મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દેશ પ્રત્યે રાખો સમર્પણભાવ---SDM JMR---ગર્લ્સ સ્કુલની દીકરીઓને બિરદાવી
News Jamnagar August 16, 2022
દેશ પ્રત્યે રાખો સમર્પણભાવ—SDM JMR—ગર્લ્સ સ્કુલની દીકરીઓને બિરદાવી
સજુબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માં પ્રાંત અધિકારી જામનગર સીટી દ્વારા ધ્વજવંદન
શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા આચાર્યા અને શિક્ષકોના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ દેશભક્તિ ગીતો સાથે સાંસ્કૃતિક કૃતિઓ કરી રજૂ
જામનગર ( ભરત ભોગાયતા)
દેશ પ્રત્યે રાખો સમર્પણભાવ અને રાષ્ટ્ર એ આપણ ને ગરીમા આપી છે એ ગરીમાનુ જતન કરી દેશનુ ગૌરવ હંમેશા જાળવી રાખવાનો ભાવ એ પ્રબળ રાષ્ટ્રભક્તિ છે જે આપણામા નિરંતર ખીલેલી રહેવી જોઇએ તેમ sdm jmr એ જણાવીને સજુબા ગર્લ્સ સ્કુલની દીકરીઓને બિરદાવી હતી
સજુબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માં પ્રાંત અધિકારી જામનગર સીટી દ્વારા ધ્વજવંદન કરવામા આવ્ઞ હતુ આ તકે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા આચાર્યા અને શિક્ષકોના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ દેશભક્તિ ગીતો સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી
જામનગર શહેરમાં આવેલ શ્રી સજુબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનાં ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ગર્વથી ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી શ્રી આસ્થા ડાંગર દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ દેશભક્તિ ગીતો સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
શ્રી આસ્થા ડાંગરે દેશની આઝાદીમાં બલિદાન આપનાર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેઓએ જણાવ્યું હતું કે આપણે સૌ એ દેશ પ્રત્યે સમર્પણની ભાવના રાખવી જોઈએ. ભારતે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. પ્રાંત અધિકારીશ્રીએ શાળા પ્રત્યેની તેમની લાગણી વ્યક્ત કરી હતી અને શાળાની વિદ્યાર્થીનીઓ ને પ્રોત્સાહન આપ્યું હતું.
શાળાના આચાર્યા ડૉ. બીનાબેન દવેએ પ્રાંત અધિકારીશ્રી આસ્થાબેન ડાંગર અને મામલતદાર શ્રી જાનવીબા જાડેજાની તાજેતરમાં બદલી થતા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. અંતમાં શાળાના આચાર્યા બીનાબેન દવે એ આભારવિધિ કરી હતી. અને મહેમાનશ્રીઓના શુભ હસ્તે વૃક્ષારોપણ કરી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.
@+++++++++++++
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024