મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ACB P.I.PARMAR AND TEAM ની સફળ ટ્રેપ----પોલીસ કર્મચારી સામે કેસ
News Jamnagar July 21, 2022
ACB P.I.PARMAR AND TEAM ની સફળ ટ્રેપ—-પોલીસ કર્મચારી સામે કેસ
જામનગરમાંથી વધુ એક પોલીસમેન લાંચ લેતા ઝડપાયો—બીજા નો પણ હશે ભાગ???તપાસ માંગતો સવાલ
ACB ની કામગીરી હોય છે પડકારજનક—ખુબ સિફતથી જાળબિછાવવી પડે હોમવર્ક કરવુ પડે……નહિતો “ઘા ફેલ જાય”
પકડાય છે તેથી વધુ લાંચીયાઓ જે રકઝક કરી લે જ છે……તોષણ……અમુક તો ખિસા ખાલી લઇ ઓફીસ જાય…..વકરો એટલો નફો કરી લે…..
જ્યારે બહુ બળજબરી થાય ત્યારે અરજદાર કંટાળે…ને એન્ટીકરપ્શનમા ફરિયાદ આપે છે …….નહી તો હજુ ઘણુ ઢંકાયેલુ પણ પડ્યુજ હોવાનો ચબરાકોનો દાવો
જામનગર ( ભરત ભોગાયતા)
ભાઉ એ બુલંદ અવાજે કહેલુ કે પોલીસખાતામા ભ્રષ્ટાચાર ઓછો છે……ત્યારબાદ પણ પોલીસ-ટ્રાફીક-ચેકપોસ્ટ–હાઇવે–પો.સ્ટે. વગેરે માથી ગુજરાતભરમા જે જે લાંચીયા છે તે ઝડપાય જ છે કા તો ફરિયાદો ACB ને મળતી જ રહે છે તેમજ અમુક બહાર રોડ પર કે અમુક સ્પોટ પરથી સતત ઝડપાય જ છે તેવી જ રીતે જામનગરમાથી વધુ એક કેસ લાંચનો બુક થયો છે
જેમાં જામનગરમાંથી વધુ એક પોલીસમેન લાંચ લેતા ઝડપાયોછે સૌ જાણે છે તેમ ACB ની કામગીરી પડકારજનક હોય છે માટે ખુબ સિફતથી જાળબિછાવવી પડે હોમવર્ક કરવુ પડે……નહિતો “ઘા ફેલ જાય” તેવુ પણ બને છે અને પકડાય છે તેથી વધુહજુ અનટચ હોય છે તેમ ચબરાકો જણાવી ઉમેરે છે કે આજ નહી તો કાલ અમુક વેલા મોડા પકડાય છે બાકી સલામત રસ્તા અપનાવનાર અને નાણા રોકડ ના બદલે અનેક સ્વરૂપે જેમકે દાગીનાથી માંડી ફર્નીચર ખરીદીઓ કરાવી લે કા નાના મોટા બીલ ને ભરવા કહેવાની ગોઠવણ કરી લે કા ટુર વાહન હોટલ વગેરે ખર્ચા “કન્યા ની કેડ” ઉપર લાદી દેતા હોય છે બાકી અમુક લાંચીયાઓ જે રકઝક કરી તોષણ લે છે અમુક તો ખિસા ખાલી લઇ ઓફીસ જાય અને વકરો એટલો નફો કરી લેપછી ઓડકાર ખાધા વગર ઘરે જાય છે
બીજી તરફ જ્યારે બહુ બળજબરી થાય ત્યારે અરજદાર કંટાળેને એન્ટીકરપ્શનમા ફરિયાદ આપે છે .નહી તો હજુ ઘણુ ઢંકાયેલુ પણ પડ્યુજ હોવાનો ચબરાકોનો દાવો છે
@______________________
જામનગરમાથી ઝડપાયેલ પોલીસ વાળા કેસના મુદાઓ—બીજાના પણ બવાગ હતા કે નહી આ લાંચમા તે તપાસ થશે—-“અગાવ ખાતાનુ રખાતુ હતુ”
ફરીયાદી : એક જાગૃત નાગરિક
આરોપી : કેતનગીરી રતનગીરી ગોસ્વામી,નોકરી- અ.હે.કો,વર્ગ-૩,ખોડિયાર ગેટ પોલીસ ચોકી, સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન, જામનગર
ટ્રેપની તા. ૨૧.૦૭.૨૦૨૨
લાંચની માંગણીની રકમ : રૂ.૨૩૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૨૩૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૨૩૦૦૦/-
ગુનાનું સ્થળ : હનુમાન ટેકરી, દશામાંના મંદિર પાછળ, ખુલ્લા ફાટક પાસે, જામનગર
આ કામના ફરિયાદી ઉપર દેશી દારૂનો નાનો કેસ બતાવી હેરાન પરેશાન અને તંગ નહીં કરવા માટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે રૂ.૪૦૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી, રકજકના અંતે રૂ.૨૩૦૦૦/- આપવાનું નક્કી કરેલ પરંતુ ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી એસીબી નો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ નાઆધારે એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવેલ. છટકા દરમિયાન આ કામના આરોપી એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માંગણી કરી, લાંચની રકમ સ્વીકારી, પકડાઈ જઈ ગુનો કરેલ છેતેમજ બીજા કોણ કોણ આમા સાથે છે તે પણ તપાસ થશે અગાઉ ” ખાતાનુ રખાતુ” હવે તો વરસોથી ખાતાનુ હોય તો પણ તટસ્થ તપાસ થાય જ છે
આ આરોપીને એસીબી ખાતે ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ઘરેલ છેઆ કેસમા
ટ્રેપિંગ અધિકારી એ.ડી.પરમાર,
પોલીસ ઇન્સ્પેકટર,જામનગર તથા સ્ટાફ એ જહેમત ઉઠાવી છે તેમજ
સુપરવિઝન અધિકારી એ.પી.જાડેજા , મદદનીશ નિયામક,
એસીબી રાજકોટ એકમ, રાજકોટ રહ્યા છે
@સ્ક્વેર કટ
સહજ મિલા સો દુધ બરાબર
માંગ મીલા સો પાની
કહે કબીર વો રક્ત સમ
જા મેં ખીચાતાની
પ્રેમથી ખુશીથી મળે તે જ લેવાય સરકાર પગાર તો આપે જ છે તગડો તો રકઝક શુ કામ કરવી જોઇએ અને હા મોટી રકમ વાળા તો ખુબ કાળજી રાખે છે અંતે છતુ થાય તો અપ્રમાણસર મીલકત અંડર આંટીમા આવી જાય છે
++++તસવીર પુરક વિગતો જયેશ ધોળકીયા
>>>>>>>>>>><>>>>>>>>>>>>>
report……
bgb
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024