મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હાલાર હલબલ્યુ-બે હિચકારી હત્યા
News Jamnagar May 15, 2022
હાલાર હલબલ્યુ-બે હિચકારી હત્યા
જામનગરમાં ડબલ મર્ડર: પ્રેમલગ્ન કરનારયુવકને યુવતીના પરિવારજનોએ મોતને ઘાટ ઉતાર્યો, યુવકના પરિજનોએ યુવતીના માતાની હત્યા નિપજાવી
• ડબલ મર્ડરની ઘટનાના પગલે એસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા
બંને મર્ડરના આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા
જામનગરના હાપા વિસ્તારમાં આજે બપોરના સમયે ડબલ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી છે. એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરનાર યુવકને યુવતીના પરિવારજનોએ મોતને ઘાટ ઉતાર્યો હતો. જ્યારે મૃતકના પરિવારજનોએ યુવતીની માતાને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી છે. પ્રેમલગ્નના કારણે ડબલ મર્ડર થયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બંને હત્યાના આરોપીઓને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રોયલ એનફિલ્ડના શો-રૂમમાં સોમરાજની હત્યા નિપજાવી
મૃતક સોમરાજ આજે હાપા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના સાસરા પક્ષના લોકો દ્વારા તેના પર હુમલાનો પ્રયાસ કરાયો હતો. જેથી સોમરાજ જીવ બચાવવા રોયલ એનફિલ્ડના શો રૂમની અંદર ઘુસી ગયો હતો. તેની પાછળ પાછળ પહોંચેલા હત્યારાઓએ સોમરાજની શોરૂમની ઓફિસની અંદર જ હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા.
સોમરાજના પરિવારજનોએ યુવતીની માતાની હત્યા
કરી
સોમરાજની હત્યા કરાઈ હોવાની તેમના પરિવારજનોને જાણ થતા તેઓ રોયલ એનફિલ્ડના શો રૂમ પર દોડી આવ્યા હતા. આરોપીઓ હત્યા કરી ફરાર થઈ ગયા હોય સોમરાજના પરિવારજનો યોગેશ્વરધામમાં આવેલ આરોપીઓના ઘર પર પહોંચ્યા હતા. જ્યારે મૃતક સોમરાજના સાસુ જ હાજર હોય તેમના પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા.
બંને પરિવારના આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા
પ્રેમલગ્નની અદાવત રાખી ખેલાયેલા લોહિયાળ જંગમાં બે લોકોને મોતને ઘાત ઉતારાતા પોલીસે બંને પક્ષના આરોપીઓને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક સોમરાજે એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા સોમરાજે એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરતા યુવતીના પરિવારજનો નારાજ હતા. જેનો ખાર રાખી આજે સોમરાજની હત્યા નિપજાવી હતી. સોમરાજની પત્ની પ્રેગનન્ટ હોવાનું જાણવા મળ્યું છે.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025