મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લામા જનસુવિધાઓ અંગે જણાવતી ટીમ જિલ્લા માહિતી કચેરી--કોઝવે....એમ્બ્યુલન્સ સુવિધાઓ વધી
News Jamnagar September 03, 2022
જામનગર જિલ્લામા જનસુવિધાઓ અંગે જણાવતી ટીમ જિલ્લા માહિતી કચેરી–કોઝવે….એમ્બ્યુલન્સ સુવિધાઓ વધી
કેબીનેટ મંત્રીએ કોઝવે નુ ખાતમુહુર્ત કર્યુ–સંસદસભ્ય એ એમ્બ્યુલન્સ અર્પણ કરી–કલા મહાકુંભ તેમજ તાલુકા સ્વાગત યોજાશે–ગ્રાહકોને ખરો તોલ મળે તે માટે તંત્રની કામગીરી
જામનગર જિલ્લામા જનસુવિધાઓ વધી તે અંગે વિસ્તૃત અહેવાલો સાથે ટીમ જિલ્લા માહિતી કચેરી એ જણાવી છે અને મુખ્યત્વે કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ એ એ કોઝવે નુ ખાતમુહુર્ત કર્યુ-જ્યારે -સંસદસભ્ય પૂનમબેન એ એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી આ ઉપરાંત કલા મહાકુંભ તેમજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે ગ્રાહકોને ખરોતોલમળે તે માટે વજન.કાંટા ચેક રીન્યુ વગેરે લગતબતંત્રએ કામગીરીના ભાગરૂપે કરી હતી તે સહિત મહત્વની જાણકારીઓ જીલ્લા માહિતી અધીકારી ગોજારીયા ના માર્ગદર્શન હેઠળ સીનીયર સબ એડીટર પારૂલ કાનગળ અને માહિતી મદદનીશ જલકૃતિ મહેતા એ જાહેર કરી જેમા જુદા જુદા દરેક સરકારી સમારોહના વિવિધ કાર્યક્રમો અને વિભાગોની યાદીઓ આવરી લીધી હતી જેમા કવરેજ કચકડે કંડારવા ગજેન્દ્રસિંહ અને ચંદ્રાવડીયાભાઈએ ફરજ બજાવી હતી
>>>>______________>>>>>
કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ચાર કોઝવેનું ખાતમુહૂર્ત
રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે મતવા ગામને જોડતા ચાર કોઝ-વેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અન્વયે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મતવા ટુ હનુમાન મંદિર રસ્તે રૂ.૩૦ લાખ, મતવા ટુ ઓલ્ડ ધુતારપર રસ્તે રૂ.૩૦ લાખ, મતવા ટુ નાની માટલી રસ્તે રૂ.૩૦ લાખ તેમજ મતવા ટુ જોઇન સ્ટેટ હાઇવે માટે રૂ.૧૧૦ લાખ તેમજ અલગ અલગ જગ્યાઓ પર ૧૨૦૦ એમએમના પાઈપની હરોળના કોઝવેની તથા સ્લેબ ડ્રેન કામગીરીની જોગવાઈ કરવામાં આવી છે. આમ મતવા ગામને સ્ટેટ હાઇવે તેમજ અન્ય ગામડાઓને જોડતા કોઝવેનું આગામી સમયમાં રૂ.૨ કરોડના ખર્ચે નિર્માણ થવાથી લોકોને વધુ સુવિધાઓ મળી રહેશે.
આ પ્રસંગે કૃષિમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે કોઝવે નિર્માણ પામવાથી આજુબાજુના ગામડાઓના લોકોને તથા વાડી વિસ્તારના રહીશોને કોઝવેનો લાભ મળશે. સરકારશ્રી દ્વારા લોકોની પ્રાથમિક સુવિધાઓને પહોંચી વળવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. ગામડાઓમાં પણ શહેરોની મારફતે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેથી કરીને ખેડૂતોને કોઈ પ્રકારની અગવડતા ન પડે. દેશના ખેડૂતો આત્મનિર્ભર બને તે દિશામાં કૃષિ વિભાગ કામ કરી રહ્યું છે. દરિયામાં જતુ વરસાદી પાણી અટકાવીને સરકારના પ્રયાસોથી ગામડાઓમાં ડેમ, તળવોના નિર્માણ થઈ રહ્યા છે. આ સંગ્રહિત પાણીનો ખેડૂતો સિંચાઇ માટે ઉપયોગ કરી શકશે.
