મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઉમદા વ્યક્તિત્વ ધરાવતા લેઉઆ પટેલ સમાજના પ્રમુખ અને મીડીયા ક્ષેત્રના ગૌરવ મનસુખભાઇ રાબડીયાનો જન્મદિવસ
News Jamnagar January 03, 2023
ઉમદા વ્યક્તિત્વ ધરાવતા લેઉઆ પટેલ સમાજના પ્રમુખ અને મીડીયા ક્ષેત્રના ગૌરવ મનસુખભાઇ રાબડીયાનો જન્મદિવસ
યુવા વયમા ધીમી પરંતુ મક્કમ પ્રગતિ સાથે અનેકના પ્રેરણાસ્રોત જયકેબલના ઓનર
પ્રિન્ટ મીડીયાના યુગમા ઇલેક્ટ્રોનીક્સ મીડીયા ક્ષેત્રે સૌ ની સાથે સહકાર સાધી હાંસલ કરી સિદ્ધિઓ
જામનગર ( ભરત ભોગાયતા)
આમ તો હાલાર પંથકમાં મનસુખભાઈ પરસોતમભાઇ રાબડીયા ……”સિર્ફ નામ હી કાફી હૈ” આ જે તારીખ ૩ જાન્યુઆરીના તેમનો જન્મ દિવસ છેડીકેવી કોલેજમાં બી.એસ.સી. સુધીનો અભ્યાસ( વિજ્ઞાન શાખાના સ્નાતક) કરનાર મનસુખભાઇ ભણવા ની સાથે ગણ્યા છે અને જીવનની દરેક ક્ષણ નો સદઉપયોગ સાથે જીવનને ઉજવતા જ રહ્યા છે શાંત પરંતુ ચિંતનનુ ઉંડાણ અજાતશત્રુ એવા આ યુવાન હાલાર સહિત સૌરાષ્ટ્રમા જાણીતા છે
ઉમદા વ્યક્તિત્વ ધરાવતા લેઉઆ પટેલ સમાજના પ્રમુખ અને મીડીયા ક્ષેત્રના ગૌરવ મનસુખભાઇ રાબડીયાએ યુવા વયમા ધીમી પરંતુ મક્કમ પ્રગતિ સાથે જય કેબલના ઓનર એવા મનસુખભાઇ અનેકના પ્રેરણાસ્રોત બન્યા છે તેમને પ્રિન્ટ મીડીયાના યુગમા ઇલેક્ટ્રોનીક્સ મીડીયા ક્ષેત્રે સૌ ની સાથે સહકાર સાધી સિદ્વીઓ હાંસલ કરી છે
વિદ્યાર્થીકાળથી જ વિદ્યાર્થીઓનાં પ્રશ્નો અંગે જાગૃત રહી અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં પ્રદેશ સહમંત્રી તરીકે જવાદારી સંભાળેલ હતી. અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ૧૯૯૦ માં કરવામાં આવેલ કાશ્મીર બચાવો કાર્યક્રમમાં ગુજરાતનું નેતૃત્વ કર્યું હતું. આ સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં બે ટર્મ જીલ્લા મહામંત્રી તથા બે ટર્મ જીલ્લા પ્રમુખ તરીકે તથા રોટરી ઈન્ટરનેશ્નલ કલબમાં પણ ઘણાં વર્ષો સુધી સક્રિયપણે કાર્ય કર્યુ હતું. કોલેજનાં અભ્યાસની સાથે જામનગર શહેર-જીલ્લામાં દુરદર્શન કેન્દ્ર ન હોવાથી કેબલ નેટવર્ક દ્વારા કેબલ ટીવીનો ૧૯૮૭ માં સૌ પ્રથમપાયો નાખ્યો હતો. અને કેબલ ટીવી મારફત ઈલેટ્રોનિકસ મીડીયામાં સ્થાનિક સમાચાર ૧૯૯૮ થી શરૂ કરી ગુજરાતમાં ઇલેટ્રોનિકસ મિડીયાનાં પત્રકાર તરીકે સૌ પ્રથમ માન્યતા મેળવવાનું બહુમાન પણ મેળવ્યું હતું. બદલાતી જતી ટેકનોલોજીનાં જમાનામાં તાલથી તાલ મેળવી સમયની માંગ મુજબ વ્યવસાયનો વિકાશ કરતા આજે જયારે કેબલ નેટવર્કમાં મલ્ટીનેશનલ કંપનીઓ વ્યવસાય કરી રહી છે ત્યારે જય કેબલનાં સ્વતંત્ર આધુનિક કંટ્રોલરૂમ દ્રારા જીલ્લાનાં મહતમ સ્થાનો પર ચેનલો તથા સમાચારનું પ્રસારણ લોકો સુધી પહોચાડી રહયા છે. હાલમાં જામનગર શહેર જીલ્લામાં અંદાજીત અઢી લાખની વસ્તી ધરાવતા લેઉવા પટેલ જ્ઞાતિનાં પ્રમુખ તરીકે ૨૦૧૮ થી બીજી ટર્મ માં સૌથી નાની વયે જવાબદારી સંભાળી રહયા છે. તેમને રૂબરૂ તેમજ મો. 98242 64444 નંબર ઉપર શુભકામનાઓ મળી રહી છે
માહિતી પ્રેરણસા સ્રોત- અકબર બક્ષી
@___________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024