મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખંતીલા રાઘવજીભાઇ જામનગરથી જોડીયા સુધી એકધારા લોકપ્રિય હોઇ ફરીથી કેબિનેટ મીનીસ્ટર બન્યા-શીર્ષસ્થ નેતૃત્વનો માન્યો આભાર
News Jamnagar December 12, 2022
ખંતીલા રાઘવજીભાઇ જામનગરથી જોડીયા સુધી એકધારા લોકપ્રિય હોઇ ફરીથી કેબિનેટ મીનીસ્ટર બન્યા-શીર્ષસ્થ નેતૃત્વનો માન્યો આભાર
કૃષિમંત્રી તરીકેનો ભવ્ય વિજય થતા મ્હેણુ ભાંગ્યુ-ગામડાઓમા ખુશી–ખેડૂતો સહિત સૌ ગ્રામજનોનો ઋણી છુ તેમ જણાવતા કૃષિ મંત્રી
જામનગર ( ભરત ભોગાયતા)
ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ જે રીતે શક્યતા જોવાતી હતી તે જ રીતની રહેવા પામી અને પરીણામો એ તો વિશ્ર્લેષકોને ચિંતન કરવા મજબુર કરી દીધા કેમકે અનેક પાસાઓ એવા બનવા પામ્યા કે જેની નોંધ લેવી ઘટે તેવુ જ ઉદાહરણ ૭૭-જામનગર ગ્રામ્ય બેઠક ઉપર વિજેતા થયેલા પુર્વ કેબિનેટ મિનિસ્ટર રાઘવજીભાઇ પટેલ નુ છે
લોકો માટે ખંતીલા નેતાની છાપ ધરાવતા રાઘવજીભાઇ સમગ્ર જિલ્લામા એટલે કે જામનગરથી જોડીયા સુધી એકધારા લોકપ્રિય છે અને મહત્વનો મુદો એ છે કે તેમનો
કૃષિમંત્રી તરીકેનો ભવ્ય વિજય થતા મ્હેણુ ભાંગ્યુ છે કે કૃષિ મંત્રી પણ લોકપ્રિયતા કેળવે તો ચુંટણી મા જીતી શકે છે આ જીત એ ગામડાઓમા ખુશી હોવાનુ તેમણે જણાવી આ વિજય સૌ ગ્રામજનોને અર્પણ કર્યો હતો તેમજ તેમની સુઝબુઝ અને આવડત ને ધ્યાને લઇ પાર્ટીએ તેમને ફરીથી કેબિનેટ મિનીસ્ટર બનાવ્યા છે જેથી સમગ્ર હાલાર પંથકમા ખુશી છવાઇ છે
રાઘવજી પટેલ ને કૃષિમંત્રી તરીકે ગત વખતે કામ કરવાનો સમય ઓછો મળ્યો પરંતુ તેમણે રાત દિવસ એક કર્યા હતા તેમના સ્ટાફ ને પણ ઉત્સાહ વધે મંત્રી તરીકે સચિવાલયમા કૃષિ વિભાગ પશુપાલન ગૌ સંવર્ધન એમ દરેક વિભાગ ધમધમતા અને સૌ ખુશી ખુશી કામ કરતા હતા આ ઉપરાંત પ્રજાજનો ને ખાસ કરીને ગ્રામજનો ને તેમાય ખેડૂતો ને શુ જોઇએ છે તે બાબતના નિપુણ હોઇ જરૂરી દરખાસ્ત સુચન વગેરે સરકારમા મીટીંગમા મુકી લોકહિતમા કાર્યો સહાય યોજનાઓ મંજુર કરાવતા રહ્યા બાદમા તેના અમલની કાળજી લીધી અને ગામડે ગામડે સૌ ને પુછતા રહેતા…..આવા અનેક મુદાઓ છે કે જેથી રાઘવજીભાઇની લોકપ્રિયતા વધતી જ રહી છે
ખેતી ને લગત તમામ બાબતો બિયારણ એટલેકે વાવણી થી વેંચાણ સુધીની ચિંતા તો કરતા જ સાથે ગ્રામજનોને માટે પણ પાણી વિજળી આરોગ્ય શિક્ષણ રોડ કોઝવે સિંચાઇ સહિત દરેક સુવિધાઓ કરાવતા રહ્યા હોય તેમના કામ બોલે છે
માટે જ જ્યારે ઉમેદવાર તરીકે તેમની પસંદગી થઇ ત્યારે લોકોના અભિપ્રાય હતા જ કે રાઘવજીભાઇ જંગી બહુમતી થી જીતશે અને રીઝલ્ટ પણ એ મુજબ જ આવ્યુ છે