@@@@@@@@@@@@@
સાંસદ પૂનમબેન માડમ દ્વારા જાળીયા દેવાણી અને મોટા પાંચદેવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ૨ એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ કરાયું
“જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ૨૦ જેટલા ગામોને રૂ. ૧૭ લાખના ખર્ચે મંજૂર થયેલ આ એમ્બ્યુલન્સ સેવાનો ફાયદો મળશે” :તેમ આ તકે પૂનમબેન માડમ
જે અંગે વિગત મુજબ જામનગર જિલ્લાના મોટા પાંચદેવડા અને જાલીયા દેવાણી ગામોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે અત્યાધુનિક એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ. ૧૭ લાખના ખર્ચે મંજૂર થયેલ આ સેવાથી આ બંને ગામોનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ખુબ મોટી રાહત મળી છે. તેમજ આજુબાજુના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ૨૦ ગામોને પણ આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ મળશે.
આ પ્રસંગે સાંસદએ જણાવ્યું હતું કે જ્યારે કોવિડ-૧૯ની ગંભીર પરિસ્થિતિમાંથી આપણે સૌ પસાર થયા છીએ, ત્યારે એ અતિ આવશ્યક છે કે જિલ્લાના છેવાડાના ગામોમાં પણ આરોગ્યની સુવિધા હંમેશા ઉપલબ્ધ રહે. આ એમ્બ્યુલન્સ સેવાથી હવેથી ઘર આંગણે જ આપણને સારવાર મળી રહેશે. આ સેવાથી સગર્ભા માતાઓ અને બાળકોને પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. આજે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને સતત ગામડાંઓના વિકાસ માટે જાગૃત અને પ્રયત્નશીલ છે. જામનગર જિલ્લા અને ખાસ કરીને ધ્રોલ તાલુકાના સતત વિકાસને પગલે આજે આપણને આંતરરાષ્ટ્રીય સ્તર પર નવી ઓળખ પ્રાપ્ત થઈ છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ગોમતીબેન ચાવડા, જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના ચેરમેન વિનુભાઈ વાડોદરીયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ એમ.પી. કાંગરિયા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, જિલ્લા પંચાયત દંડક ગીરીશભાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડી.ડી. જીવાણી, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કાજલબેન સંઘાણી, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી નીતાબેન પરમાર, અનુસૂચિત જાતિ મોરચાના જામનગરના મહામંત્રી એમ.ડી. મકવાણા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ભીમજીભાઈ મકવાણા, ધ્રોલ શહેર પ્રમુખ સમીરભાઈ શુક્લ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને સી.ડી.એચ.ઓ. શ પી.એન. કનર, આજુબાજુના ગામોમાંથી પધારેલા સરપંચઓ, ઉપસરપંચઓ, આગેવાનો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યકરો તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
+++++++
જામનગર અને દ્વારકા જિલ્લાના 1500 એકમોમાં વજનમાપન ની ચકાસણી–૬.૨૨ લાખ ની વસુલાત
જામનગર અને દ્વારકા જિલ્લા કચેરી દ્વારા ખાતાના વડા નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા તંત્ર ગુજરાત રાજયની રાહબરી હેઠળ તોલમાપ કાયદાની અમલવારી બાબતે કાર્યવાહી કરવામાં આવે છે.આ જિલ્લા કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લામાં વજનમાપના સાધનો ની વાર્ષિક તથા દ્રી વાર્ષિક ચકાસણી મુદ્રાકન ફી પેટે રુપિયા ૧ ૫૨,૩૮,૩૨૦ તથા લેટ ફી પેટે રુપિયા ૧,૮૦,૫૧૩ વસુલ કરવામા આવેલ હતી. તેમજ વર્ષ દરમિયાન વિવિધ એકમોની ઓચિંતી તપાસ યોજાઇ હતી જેમાં ઈ કોમર્સ પ્લેટફોર્મ , મેડીકલ એજંસી, અનાજ કરિયાણા, મિઠાઇ ફરસાણ, હોટેલ રેસ્ટોરન્ટ, હાર્ડવેર અને અન્ય ઇંડ્સ્ટ્રીજ અને વિવિધ એકમોની તપાસ કરતા આશરે કુલ ૧૫૦૦ એકમોની તપાસ કરવામા આવેલ. જેમાથી ૧૦૭ એકમો સામે વજન માપ કાયદા હેઠળ રુ. ૭૨૭૦૦તથા પીસીઆર નિયમો ના ભંગ બદલ ૧૮ એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂપિયા ૫,૫૦,૦૦૦ગુંન્હા માંડવાળ ફ્રી વસુલ કરવામા આવેલ. આમ જિલ્લા માં કુલ ૧૨૫ એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરી રૂપિયા ૬,૨૨૭૦૦ ગુન્હામાંડવાળ ફી વસૂલ કરવા કરવામાં આવેલ છે.
