મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભાજપ ચુંટણી મોડમાં ---પાટીલઅને પ્રભારીની ધડાધડ સુચનાઓ- લેશન-actionplan
News Jamnagar April 28, 2022
ભાજપ ચુંટણી મોડમાં —પાટીલઅને પ્રભારીની ધડાધડ સુચનાઓ- લેશન-actionplan
ગુજરાત વિધાનસભામાટે ઉમેદવારોની આશ્ર્ચર્યકારક પેનલ તૈયાર
રાજ્યમા અમુક સાંસદને અમુક મીનીસ્ટરો( રાજ્ય અને કેન્દ્ર)ને અમુક રાજ્યસભા સભ્યોને અમુક પ્રતિષ્ઠીત ફેમસ જનરલ અગ્રણીને દરેક જિલ્લામા સરેરાશ બે મહિલાઓને અમુક મોટા સમાજના લોકપ્રિય હોય તો તેના તટસ્થ સર્વસંમત આગેવાનોને ……યુવાન પરંતુ જાણીતાને….જુજ તદન નવા અને ભર ભલામણ કે ઘણા કારણસર લાંબી રેસના કોઇ હોય તો ફરજીયાત ટીકીટ આપવી વગેરેનુ સંકલન કરી પેનલ બનાવી રાષ્ટ્રીય સંગઠન સાથે આગામી માસમા પરામર્શ
જોકે હજુ રીસર્વેની સંભાવના આખરી યાદી પહેલા ભાજપ જાણશે હવાનો રૂખ
જામનગર ( ભરત ભોગાયતા)
ભાજપ આમ તો ઘણા સમયથી ચુંટણી મોડમાં છે અને છેલ્લા બે મહિનાથી પાટીલઅને પ્રભારીની ધડાધડ સુચનાઓ અને લેશનઅપાય છે તે જોતા ભલે ડીસેમ્બરમા ચુંટણી ડ્યુ છે પરંતુ તે પહેલા જ સાનુકુળ સમયે ચુંટણીઓ યોજાય તેવા તારણો અમુક વિશ્ર્લેષકોના છેતે દરમ્યાન ખુબજ ચોંકાવનારી ચર્ચા એ સંભળાય છે કે ભાજપ દ્વારા આગામી ગુજરાત વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારોની આશ્ર્ચર્યકારક પેનલ તૈયાર થય ગય છે સાથે સાથે રાજ્યના કોઇ કોઇ વિસ્તારોમાં અમુક સાંસદને અમુક મીનીસ્ટરો( રાજ્ય અને કેન્દ્ર)ને અમુક રાજ્યસભા સભ્યોને અમુક પ્રતિષ્ઠીત ફેમસ જનરલ અગ્રણીને દરેક જિલ્લામા સરેરાશ બે મહિલાઓને અમુક મોટા સમાજના લોકપ્રિય હોય તો તેના તટસ્થ સર્વસંમત આગેવાનોને ……યુવાન પરંતુ જાણીતાને….જુજ તદન નવા અને ભર ભલામણ કે ઘણા કારણસર લાંબી રેસના કોઇ હોય તો ફરજીયાત ટીકીટ આપવી વગેરેનુ સંકલન કરી પેનલ બનાવી રાષ્ટ્રીય સંગઠન સાથે આગામી માસમા પરામર્શ થશે તેમ જાણવા મળે છે જો કે ભાજપ દ્વારા કોઇ પ્રકારની ભનક આવવા દેવામા આવી રહી નથી હાલ બધુ જ ખાનગી રાહે થઇ રહ્યુ છે અને સાથે સાથે અસંતોષ થાય તો તે ડામવા કે શમન કરવા કે સમજાવી લેવાના પ્રફોર્મા સાથેની કુટનિતિ ની યોજના તૈયાર થઇ હોવાની ચર્ચા છે
કેમકે ચૂંટણીઓના પડઘમ સાંભળય રહ્યા છે ત્યારે સક્ષમ અને સ્માર્ટ પક્ષ દ્વારા આગામી ચૂંટણીના ઉમેદવારોનું લિસ્ટ પણ તૈયાર થય ગયાની ચર્ચાઓ એ જોર પકડ્યુ છે
____________________
સુત્રો ની થનગનાટ અને અમુકના અધીરાપણા થી લીક થઇ રહેલી ભાજપની કોક કોક વાતો……
હાલ માહોલ તો ચુંટણીનો જ બની રહ્યો છે સરકાર દ્વારા સમારોહ તે અેંગલથી મોટેભાગે થઇ રહ્યા છે ત્યારે આંતરીક સુત્રો થનગને છે અમુક નામો ઉછાળવા કાં તો ખાનગી ચર્ચાઓ ને વ્યાપક કરે છે કાતો હીન્ટ આપી સાથે પોતાના મંતવ્ય પણ ઉમેરી દેતા હાલ માહિતીઓનો ખીચડો ચુંટણી બાબતે એવી જાહેર થાય છે કાંતો ચર્ચા થાય છે કે ઇચ્છુક લોકો પણ કોક નાસીપાસ થાય છે કોકના ઉત્સાહ વધે છે તો વળી નવા નવા “સેવાભાવી” ને પણ અભરખા જાગ્યા છે તો વળી અમુક જરાક માટે ચુકી ગયેલા રાજ્યના ઘણા આશાસ્પદો પણ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ છેડા અડાડે છે અમુક તો ચુંટણી ખર્ચ અને જો કઇ ખાનગી કર હોય તો પણ બીજાઓ માટે ખર્ચ કરી લડી કે લડાવી લેવાના મુડમા છે પછી ભલે ગમે તે થાય અત્યારે એકજ વાત લડી જ લેવુ છે
_____________________
ભાજપની અંદરજ જુથબંધી ….આ તો સતા છે તો પડ્યા છીએ…….!!!??
