મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
એમ.ડી.એમ.એ.ડ્રગ્સ જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર તથા દ્વારકા એસ.ઓ.જી.પોલીસ
News Jamnagar August 02, 2022
જામનગર
ગુજરાત રાજ્યમાં નશાના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા. ગાંધીનગર નાઓ દ્વારા સૂચના કરેલ હોય જે અનુસંધાને જામનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિર્દેશ પાંડેય સાહેબ દ્વારા બંને જીલ્લામાં આ બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના કરતા આજરોજ એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર કે.કે.ગોહિલ ના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્યાન દેવભૂમિ દ્વારકા જીલ્લાની એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ભગુભા જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ દેવશીભાઈ સોંદરવાને ખાનગી બાતમી હક્કિત મળેલ કે બિલાલ અબ્દુલ દલ ઉવ.૬૦ રહે બાવાફળી, બેડી, જામનગર વાળો તેમના રહેણાંક મકાને ગેરકાયદેસર કૈફી માદક પદાર્થનુ છુટક વેચાણ કરે છે તેવી હકિકત મળતા જામનગર એસ.ઓ.જી. સ્ટાફના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર કે.કે.ગોહિલ તથા સ્ટાફના માણસો તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લાની એસ.ઓ.જી. સ્ટાફના માણસો સાથે ઉપરોકત જગ્યાએ રેઈડ કરતા મજકુર ઇસમના રહેણાંક મકાનેથી ગે.કા. એમ.ડી.એમ.એ. (મ્યાઉં મ્યાઉ) પાવડર ૫૯ ગ્રામ તથા અન્ય મુદામાલ મળી કી.રૂા.૫,૯૫,૦૬૦/- સાથે મળી આવતા મજકુર ઇસમ વિરૂધ્ધ જામનગર એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સટેબલ હિતેશભાઈ ચાવડાએ બેડી મરીન પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ એકટ મુજબ ફરીયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે.
આ કાર્યવાહી એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર કે.કે.ગોહિલ તથા તથા જામનગર એસ.ઓ.જી. સ્ટાફ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાની એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024