મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ગુજરાતમાંથી ટોક્યો ઓલમ્પિક રમતોમાં પ્રતિનિધિત્વ કરનારી છ પ્રતિભાવંત મહિલા ખેલાડીઓ માટે પ્રોત્સાહક નિર્ણય
News Jamnagar July 15, 2021
ગાંધીનગર
આગામી ટોક્યો ઓલમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની છ દીકરીઓને પ્રત્યેકને રૂ. ૧૦ લાખની નાણાકીય સહાય જાહેર કરતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાત રાજ્યના ઇતિહાસમાં ૬૦ વર્ષમાં પ્રથમવાર ગુજરાતના ખેલાડીઓ વિશ્વ કક્ષાની રમત-ગમત સ્પર્ધા ઓલમ્પિક રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.
ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના ૬૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે*.
તા.ર૩મી જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પીક ગેઇમ્સ ર૦ર૧માં ગુજરાતની એકસાથે ૬ નારીશક્તિ – મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની નારીશક્તિની સ્પોર્ટ્સ ક્ષેત્રે આ વૈશ્વિક સિધ્ધિને પ્રોત્સાહિત કરતા ઓલમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની છ દિકરીઓને પ્રત્યેકને રૂ. ૧૦ લાખની નાણાકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતની આ છ દિકરીઓ જેમને પ્રત્યેકને આ 10 લાખ રૂપિયાની સહાય મળશે તે માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આ છ પ્રતિભાવંત મહિલા ખેલાડીઓને દરેકને રૂ. ૧૦ લાખની નાણાકીય આપવા સાથે આગામી ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિકમાં આ દિકરીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ટોક્યો ઓલમ્પિક -૨૦૨૧ રમતો આ વર્ષે તા.ર૩મી જુલાઇ ૨૦૨૧થી તા. ૮ ઓગસ્ટ સુધી અને પેરા ઓલમ્પિક રમતો તા. ૨૪ ઓગસ્ટથી તા. ૫ સપ્ટેમ્બર સુધી જાપાનના ટોક્યો ખાતે યોજાવાની છે*.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025