જામનગર ની બેઠક થી માંડી સૌરાષ્ટ્રની ઘણી બેઠકો ઉપર કોઇપણ કૃષિમંત્રી એ જ બેઠક ઉપરથી બીજી વખત જીત્યા નથી તેવા અમુક ઉદાહરણો છે ત્યારે રાઘવજીભાઇ કૃષિમંત્રી હતા ને આ જ બેઠક ઉપર થી ફરીથી જીત્યા છે કારણે ગ્રામ્ય જીવન ના અનુભવી અને ખેડૂત એવા રાઘવજી પટેલ સાચા જનપ્રતિનિધી તરીકે સેવા આપતા જ રહ્યા છે
ત્યારે ફરીથી કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી થતા રાઘવજીભાઇ પટેલ એ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી શ્રી મોદીજીના સંકલ્પ સાકાર કરવા તેઓ કટીબદ્ધ છે તેમ જણાવ્યુ હતુ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઇ શાહ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો સાદર આભાર વ્યક્ત કર્યો છે
શ્રી રાઘવજીભાઇએ જણાવ્યુ છે કે ખેડૂતોની આવક બમણી કરવાનુ શ્રી મોદી સાહેબનો સંકલ્પ સાકાર કરવા અમે સૌ જહેમત ઉઠાવશુ સાથે સાથે પશુપાલન અને ગ્રામ્ય જીવનધોરણ હજુય અવિરત સુધારવા અને પ્રગતિ સાથે શહેરોના સમાંતર સુવિધાઓ
આપી સૌ ગ્રામજનોની સુખાકારી નુ સર્જન કરીશુ આ તકે તેમને વિજય અંગે કોને યશ આપશો તેમ પુછતા રાઘવજીભાઇએ જણાવ્યુ હતુ કે સૌ પ્રથમ તો મને વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યો તે બદલ પ્રાદેશીક નેતૃત્વ રાષ્ટ્રીય નેતૃત્વ અને પક્ષના સૌ આગેવાનો નો અંતકરણ થી આભાર વ્યક્ત કરૂ છુ જ્યારે ભાજપના જામનગર શહેર અને જિલ્લાના સૌ કાર્યકર્તાઓ આગેવાનો હોદેદારો ચુંટાયેલા પ્રતિનિધીઓ સમર્થકો સંતો મહંતો માર્ગદર્શકો સૌ નો સાદર આભાર વ્યક્ત કરૂ છુ અને મુખ્યત્વે સૌ ગ્રામજનો ભાઇઓ બહેનો વડીલપ માતાઓ યુવાનો સહિત દરેક ગામોના નાગરીકોએ મને વિશ્ર્વાસ રૂપી મત આપ્યો તે સૌ નો હુ ઋણી છુ સૌ જનતાએ મને જે રીતે સેવાની તક વરસોથી આપી છે તેમ ફરીથી મારા પક્ષે અને પ્રજાએ બંને એ તક આપી હોય હુ જવાબદારી સુપેરે નિભાવી કૃષિપ્રધાન રાષ્ટ્ર ભારતના મોડેલ સ્ટેટ ગુજરાતમા ખેતી ક્ષેત્રે પ્રગતિ થાય તે દિશામા તમામ પ્રયત્ન કરીશ સૌ જાણે છે તેમ રાઘવજીભાઇ હંમેશા લોકોની વચ્ચે રહેનારા અને ગ્રાઉન્ડના વ્યક્તિ છે અને લોકોના કામ કરવા તેમજ વહીવટી ગતિશીલતાના સુઝકાવાળા છે સાથે સાથે પક્ષ ની ગરીમા જાળવવા તેઓ હંમેશા સફળ રહ્યા છે ઉપરાંત ડબલ ગ્રેજ્યુએટ હોવાથી સાથે સાથે કોઠાસુઝ હોવાથી વિષયને તુરંત કેચઅપ કરી તે દિશામા સુઝકાથી કામ કરવાની સફળ નિતિ ના અનુભવી રહ્યા છે
@________________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.
Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024