મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
"સેવા" ના પર્યાય એટલે ડોક્ટર છાયા-નામ ગુંઝે છે-સિદ્ધીની સુગંધ છે-સંતોષની ભીનાશ છે
News Jamnagar January 14, 2023
- “સેવા” ના પર્યાય એટલે ડોક્ટર છાયા-નામ ગુંઝે છે-સિદ્ધીની સુગંધ છે-સંતોષની ભીનાશ છે
પિતાનો વારસો-કેળવણી અને તબીબી ક્ષેત્રનુ ઉંડાણ સાથે સુઝકો અને માનવતાસભર અભિગમથી ડો. વિરલએ સફળતાનુ નભ આંબ્યુ
વિનય-વિવેક ને સમર્પિતતાનો સમન્વય…..દરદીઓ માટે દર્દશામક થતુ રહ્યુ છે પુરવાર
- ENT સર્જનોની વર્લ્ડ કોંગ્રેસમા ભાગ લેશે
જામનગર ( ભરત ભોગાયતા)
તબીબી વ્યવસાય નિપુણતા આત્મસ્ફુરણા અને માનવતાનો સમન્વય છે અઢીહજાર સદીઓ પહેલાથી હિપોક્રેટસ ઓથ એ દર્શાવે છે કે તબીબી ક્ષેત્ર એ મુલ્યનો જીવન વ્યવહાર છે એ જ તબીબ ની પ્રગતિનો પથ છે
આપણે સદનસીબે મેડીકલ કોલેજ અને સંલગ્ન હોસ્પીટલ જામનગરમા જ છે માટે દરદીઓને ખુબજ સાનુકુળતાઓ છે આ શ્રી એમ.પી.શાહ મેડીકલકોલેજ ઇરવીન હોસ્પીટલ હવે શ્રી જી જી એચ હોસ્પીટલના અનેક ડોક્ટરો ના નામ દરદીઓના હૈયામા વસે છે ત્યારે જુજ એવા પણ ડોક્ટરો છે જેઓ તબીબી વ્યવસાય સાથે સંસ્થાઓ સાથે પણ સંલગ્ન રહી વિશેષ રીતે માનવ સેવા માટે સમાજ સાથે અભિન્ન રીતે જોડાય છે
આ દરેક બાબત અહી પ્રસ્તાવિક છે જામનગરના પ્રથમ ENT SURGEON ડો. એ.આર.છાયા સાયબ માટે વરસો સુધી સેવા આપનાર આ તબીબ નુ નામ સૌરાષ્ટ્રભરમા જાણીતુ હતુ ત્યારે તેમના સુપુત્ર ડો.વિરલ છાયા એ એ જ ક્ષેત્રમા કારકીર્દીની બુલંદી હાંસલ કરી છે જી.જી.એચ. મા એચ.ઓ.ડી. સુધીની પ્રગતિ અનેક પેનલ ક્લબ એસપ. ના મેમ્બર હોવા સાથે કોલેજના વિવિધ સેમીનાર વર્કશોપ માટે જહેમત સ્ટુડન્ટસ માટે શ્રેષ્ઠ શિક્ષક સહયોગીઓ માટે પ્રેરકબળ અને દરદીઓના દિલથી સન્માનનીય ડો.વિરલ તેમની સાડા ત્રણ દાયકા થી વધુ જેટલી આ ક્ષેત્રની સફરમા પોતાના નામને સફળ કર્યુ છે
માટે જ કહેવાય કે “સેવા” ના પર્યાય એટલે ડોક્ટર છાયા-નામ ગુંઝે છે-સિદ્ધીની સુગંધ છે-સંતોષની ભીનાશ છે તેમજ પિતાનો વારસો-કેળવણી અને તબીબી ક્ષેત્રનુ ઉંડાણ સાથે સુઝકો અને માનવતાસભર અભિગમથી ડો. વિરલએ સફળતાનુ નભ આંબ્યુ તો વળીવિનય-વિવેક ને સમર્પિતતાનો સમન્વય…..દરદીઓ માટે દર્દશામક થતુ રહ્યુ છે પુરવાર
>>>>>>>>>>>>>>>>>>>>>
ENTસર્જનોની વર્લ્ડ કોંગ્રેસમા નિમંત્રણ
ASIA-OCEANIA ASSOCIATIONOF OTO RHINO LARYNGOLOGICAL SOCIETIES INDIA ના જનરલ સેક્રેટરી ડો. વિરલ છાયા દુબઈ ખાતે યોજાનારન કાન, નાક, ગળાના સર્જનોની વર્લ્ડ કોંગ્રેસ યોજાનાર છે તેમા ભારતનુ પ્રતિનિધીત્વ કરવા ૧૭|૧|૨૩થી તાઃ ૨૩|૧|૨૩, જઇ રહ્યા છે તેમજ લોહીનું એકપણ ટીપુ પાડયા વગર. કાન, નાક, ગળાના ઓપરેશન અંગેનું પેપર વાંચવા માટે તેઓને નિમંત્રણ મળેલ છે
@______________
પ્રેરણા અને પ્રેરક માહિતી—
અકબર બક્ષી એડીટર &ઓનર
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024