મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમા ફુડ વિભાગે રેસ્ટોરન્ટોમાંથી જપ્ત કર્યા વાસી ખોરાક
News Jamnagar May 22, 2023
જામનગરમા ફુડ વિભાગે રેસ્ટોરન્ટોમાંથી જપ્ત કર્યા વાસી ખોરાક
જાણીતી દુકાનોના ચેકીંગ-નમુના લેવાયા-રસોડા ચોખ્ખા રાખવા -ખોરાક ઢાંકવા સુચનાઓ-તેલ મસાલા ના નમુના લેવાયા-
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા મહાપ્રભુજી બેઠક રોડ , સ્વામિનારાયણ નગર ,જોગર્સ પાર્ક ,ગુલાબનગર વિસ્તારમાં માંથી ઢોસા ખીરું (લુઝ),હળદર પાવડર (કાઠિયાવાડી બ્રાન્ડ),બેસન(ગાય બ્રાન્ડ), સરસવ તેલ(સુરજ બ્રાન્ડ) ,રેડ વેલ્વેટ કેક(લુઝ) ,હળદર પાવડર (લુઝ), મરચું પાવડર (લુઝ)કુલ ૭ જેટલા ખાદ્ય પદાર્થ ના નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા.જેનાપૃથ્થકરણ રીપોર્ટ આવે થી આગળની FSSAI-2006 તથા નિયમો-2011 હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે.
તેમજ અલગ-અલગ વિસ્તારમાં આવેલ ફાસ્ટફૂડ,હોટલ-રેસ્ટોરન્ટ, માં જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ. એ રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા,ખાદ્ય સામગ્રી માં લેબલ પ્રોવિજન નું પાલન કરવા,વાસી ખોરાક ન રાખવો,તેમજ ફ્રીઝ ની હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,રસોડા ની યોગ્ય સફાઈ કરવી,વગેરે બાબત અંગે તાકીદ કરવામાં આવ્યા. જેમાં નીચે મુજબ ની પેઢી ની મુલાકાત લિધેલ.
પેઢી નામ:- વિસ્તાર
૧ D પીઝ્ઝા અંબર સિનેમા રોડ
૨ વિલિયમ ઝોન પીઝ્ઝા સુપરલેટીવ ”
૩. ભગત ની લોજ જી.જી.હોસ્પિટલ સામે
૪. જે.કે.ફૂડ ઝોન પટેલ કોલોની
૫ વિરાજ રેસ્ટોરન્ટ વિકાસ ગૃહ રોડ
૬ સતનામ પાર્સલ પોઈન્ટ પટેલ કોલોની
૭ મિક્ષ્ ફૂડ(T-POST) ”
૮ ભૂમિકા રેસ્ટોરન્ટ ”
૯ સવર્ગ ફૂડ ઝોન ”
૧૦ સાઈ ફાસ્ટફૂડ ”
૧૧ કિચન એજ ”
તેમજ પટેલ કોલોની માં આવેલ સતનામ પાર્સલ પોઈન્ટ માં જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા રૂબરૂ ઈન્સ્પેક્શન દરમિયાન ૨ કિલો ભાત, ૨ કિલો નૂડલ્સ ,૨ કિલો બોઈલ વેજીટેબલ વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
તેમજ અંબર સિનેમા રોડ પર આવેલ D પીઝ્ઝા નામ ની પેઢી માં જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા રૂબરૂ ઈન્સ્પેક્શન દરમિયાન ૨ કિલો બોઈલ બટેટા ,૩ કિલો નૂડલ્સ , ૨ કિલો પાસ્તા તથા ૧૨ નંગ સેન્ડવિચ વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024