મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં
News Jamnagar December 04, 2021
ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં
દ.આફ્રીકાના ઝીમ્બાબ્વે થી આવેલા વૃદ્ધનો ઓમિક્રોન પોઝિટિવ,
આ, દેશનો ત્રીજો કેસ છે
ચાર વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમાંથી એકમાં ઓમિક્રોન વેરિઅન્ટ ડિટેક્ટ
ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિઅન્ટનો કેસ નોંધાતા વહીવટી અને આરોગ્ય તંત્ર દોડતું થયું
જામનગર ( ભરત ભોગાયતા)
ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધનો 2 ડિસેમ્બરનો રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ઓમિક્રોનના શંકાસ્પદ લક્ષણ જોવા મળતા સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યા હતા. આજે આ વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. જ્યારે જામનગર શહેરમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાતા મુખ્ય સચિવે જામનગરના કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે રિવ્યૂ મીટિંગ બોલાવી હતી અને મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક રિવ્યૂ બેઠક બોલાવી છે.
આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જામનગરની ડેન્ટલ કોલેજમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 4 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો તેમાંથી એકને ઓમિક્રોન વેરિઅન્ટ ડિટેક્ટ થયો છે. 1 તારીખે સેમ્પલ જિનોમ માટે મોકલવામાં આવ્યું હતું.
ઓમિક્રોન વેરિઅન્ટનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું
જામનગરમાં ત્રણ દિવસ પૂર્વે એક પરિવારના એકસાછે સાત લોકો કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. જ્યારે આજે ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિઅન્ટનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ દર્દીને અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા હતા. નવા વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરવતા દર્દીના રીપોર્ટ પર સવિશેષ નજર રાખવામાં આવી રહી છે.
એક જ પરિવારના સાત દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા
જામનગરમાં 2 ડિસેમ્બરે વધુ એક પોઝિટીવ દર્દી નોંધાયો હતો. સતત વધતા જતા કોરોનાગ્રાફને લઈને શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક જ પરિવારના સાત દર્દીઓ નોંધાયા હતા. જોકે ત્યારબાદ સતત બે દિવસમાં બે કેસ નોંધાયા હતા. સતત વધતા જતા કોરોનાગ્રાફ ચિંતાનો વિષય તો છે જ પણ આજે આ ચિંતા બેવડાઈ છે. કારણ કે કોરોનાના નવો વેરિઅન્ટ ભારતમાં દસ્તક દઈ ચુક્યો છે. ખુબ જ ઝડપી ચેપી એવા ઘાતક આ વેરિઅન્ટને લઈને દેશમાં નવી ચિંતા ઉમેરાઈ છે ત્યારે આજે જામનગરમાં નોંધાયેલ દર્દી ઓમિક્રોન વેરિઅન્ટ શંકાસ્પદ જાહેર થતા જી જી હોસ્પિટલમાં પોઝિટિવ જાહેર થયેલા દર્દીના નમુના લઇ પૂણે લેબમાં મોકલી આપ્યા હતા. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઓમિક્રોનના દર્દીના પગલે આરોગ્ય તંત્ર સહીત શહેરમાં ચિંતા છે.
શહેરમાં જ્યાં જરૂર પડે ત્યાં ચેકિંગ કરવાની આરોગ્ય વિભાગને સૂચના
મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી જણાવ્યું હતું કે, સરકારની ગાઇડ લાઇન આવી ચૂકી છે કે, જે લોકોને B.1.5.1.2.9 કહે છે લોકોને આપણે એક આઇસોલેશન હોય તેમાં એક રૂમ અલગ કરીને રાખીએ છીએ અને કોવિડ સિવાયનો એક રૂમ અલગ કરી એની અંદર ટ્રીટમેન્ટ પ્રોટોકોલનો કરીને રાખીએ છીએ. તેની અંદર એવી રીતે ટ્રીટમેન્ટ આપવાની હોય છે. જ્યારે પોઝિટિવ કેસ આવે છે ત્યારે તરત જ આરોગ્ય તંત્ર ટેસ્ટિંગ ચાલુ કરે છે અને આપણે બે પ્રકારના ટેસ્ટિંગ કરીએ છીએ. જેમાં નજીકથી મળ્યા હોય તેને જ્યારે હાઈ રિસ્ક ટેસ્ટિંગ અને લો રિસ્ક ટેસ્ટિંગ હોય છે અને આજુ બાજુના પાળો બીજા જે એ તેનું ટેસ્ટિંગ આપણે ચાલુ કરી દેતા હોઈએ છીએ. આરોગ્ય ખાતાને સૂચના પણ આપી દીધી છે કે શહેરમાં જ્યાં જરૂર પડે ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરવી. ઓમીક્રોન વેરિઅન્ટને આરોગ્ય તંત્ર એલર્ટ કરી દેવાયું છે .
bgb 8758659878q
ચાર વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમાંથી એકમાં ઓમિક્રોન વેરિઅન્ટ ડિટેક્ટ
ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિઅન્ટનો કેસ નોંધાતા વહીવટી અને આરોગ્ય તંત્ર દોડતું થયું
baxi+91 80008 94752
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025