મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ફેક ID થી જામનગરના વ્યક્તિને દબાવતા ખંભાળીયાનો હોટલ મેનેજર ને જામનગર પોલીસે પકડ્યો
News Jamnagar July 18, 2022
ફેક ID થી જામનગરના વ્યક્તિને દબાવતા ખંભાળીયાનો હોટલ મેનેજર ને જામનગર પોલીસે પકડ્યો
સોશિયલ મીડિયા પર મહિલા ની ફેક આઈડી બનાવી મિત્રતા કરનાર ને જામનગર SP ડેલુની સુચનાથી ઝડપીલેતુ PI ઝા અને સમગ્ર સાયબર સેલ
સોશ્યલ મીડીયા ઉપર કઇપણ શંકાસ્પદ લાગે જેમકે મિત્રતા–મળવુ–સરનામુમાંગવુ–આવક પુછવી–ફોટા મંગાવાય–બેંક કે વિમાની વિગત મંગાય–ઉછી ઉધારા મંગાય–પત્ર વ્યવહારનુ કહેવાય—વસ્તુ આપલે નો મામલો–ભેટ માંગવી કે દેવી–લાલચ અપાય–એકાંત સ્થળે મળવા બોલાવાય–પર્સનલ બાબત પુછાય–મશ્કરી છેડછાડ કે અપશબ્દો કે નબળા કે ખરાબ વાક્યો સાથે વાતચીત મેસેજ મેલ વગેરે થાય…….તો પોલીસ નો સંપર્ક કરો—ભવિષ્યના બહુ મોટા કે નાના દગા કે નુકસાનીથી બચવા માટે એલર્ટ રહેવા—પોલીસની ભારપુર્વકની સલાહ
જામનગર ( અકબર બક્ષી)
હાલના સમયમા જ્યારે ટેકનોલોજીના યુગમા સોશ્યલ મીડીયા નો ઉપયોગ ખુબ બહોળો છે ત્યારે આ ટેકનોલોજી થી લોકોને છેતરનારાઓ પણ છેલબટાવ ખુબ વધ્યા છે ત્યારે જામનગર એસપીના માર્ગદર્શન હેઠળ સાયબર સેલે એક ચીટર જે મહિલાનુ ફેક આઇડી બનાવી છેતરી રહ્યો હતો તેને ઝડપી લઇ આગળની વિશેષ આગતા સ્વાગતા સાથેની તપાસ હાથ ધરી હોય અમુક આવા તત્વો આડા અવળા થવા લાગ્યા છે
કેમકે બ્લેક મેઇલ કરતાં ઇસમ ને જામનગર સાઈબર ક્રાઈમપોલીસ એ ધરપકડ કરી છે જે ગુનેગારએ પહેલાસોશિયલ મીડિયા પર મહિલા ની ફેક આઈડી બનાવી મિત્રતા કરી હતી અને બાદમા બદનામ કરતો હતો
જે વાતચીત માટે વિડિયો કોલ કરી, બાદમાં આ વાતચીત ને વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવનાર ખંભાળિયા નાં જતીન પડ્યાં વ્યવસાયે હોટલ મેનેજરે ને જામનગર સાઈબર ક્રાઈમ પોલીસ ટીમ એ પકડી પાડ્યો છે
આ તકે બ્લેક મેઇલ કરતાં ઇસમો થી બચી કોઈ જ જાતનો રોકડ વ્યવહાર ન કરવો તથા વિડિયો ફોટા વાયરલ કરવાની ધમકી મળતા પોલીસ નો સંપર્ક કરવા જામનગર સાઈબર ક્રાઈમ પોલીસ એ જનહિત માં જણાવાયું છે
આ અંગે નિષ્ણાંતો પણ કહે છે કે સોશ્યલ મીડીયા ઉપર કઇપણ શંકાસ્પદ લાગે જેમકે મિત્રતા–મળવુ–સરનામુમાંગવુ–આવક પુછવી–ફોટા મંગાવાય–બેંક કે વિમાની વિગત મંગાય–ઉછી ઉધારા મંગાય–પત્ર વ્યવહારનુ કહેવાય—વસ્તુ આપલે નો મામલો–ભેટ માંગવી કે દેવી–લાલચ અપાય–એકાંત સ્થળે મળવા બોલાવાય–પર્સનલ બાબત પુછાય–મશ્કરી છેડછાડ કે અપશબ્દો કે નબળા કે ખરાબ વાક્યો સાથે વાતચીત મેસેજ મેલ વગેરે થાય—નાણા દાગીના કે દસ્તાવેજોની આપલે માટે બિનજરૂરી અને શંકાસ્પદ પ્રલોભન કરાતા હોય–સંદિગ્ધ હિલચાલ વ્યવહાર લાગે વગેરે જો યોગ્ય ન લાગે ……તો પોલીસ નો સંપર્ક કરો—ભવિષ્યના બહુ મોટા કે નાના દગા કે નુકસાનીથી બચવા માટે એલર્ટ રહેવા—પોલીસની ભારપુર્વકની સલાહ છે
@આ કેસ અંગે પોલીસ એ આપેલી વિગતો જોઇએ તો…………………………
જામનગર પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ સાયબર ક્રાઈમન પી.ઈન્સ.શ્રી . પી.પી. ઝા સાહેબનાઓને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર ફેક આઈડી, બનાવી સિનિયર સીટીઝનને ટાર્ગેટ કરી તેમની સાથે મિત્રતા કેળવી તેમની સાથે વાતચીત પછી તેમનો વિડીયો બનાવી વિડીયો વાયરલ કરી લોકોને બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી બળજબરીપૂર્વક પૈસા પડાવતા સાયબર ગુનેગારોને પકડી પાડવા સૂચના કરેલ જેથી સાયબર ક્રાઈમ જામનગર ની વિશેષ ટીમ સતત તપાસમાં હતી.