આ કામગીરી જિલ્લા તોલમાપ અધિકારી જે. એચ. આદેશરા, કચેરી ના નિરિક્ષકો ડો. પી.ડી.સોલંકી, વી. એન .રાઠૉડ, યુ. બી. પટેલ , બી.જે. ગોસાઇ અને કે. આર.વરુ દ્વારા તેમ કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી જામનગર.અને દ્વારકા જિલ્લાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
+++++++
આગામી તા. 28 સપ્ટેમ્બરના રોજ જામનગર ખાતે ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે
અરજદારોએ તા. 10 સપ્ટેમ્બર સુધીમાં મામલતદાર કચેરી, જામનગર ખાતે અરજી કરવાની રહેશે
1. આ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે જો ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામસેવકશ્રીને અરજી કરેલ હશે અને તે નિર્ણય થયા વગરની હશે તો જ અરજી સ્વીકારવામાં આવશે.
2. જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને રજૂ કરેલ પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ તો જ અરજી સ્વીકારવામાં આવશે.
3. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ.
4. આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે.
5. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં, તેમ મામલતદારશ્રી, જામનગર ગ્રામ્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
+++++++
હૃદય રોગના હુમલા બાદની સારવાર અંગે આગામી તા. ૭,૮ સપ્ટેમ્બરના ITRA દ્વારા આરોગ્ય શિબિરનું આયોજનજે દર્દીઓને હૃદય રોગનો હુમલો આવ્યો હોય તેમજ હૃદય રોગની બીમારી પછી જોવા મળતા લક્ષણો જેમ કે શ્વાસ ચડવો, છાતીમાં ઝીણો દુઃખાવો રહેતો હોય- જો આવા લક્ષણો જોવા મળતા હોય તો તેવા દર્દીઓ માટે હૃદયની ક્ષમતા વધે તે માટે આયુર્વેદ યુનિવર્સીટીના આઇટીઆરએ હોસ્પિટલના કાયચિકીત્સા વિભાગ દ્વારા આગામી તા. ૭ અને ૮ સપ્ટેમ્બર, સવારે ૯થી ૧૨ કલાક દરમિયાન ઓપીડી નંબર ૧૩, આટીઆરએ હોસ્પિટલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, રિલાયન્સ મોલની સામે, જામનગર ખાતે રાહત દરે નિદાન ઉપરાંત સારવાર કરવામાં આવશે.
+++++++
કલા મહાકુંભ-૨૦૨૨-૨૩અંતર્ગત જામનગર શહેરની ૧ થી ૬ ઝોનની સ્પર્ધાઓ યોજાશે
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જીલ્લા યુવા વિકાસ અધિકારી,જામનગર સંચાલિત કલા મહાકુંભ-૨૦૨૨-૨૩ની જામનગર શહેરની ઝોનકક્ષાની ૧ થી ૬ ઝોનની તા.૦૭/૦૯/૨૦૨૨નાં રોજ યોજાશે જેમાં ગરબા, સમૂહગીત, શાસ્ત્રીય ભરત નાટ્યમ, સુગમસંગીત, લોકગીત-ભજનની સ્પર્ધા ટાઉનહોલ ખાતે તેમજ ચિત્રકલા , વકૃત્વ, નિબંધ સ્પર્ધા વિભાજી હાઈસ્કૂલ જામનગર ખાતે યોજવામાં આવશે. તેમજ તા.૦૮/૦૯/૨૦૨૨નાં રોજ તબલા, હાર્મોનિયમ, એકપાત્રીય અભિનય , લગ્નગીત, રાસ, લોકનૃત્ય સ્પર્ધા ટાઉનહોલ ખાતે તમામ વયજૂથની સ્પર્ધા યોજાશે. જેમાં ફોર્મ ભરેલ કલાકારોએ સ્પર્ધા સ્થળે સવારે ૮:૩૦ કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે. વધુ વિગત માટે કચેરીનાં ફોન નંબર-૦૨૮૮૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરી શકાશે. તેમ જીલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. તેમ પણ આ દરેક અહેવાલો અંગે ટીમ માહિતી જામનગર એ જણાવ્યુ વે
++++++++++++++++++++
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024