લાભ
News Jamnagar July 13, 2021
સૌરાષ્ટ્ર.
સૌરાષ્ટ્રના ખેડૂતો વર્ષમાં બે – ત્રણ પાકો લઈ શકે તે માટે કુવો – બોર જેવા સોર્સ મારફત સિંચાઈની સુવિધા ધરાવતાં ધરતી પુત્રોને રાજ્ય સરકારની પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા ઓફ ગ્રીડ સોલાર વોટર પમ્પ યોજનાનો લાભ આપી તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે.
આ યોજનાના લાભાર્થી ખેડૂતોમાં રાજકોટ જિલ્લાના ૬૯૮, અમરેલી જિલ્લાના ૮૫૨, ભાવનગર જિલ્લાના ૧૧૧૭, બોટાદ જિલ્લાના ૫૪૮, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૫૧૦, ગીર સોમનાથ જિલ્લાના ૫૯૨, જામનગર જિલ્લાના ૬૯૩, જુનાગઢ જિલ્લાના ૫૬૬, કચ્છ જિલ્લાના ૨૭૨, મોરબી જિલ્લાના ૩૧૯, પોરબંદર જિલ્લાના ૫૮ અને સુરેન્દ્રનગર જિલ્લાના ૭૧૯ ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો ફાયદો એ છે.
કે, દિવસના સમયમાં સૂર્યપ્રકાશ હોવાથી ખેડૂતો દિવસ દરમિયાન તેમના સોલાર પમ્પ સેટનો ઉપયોગ કરી કુવા – બોરમાંથી પાણી ખેંચીને પાકને સિંચાઈનું પાણી આપી શકે છે. આ પમ્પ સોલાર સિસ્ટમ આધારિત હોવાથી ખેડૂતોને વીજળીનું બીલ પણ ભરપાઈ કરવાનું રહેતું નથી.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025