તા. ૦૫/૦૨/૨૦૨૨ ના રોજ જામનગર ના એક સિનિયર સીટીઝનને ફેસબુક એપ ઉપર કોઈ અજાણ્યા ઈસમે HEENA PATEL ના નામથી ફેક ફેસબુક આઈ.ડી. બનાવી તેઓની સાથે મિત્રતા કરી વાતચીત-વિડીયો કોલ કરી અને સોશ્યલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપી ફરીયાદી પાસેથી રૂ.૧,૨૫,૦૦૦/- ની માગણી કરી બ્લેકમેઈલ કરવા બાબતનો જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ના ગુ.ર.નં.-૧૧૨૦૨૦૫૮૨૦૦૧૨ ઈ.પી.કો. કલમ ૩૮૪, ૧૮૫૬, ૫૧૧, ૧,૭૦,૧૨૦(બી) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય આરોપીને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવીરસિંહ ઝાલા સાહેબ જામનગર શહેર વિભાગ જામનગર નાઓના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમના પો.ઈન્સ.શ્રીનાઓએ સાયબર ક્રાઈમની વિશેષ ટીમ બનાવી સતત તપાસમાં રહેલ દરમ્યાન સાયબર ક્રાઈમ પો.સ્ટે. ના હે.કો. કુલદીપસિંહ જાડેજાનાઓએ ટેકનિકલ અનાલિસીસ કરી આરોપીઓ ની ખરાઈ કરી આરોપીને પકડી પાડી
ગુનહો ડિટેક્ટ કરેલ છે.
*પકડાયેલ આરોપીનું નામ. આરોપી- જતીન લાભશંકરભાઈ પંડ્યા,ધંધો- હોટલ મેનેજર રહે-રામનાથ સોસાયટી, માળીયા જી. દેવભૂમિ દ્વારકા, છે
– એમઓ
આરોપીઓ દ્વારા નીચે મુજબ ફ્રોડ આચરવામાંઆવેલ
સ્ટેપ-૧. આરોપી દ્વારા મહિલાનું ફેક પ્રોફાઇલ બનાવી મિત્રતા કરવી
સ્ટેપ ૨ મિત્રતા પછી ભોગ બનનાર સાથે પકડાયેલ આરોપી મહિલાનો પતિ બની ભોગ બનનારને કરાવી ધમકાવી કહે છે કે “તમાંરા કારણે છૂટા-છેડા થાય છે જેથી છૂટા-છેડા લેવા વકીલનો બર્થો આપવો પડશે નહિતર વિડીયો વાઇરલ કરીશ
સ્ટેપ-૩- મેટર” પૂરી કરવા પૈસા આપી દેવા દબાણ કરે છે.
સ્ટેપ-૪- પકડાયેલ આરોપી નકલી પોલીસ ઇન્સ્પેક્ટર બની કાઇમ બ્રાન્ચ માંથીવાત કરે છે અને ફરિયાદ દાખલ થવાની છે એવી રીતે ડરાવી ધમકાવી આરોપી
સાયબર ગુનાને અંજામ આપે છે.
– બલેકમેઇલ કરતા દાસમીની શિકાર થતાં બચો, તેમની સાથે કોઈ નાણાકીય વ્યવહાર ન કરો. – વિડીયો કે ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમી બાપાર ઇમીથી ડર્યા વગર પૌલીનો સંપર્ક કરોસજાગ રહો……સુરક્ષિત રહે……સાયબર ક્રાઈમ જામનગર…..એ જણાવ્યુ છે
આ કામગીરી પો.ઇન્સ. શ્રી પી.પી. ઝા સાહેબ તથા એએસઆઇ ડી.જે ભુસા સી.કે.રાઠોડ HC ભગીરથસિંહ જાડેજા,HG કુલીપસિંહ જાડેજા,PC ધર્મેશભાઈ વનાણી Pc રાજેશભાઈ પરમાર,WPC રંજનાબેન વાઘLLRPC રાહુલભાઈ મકવાણા,LRPC વિક્કીભાઈ ઝાલા,LRP જેશાભાઈ ડાંગર, RPC કલ્પેશભાઈ મૈયડ, LRPC પૂજાબેન ધોળકિયા WLA નીલમબેન સિસોદીયા, LE ગીતાબેન હીરાણી, WR અલ્કાબેન કરમુર દ્વારા કરવામાં આવેલ છે.
bgb —8758659878
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024