મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જગતમંદિર મા દર્શનકરવા ભક્તોનું ઘોડાપૂર સૌ ભાન ભુલ્યા અને તંત્ર થયુ વામણુ પુરવાર અવ્યવસ્થાઓ સર્જાઇ
News Jamnagar July 26, 2021
દ્વારકાધીશ મંદિરમાં દર્શન ની લાઇનો ધક્કા મુક્કી મા કોરોના ગાઇડલાઇન્સનું પાલન ભુલાયું
સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં ન આવ્યું
જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)
પશ્ર્ચિમ ભારતના સુપ્રસિદ્ધ તીર્થકક્ષેત્ર મોક્ષ પુરીના જગતમંદિર મા દર્શનકરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ અનર સૌ ભાન ભુલ્યા અને તંત્ર થયુ વામણુ પુરવાર થયુ હોય અવ્યવસ્થાઓ સર્જાઇ હતી દ્વારકાધીશ મંદિરમાં દર્શન ની લાઇનો ધક્કા મુક્કી મા કોરોના ગાઇડલાઇન્સનું પાલન ભુલાયું અને
સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં ન આવ્યું
દેશભરમાં શનિવારે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી અનેક મંદિરોમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તો પ્રભુનાં દર્શન કરવા માટે ઊમટી રહ્યા છે. ત્યારે દ્વારકા મા દ્વારકાધીશ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઊમટ્યા હતા. મંદિર પરિસરમાં ઊમટેલા ભક્તો દ્વારા કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવ્યું ન હતું. અનેક ભક્તો માસ્ક વગર જોવા મળ્યા હતા તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું ન હતું.
ભક્તો માસ્ક વગર જોવા મળ્યા
મંદિરે દ્વારકાધીશનાં દર્શન કરવા ઊમટેલા ભક્તોની લાંબી કતારો સવારથી જોવા મળી રહી છે. રાજ્યભરમાં ભક્તો ગુરુપૂર્ણિમા નિમિત્તે દ્વારકાધીશનાં દર્શન કરવા પહોંચ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડતાં પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. ભક્તો પણ જાણે કે રાજ્યમાંથી કોરોના જતો રહ્યો હોય એમ બેફિકર થઈને માસ્ક વગર જોવા મળ્યા હતા.
કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ નો અંદેશા નો માહોલ એટલે જોવા મળીકે દ્વારકા મંદિરની જે પ્રકારની તસવીરો સામે આવી રહી છે એને જોઇને લાગી રહ્યું છે કે કોરોનાના ઘટતા કેસોને જોઇને લોકો આ જીવલેણ બીમારીની ગંભીરતાને ભૂલી ગયા છે.આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ તજજ્ઞો અને આરોગ્ય વિભાગ દ્વારા અનેકવાર વ્યક્ત કરવામાં આવી છે અને લોકોને બેફિકર ન બનીને કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવા અવારનવાર જણાવવામાં આવી રહ્યું હોવા છતાં પણ હજી પણ લોકો એ બાબતે સજાગ નથી.
ખાસ કરીને પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ દેવસ્થાન સમિતી કચેરી નગરપાલીકા વહીવટદાર વહીવટી તંત્ર સૌ વામણા પુરવાર થયા હોય આ સ્થિતિ સર્જાઇ છે
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024