અમુક પક્ષના અંદરના જસુત્રો અકળામણ અનુભવે છે અને આ સ્થિતિમા હાલ તો બળાપો કાઢવા અને સાંત્વના મેળવવા સારા મજબુત “ખભા”ની માંગ ઉઠી છે જોકે સાથે સાથે આ તો પક્ષની સતા છે તો પડ્યા છે ……લાભ પણ છે ને ?? નુકસાન ખાસ નથી ને?? વળી કદાચ કામ કરવુ પડે તો દુઝણી ગા ની પાટુ પણ પ્યારી….એમ માની ઘણા ય અપમાન સહન કરીને પડ્યા રહ્યા છે.ખુબી એ છે કે મધ્ય દક્ષીણ ગુજરાત મા ભાજપ સંગઠન અને મીનીસ્ટ્રીની ની અંદરની વાતો ઝડપથી પહોંચે છે ….અને કચ્છ સૌરાષ્ટ્ર મા પહોચતા વાસી સમાચાર થાય છે માટે ગુજરાત તરફની આવૃતિ વાંચવિ જરૂરી બને છે
_____________________
ઘણાને નિવૃતિ અમુકને સાઇડલાઇન સાથે સક્ષમને પસંદ કરવા……સહિતનુ થયુ છે લેશન….
પક્ષ ના રાજ્યના અને રાષ્ટ્રના મુખ્યાલયો માંથી માહિતી સંપાદિત કરવા સક્ષમ દ્વારા પક્ષની નીતિ અનુસાર કેટલાક ઉમેદવારોના નામો જાહેર કરાય રહ્યા છે કોને ઘરે બેસાડવામાં આવશે, કોને રીટાયર કરવામાં આવશે તેની યાદીઓ જગજાહેર થઇ રહી છે. આ સમયે જોવાનું એ રહ્યું કે પક્ષને વિવિધ સ્તરે દબાણ ઉભું કરી પદ માટે પક્ષના મોવડી મંડળ ને લાચાર બનાવનાર ઉમેદવારોને ભાઉ શું આપે છે?? તે જોવુ રહ્યુ, જોકે દરેકની ફાઈલો પક્ષ મુખ્યાલયના ભંડારમાં પડી જ છે, તેવી પ્રબળ બાતમી મળી છે આથી પક્ષપલટો કરનાર અને પદો માટે પક્ષ ઉપર દબાણ ઉભું કરનાર ઉમેદવારો ને ભાઉ મચક નહિ આપે કેમકે ભાઉની સ્પષ્ટ નીતિ છે કે કાર્યકર્તા જ પાર્ટીની સાચી તાકાત છે અને કાર્યકર્તાલક્ષી ઉમેદવારને જ પક્ષ ટિકિટ આપશે. કામ ન કર્યું હોય, પોતાની વ્યક્તિગત લીટીઓ મોટી કરી હોય આજે પણ પક્ષ પાર્ટી ટિકિટ ન આપે તો બીજા પક્ષમાં જતા જેવાની ચીમકી ઉપાડનાર કે બીજા પક્ષમાંથી ટિકિટોની ગોઠવણી કરી લેવાની ભીતિ ધરાવનાર પક્ષપલ્ટુઓની ટિકિટ ભાઉ કાપશે તેમ અનુમાન થઇ રહ્યા છે•
_____________________
સ્થાનિક સ્વરાજની ચુંટણીમા અખતરો સફળ થયેલો તો પછી…….
શાસક પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષપલ્ટુઓ ને ટિકિટ આપવાને બદલે નવા ઉત્સાહીને ટિકિટ આપવાથી સારું પરિણામ મળ્યું. આવી જ રીતે શાસક પક્ષ વિધાનસભા ચુંટણી માટે આગામી જંગમાં નીતિ ગોઠવે જેમકે પક્ષપલ્ટુ, કે ૨ વખત થી વધુ ને રિપીટ નહિ, પક્ષના સમર્પિત કાર્યકર્તાને પ્રાધાન્ય તો ૧૮૨ માંથી ૧૮૨ સીટનો ટાર્ગેટ પૂરો થઇ જાય. અને ભાઉ આ મુદ્દે એક મજબૂત અને અડગ નીતિ લઇ ને મેદાનમાં ઉતરી ગયા છે એ તેમના ગુઢ વલણ થી નક્કી થાય છે.
