મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સુવિધાઓ ઉપલબ્ધ
News Jamnagar December 27, 2022
જામનગર
સાંસદ પૂનમબેન માડમ, મેયર શ્રીમતી બિનાબેન કોઠારી સહિતના પદાધિકારીઓએ મોકડ્રીલમાં જોડાઈ તૈયારીઓની સમીક્ષા કરી
કોવિડ હોસ્પિટલમાં એક પણ દર્દી દાખલ નહિ એક પણ પોઝિટિવ કેસ નહિ*
*લોકોને બુસ્ટર ડોઝ લેવા તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી માસ્ક પહેરવા સાંસદશ્રીની અપીલ*
*ત્રણ ઑક્સીજન પ્લાન્ટ મારફતે દર મિનિટે ૧૭૫૦ લિટર ઑક્સીજન તેમજ ઑક્સીજન ટેન્ક મારફતે ૪૧૦૦૦ લિટર લિક્વિડ ઑક્સીજન પૂરો પાડવાની ક્ષમતા : હોસ્પિટલમાં ૩૮૫ આઈસીયુ બેડ, ૪૦૦ વેન્ટિલેટર તેમજ ૨૦૦૦ બેડની સુવિધા*
*જામનગર તા.૨૭ ડિસેમ્બર,* કોરોનાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લેતા સરકાર પહેલાથી જ સજ્જ છે. આજે સમગ્ર રાજ્યમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં પણ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઇ હતી. જેમાં સાંસદ શ્રી પૂનમબેન માડમે ઉપસ્થિત રહીને તમામ પ્રકારની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
સાંસદ પૂનમબેન માડમે કોવિડ હોસ્પિટલની મુલાકાત કરી હતી. તેમજ ત્રણ ઑક્સીજન પ્લાન્ટ પર જઇને નિરીક્ષણ કર્યું હતું, હોસ્પિટલમાં કોવિડ ટેસ્ટિંગ માટે કીટની ઉપલબ્ધિ, દવાઓ, એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર સહિત તમામ પ્રકારના સાધનોનું નિરીક્ષણ કરી, એમઆરઆઈ રૂમની મુલાકાત કરી હતી. દર્દીઓની તમામ જરૂરિયાતને પહોંચી વળવા તેમજ દર્દીઓના સગાવહાલાંઓ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવા અંગે હોસ્પિટલના ડોકટરોને સૂચનો કરી સાંસદશ્રીએ જીજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિજનો સાથે વાતચીત કરી સરકારની અમૃતમ કાર્ડ જેવી યોજનાઓ થકી સારવાર મેળવવા જણાવ્યું હતું. તેમજ હોસ્પિટલ સ્ટાફને જરૂરી સૂચનો આપી દર્દીઓની પૂરતી તકેદારી રાખવા સૂચનો કર્યા હતા.
જામનગરની જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્રનું મેડિકલ હબ ગણવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન જામનગર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી આવનાર દર્દીઓને પણ અંહી સારવાર આપવામાં આવી હતી. હાલ અન્ય દેશોમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર એલર્ટ છે. ત્યારે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ત્રણ ઑક્સીજન પ્લાન્ટ કાર્યરત છે. જે દર મિનિટે ૧૭૫૦ લિટર ઑક્સીજન પૂરો પાડી શકવાની ક્ષમતા ધરાવે છે. લિક્વિડ ઑક્સીજન ટેન્ક મારફતે ૪૧૦૦૦ લિટર લિક્વિડ ઑક્સીજન મળી રહે તે પ્લાન્ટ ઉપલબ્ધ છે. કોવિડ હોસ્પિટલમાં કુલ ૨૦૦૦ બેડ સુધીની સુવિધા તેમજ ૩૮૫ આઈસીયુ બેડ અને ૪૦૦ વેન્ટિલેટરની સુવિધા છે. સલામતીના ભાગ રૂપે હાલ હોસ્પિટલમાં ૧૨૦ જેટલા આઇસોલેશન બેડ ઊભા કરી દેવામાં આવ્યા છે. અને કોરોના ટેસ્ટિંગ પણ ચાલુ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન હોસ્પિટલમાં એક પણ દર્દી દાખલ નથી અને એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, લોકો કોરોનાને લઈને સાવચેત રહે તે હેતુથી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ સુવિધાઓ છે. તેમજ લોકોને બુસ્ટર ડોઝ લેવા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી જાગૃત અને સુરક્ષિત રહેવા સાસંદ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
જી.જી. હોસ્પિટલ ખાતે યોજાયેલ મોકડ્રિલમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ, આગેવાન રમેશભાઈ મૂંગરા, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઇ, અધિક્ષકશ્રી ડૉ. દિપક તિવારી સહિતના ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024