મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ન્યાયમંદિરની ગરીમા અને છેવાડા સુધી ન્યાય માટે કટીબદ્ધતા વ્યક્ત કરતા જામનગર જીલ્લા મુખ્ય સરકારી વકીલ
News Jamnagar May 23, 2023
ન્યાયમંદિરની ગરીમા અને છેવાડા સુધી ન્યાય માટે કટીબદ્ધતા વ્યક્ત કરતા જામનગર જીલ્લા મુખ્ય સરકારી વકીલ
અદાલત સ્તંભ છે સર્વોપરી છે લોકો ન્યાયની આશા સાથે આવે છે ત્યારે પ્રમાણીક પ્રયત્નો અને કાયદાકીય જહેમત ઉઠાવવા ટીમ વર્કનુ મહત્વ
કાયદા વિભાગે વિશ્ર્વાસ મુકી જવાબદારી સોંપી અને જ્યુડીસરીની અપેક્ષા બંને કસોટી ઉપર ખરા ઉતરવા કુદરતી ઉર્જા ખુબ મહત્વની
જામનગર ( ભરત ભોગાયતા)
સાચુ હિન્દુસ્તાન ગામડામા વસે છે તેમ પૂ.ગાંધીજી કહેતા અને રાષ્ટ્રનો ધબકાર ગામડા છે તેમ પણ સમાજશાસ્રીઓ કહે છે સાથે સાથે છેવાડાના માનવી સુધી પહોંચવાનો ધ્યેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્ત કરતા આવ્યા છે ત્યારે ગ્રામીણ અદાલત અંગે અનેક જહેમત એક દાયકાથી વધુનો પરીશ્રમ જે ફલશ્રુતિ સુધી પહોંચ્યો એવા નિષ્ઠાપુર્વક દરેક સતામંડળ સમક્ષ સફળ રજુઆત કરનારા જામનગર જીલ્લાના મુખ્ય સરકારી વકીલ જમનભાઇ ભંડેરી કઇક હટકે છે તેમનુ રૂટીન ચુસ્ત છે તો ડીસ્ટ્રીક્ટ ગર્વ.પ્લીડર તરીકેની ફરજ પણ ચુસ્ત છે
મુખ્ય સરકારી વકીલને ફરજો અને ભુમિકા ખુબ અગત્યની છે તે ન્યાયમંદિરનુ અભિન્ન અંગ છે તેમજ ત્યા મુખ્ય સરકારી વકીલે સરકારના હિતને જાળવવાનુ હોય છે જે બાબતે સ્પષ્ટ ટીપ્પણી હાઇકોર્ટે પણ કરી હતી.
સરકારી વકીલ બનવા માટે કાયદા સ્નાતકને ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ તર વખતે ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જોઈએ. તેમજ જાણીતા અને પ્રખ્યાત વકીલ હોવા જોઇએ ઉપરાંત રાજકીય સંપર્ક પણ સારો હોવો જોઈએ. અને
સરકાર દ્વારા પસંદ થવા પર, સરકારની ઇચ્છા મુજબ સરકારી વકીલનું પદ મળે છે ઉપરાંત પરીક્ષા દ્વારા પણ સરકારી વકીલની સરકાર પસંદગી કરતી હોય છે
