મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઘાયલ પક્ષીને નવજીવન મળે તે હેતુથી વન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લા માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા
News Jamnagar January 12, 2023
જામનગર
*કરુણા અભિયાન 2023*
*ઉડે આભમાં જ્યારે પતંગો તમારી, સંભાળજો એ આભમાં છે સવારી અમારી*
*સવારે 9:00 વાગ્યા પહેલા અને સાંજે 5:00 વાગ્યા બાદ પતંગ ન ચગાવવા લોકોને તંત્ર દ્વારા અનુરોધ*
ઘાયલ પક્ષીને નવજીવન મળે તે હેતુથી વન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લા માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા
*સમગ્ર જિલ્લામાં 150 થી વધુ કર્મીઓ તથા સ્વયંસેવકો ઘાયલ પક્ષીઓની સારવારમાં રહેશે સતત ખડે પગે*
જામનગર તા.12, આપણે સૌ ઉતરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ થી દર વર્ષે ઉજવીએ છીએ. પતંગ ઉડાડવાની મજા માણતા ઘણી વખત પતંગની દોરીથી પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે કે મૃત્યુ પામે છે આ અબોલ અને નિર્દોષ પક્ષીઓના જીવ અમૂલ્ય છે તેથી તેમને બચાવવા એ આપણી નૈતિક ફરજ છે આ માટે રાજ્ય સરકાર દ્વારા ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન 2023 ની શરૂઆત કરાઈ છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ જામનગર દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વયંસેવકોના સાથ સહકારથી ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને બચાવવાની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે વન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ સ્થળોએ કલેક્શન સેન્ટર, સારવાર કેન્દ્રો તથા હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે. જે હેલ્પલાઇન મારફત ઘાયલ પક્ષીની જાણકારી આપી તેનો જીવ બચાવવા અને આ કરુણા અભિયાનમાં સહભાગી થવા સૌ નાગરિકોને વિનંતી કરાઈ છે.
*ઉતરાયણ દરમિયાન આટલું કરીએ*
ફક્ત ઉતરાયણના દિવસે પતંગ ચગાવીએ.વૃક્ષો ઇલેક્ટ્રીક લાઈન અને ટેલીફોન લાઇનથી દૂર પતંગ ચગાવીએ.ઘાયલ પક્ષીને જોતાં તરત જ નિકટના સારવાર કેન્દ્રનો સંપર્ક કરીએ.ઘાયલ પક્ષીની આંખને કપડાંથી ઢાંકી હવાની અવર-જવર થઈ શકે તેવા પાત્રમાં બનતી ત્વરાએ સારવાર કેન્દ્ર સુધી પહોંચાડીયે.છત પર કે આજુબાજુના વૃક્ષો પર ફસાયેલી દોરીઓનો નિકાલ કરીયે.
*ઉત્તરાયણના પર્વ દરમિયાન આટલું ન કરી કરૂણા અભિયાનમાં જોડાઈએ*
સવારે 9 વાગ્યા પહેલા કે સાંજના 5 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ.
ક્યારેય પણ તુકલ કે ફુગ્ગા ન ચગાવીએ.
ચાઈનીઝ, સિન્થેટિક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવામાં ઉપયોગ ન કરીએ.
ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરતા યોગ્ય સારવાર સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરીએ.
પક્ષીની ત્વરિત સારવાર થાય તે માટે રાજ્ય સરકારના એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર 1962 પર કોલ કરી કે વન વિભાગના હેલ્પલાઈન 8320002000 પર વોટ્સપમાં Karuna લખી વિગતવાર માહિતી મળી શકશે.
*જિલ્લાના વિવિધ તાલુકાઓ માટે ઉભા કરાયેલ સારવાર કેન્દ્રોના સરનામાં તથા સંપર્ક નંબરો*
જામનગર શહેર માટે સાંઈધામ બર્ડ હાઉસ, નવાગામ ઘેડ-7984402500, 7878555548 લાખોટા નેચર કલબ ડી.કે.વી. કોલેજ પાસે ૭૫૭૪૮૪૦૧૯૯, ૯૦૩૩૫૫૦૩૪૧ કુદરત ગૃપ રેલવે સ્ટેશન પાસે ગાંધીનગર ૯૨૨૮૮૭૭૯૧૧, ૭૦૧૬૫૦૮૦૭૩ શિવદયા ટ્રસ્ટ લાલપુર ચોકડી પાસે ૯૮૭૯૯૯૯૫૬૭ નિસર્ગ નેચર કલબ ગોકુલ નગર ૯૨૭૪૫૯૫૩૯૫, ૭૮૭૪૭૯૯૧૨૯ જીવ સેવા ફાઉન્ડેશન સાત રસ્તા સર્કલ ૭૨૦૩૦૩૦૨૦૮,૯૬૩૮૭૬૮૪૯૮, ૯૯૦૪૯૪૯૩૨૮, જામનગર તાલુકા માટે આર.ઓફ.ઓ.ની કચેરી, ગંજીવાડા, નાગનાથ ગેટ પાસે, જામનગર ૯૪૨૬૫૨૧૦૪૭, ૯૨૭૪૯૯૯૯૨૫, ૮૩૨૦૩૮૨૬૯૦, ૯૫૮૬૩૪૧૭૧૭, જોડીયા તાલુકા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી તાલુકા પંચાયતની બાજુમાં ૮૮૪૯૩૨૧૮૯૪, ૭૮૫૯૯૦૨૭૨૫, ૯૬૦૧૯૦૧૩૪૨ ધ્રોલ તાલુકા માટે આર.એફ.ઓ. ની કચેરી, નોર્મલ રેન્જ, રાજકોટ જામનગર હાઇવે તથા સામાજિક વનીકરણ રેન્જ, જોડીયા રોડ, ૮૮૪૯૩૨૧૮૯૪, ૭૮૫૯૯૦૨૭૨૫, ૯૭૨૩૩૨૧૪૭૫, ૮૧૪૦૦૭૩૮૯૮ જામજોધપુર તાલુકા માટે આર.એફ.ઓ. ની કચેરી, નોર્મલ રેન્જ તથા સામાજિક વનીકરણ રેન્જ ૯૭૭૩૨૩૪૫૮૬, ૯૭૬૯૩૫૧૧૧૧, ૯૯૧૩૩૭૧૮૭૭ કાલાવડ તાલુકા માટે આર.એફ.ઓ. ની કચેરી, ગંજીવાડા, નદીના સામે કાંઠે ૯૪૨૯૫૧૯૪૯૨, સિક્કા ગામ માટે આર.એફ.ઓ. ની કચેરી, મરીન નેશનલ પાર્ક ૯૪૨૬૬૭૩૦૬૦ પર સંપર્ક કરી ધાયલ પક્ષીઓની મદદે આવવા વન વિભાગ દ્વારા અપીલ કરાઈ છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024