____________________
રાજ્યસ્તરે નહી બુથ લેવલે ચુંટણીની ભાજપની રણનિતી સાથે ભાઉ ને રીઝવવા મથનારા ટુંકા પડશે કે…….ની ચર્ચા
ગુજરાતમાં પ્રથમ વખત બુથ સ્તરે થી ચૂંટણી લડવા લડવૈયાઓ ને ઉભા કરાયા છે. પક્ષ ની સ્વયં તાકાત એટલી છે કે પક્ષપલ્ટુની જરૂર જ નહિ રહે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષપલ્ટુને સાઇડે રાખવાથી કાર્યર્કતાઓમાં ગજબનો ઉત્સાહ જોવા મળેલ, જેના પરિણામે અકલ્પનીય પરિણામ જોવા મળેલ.
શિસ્તબદ્ધ પાર્ટી પાસે બધું જ તૈયાર છે, રણનીતિ પણ તૈયાર છે, કોને ડ્રોપ કરવા કોને આગળ લઇ આવવા, લિસ્ટ તૈયાર છે. જોકે ગામે-ગામે ઉમેદવારો કે ઉમેદવારોના ટેકેદારો કે પોતાના ને તેમજ આગળ જતા કામ આવે તેમના માટે સારા લાગવા ના કળાપુર્ણ કારસાઓ થઇ રહ્યા છે પરંતુ જેમ પબ્લીક ….સબ જાનતી હોય….તેમ પ્રદેશ પ્રમુકજ પણ ….સબ કુછ જાનતા હોવાથી જે તે ની તો કારી ફાવશે નહી તેવુ તારણ છે ….જો કે આ તો રાજકારણ છે ઘણા દેખીતા અને ઘણા ખાનગી કારણો ને રહસ્યો ના આધારે અમુક ને સાચવવા પણ પડતા હોય છે જો કે ઘણા આગેવાનો ઓચિંતા મેગા કાર્યક્રમો મેગા સેવા પ્રકલ્પો મેગા ભોજન સમારંભો મોટા સંમેલનો કરી ને કે કરાવી ને પોતાની શક્તિ મુજબ પ્રદર્શન કરી ભાઉને રીઝવવા પ્રયાસો કરી રહ્યા છે. અને પક્ષને તો ફાયદો છે, ઉમેદવારોની શક્તિ પ્રદર્શન માં પક્ષની વગર શક્તિ વાપર્યે પ્રસિદ્ધિ થઇ રહી છે. પણ હકીકતે ટિકિટ કોના ફાળે જશે તે ભાઉ નક્કી કરશે. પાર્લામેન્ટરી કમિટી ને સ્પષ્ટ નિર્દેશ અપાશે એ અનુસાર ઉમેદવારો મંત્રીઓની છટણી થશે અને નવા યુવાન ચહેરા જેઓમાં ઉત્સાહ અને કામ કરવાનો ઉમંગ છે તેઓ ઉપર પસંદગી ઉતરશે. સાશકપક્ષ છેલ્લા ૩ ટર્મ્સ થી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા ઉમેદવારોને તક આપી, સારું પરિણામ મેળવતી આવી રહી છે, અને હવે એ જ થીમ વિધાનશાભામાં પણ અપનાવે તો ૧૮૨ માંથી ૧૮૨ સીટ અંકે કરી શકાય.
આગામી ચૂંટણીનો શેડ્યુલ, ઉમેદવારોનું લિસ્ટ, કોની છટણી, કોને રિટાર્યમેન્ટ, બધું જ નક્કી હોય શકે, બસ યોગ્ય સમયે એક્ઝિક્યૂઝન કરવાની રાહ હોય તેવી સ્થિતિના એંધાણ સાંપડી રહ્યા છે. ગુજરાતમાં ૧૮૨ માંથી ૧૮૨ સીટ નો ઇતિહાસ રચવા ભાઉ પ્રત્યે પાર્ટી અને પાર્ટીના મોવડી મંડળ આશાવાદી છે. કાર્યકર્તાઓમાં પણ જો આ નીતિ અપનાવવામાં આવે તો ઉત્સાહમાં વૃદ્ધિ થાય તેવું ધ્યાને આવી રહ્યું છે.
“હવે પાંપણોમા અદાલત ભરાશે…..
મેં સ્વપ્ન નીરખવાના ગુના કર્યા છે………!!!!”
…આ પંક્તિ કોને લાગુ પડતી હોય કોને ખબર
……..હજુ આ સમજ્યા ન હોઇએ ત્યા બીજા કોક એ એવુ લખ્યુ…..અલબત સાંભળીને જ……કે….
“તેરે માંગન બહોત
તો
મેરે ભૂપ અનેક”
bgb 8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025