ત્યારે મુખ્ય સરકારી વકીલ તરીકે સરકાર પસંદગી નો કળશ એવી વ્યક્તિ ઉપર ઢોળે છે જેઓ સરકારી વકીલ તરીકેની પાત્રતા ઉપરાંત તટસ્થ રીતે કાર્યશૈલી કાયદાઓના ઉંડા અભ્યાસુ જ્યુડીસરી અને પોલીસ વિભાગ વચ્ચે સેતુ બની શકે તેમજ સરકાર ના એટલે કે જાહેર હિતમા ન્યાય પ્રસ્થાપીત થાય તે મુજબ ની ખુબ કપરી કામગીરી પાર પાડવાની હોય છે આ બાબતોમાં જામનગરના મુખ્ય સરકારી વકીલ શ્રી ભંડેરી નિપુણ છે એટલુ જ નહી તેમની નિપુણતાથી જ અદાલતી કાર્યવાહી નો સમય બચે છે તો કેસ સરકાર તરફથી મુકાય તેમા લગત વિભાગ ખાસ કરી પોલીસ વિભાગને માર્ગદર્શન પુરૂ પાડે છે તો બીજી તરફ કોર્ટને હકીકત થી સુપેરે વાકેફ કરાવે છે….હવે આ જોતા કેટલો અભ્યાસ જરૂરી છે??? તેનો અંદાજ આવી જાય છે વળી સ્ટાફ ઓછો છે રેકર્ડ સાચવવા વધુ વ્યવસ્થાની જરૂર છે કાર્યાલય ટુકુ પડે છે સ્ટાફને કેળવવા પડે છે…..છતાય જમનભાઇ ભંડેરી ક્યારેય ટાંચા સાધનોઉપર ફરજ ઢોળીને બેસતા નથી તેઓ ન્યાયના હિતમા તેમની ફરજ નિષ્ઠાથી બજાવી ખુબજ લોકપ્રીય બન્યા હોવાનુ સમીક્ષકો કહે છે
પ્રસશ્તિ અને પ્રચાર થી દૂર રહેનારા લોપ્રોફાઇલ એવા જામનગર જીલ્લાના મુખ્ય સરકારી વકીલ તેમજ દ્વારકા જામનગર બંને જીલ્લાના ઓડીટના પાવર્સ જેમની પાસે છે તેવા શ્રી ભંડેરી કહે છે કે અદાલતી પ્રક્રિયા જટીલ ન બને ઝડપી ન્યાય મળે નિર્દોષને સજા ન મળે એકંદર સમાજમા સારા ખુબ સારા પ્રત્યાઘાત પડે તે દિશામા કાર્યરત રહેવુ અને ટીમને કાર્યરત રાખવી એ મને ગમે છે અને અમે દરેક પ્રતિકુળતામાથી રસ્તો કાઢીએ છીએ જેનુ ધ્યેય ન્યાય છે માત્ર ચુકાદા જ નથી
જજમેન્ટ અલગ વાત છે જસ્ટીસ અલગ વાત છે જસ્ટીસ માટે કેસ સ્ટડી પુરાવા સાક્ષી પેપર વર્ક ડ્રાફ્ટીંગ કાયદા ની કલમોનો આધાર અનેવતે ઉપરાંત પ્રમાણીક પ્રયત્નો થકી અદાલત ન્યાયીક ચુકાદો આપવા સુધી પહોંચતી હોય છે તેમ પણ એક મુદા વિશે છણાવટ દરમ્યાન તેમણે ઉમેર્યુ હતુ
વર્ષ ૨૦૧૭ થી I.C. મુખ્ય પી.પી. તરીકેની ફરજ મા અનેક ન્યાયીક ચુકાદા આવ્યા તેના યશભાગી જમનભાઇ બન્યા છે સાથે સાથે જ્યુડીસરી મેનેજમેન્ટ અને લોફુલ એપ્રોચ ઉપરાંત મેજીસ્ટેરીયલ બાબતો પોલીસની ચાર્જશીટ જે ગંભીર ગુનાની હોય છેવતેને આખરી મહોર મારવાની બાબતો લો એન્ડ ઓર્ડર સીચ્યુએશન પબ્લીક એક્પેક્ટેશન સરકારી કચેરીઓની કાર્ય પ્રણાલી અને કાયદાનો બેઝ એવીડન્સ સર્કમ્સસ્ટેન્ટીસ ના કાયદાની બાબત તેમજ શાસન પ્રસાશન પ્રણાલીની બાબત સહિત અનેકવિધ બાબતો મા નિપુણ તેમજ રાજ્ય સ્તરીય પ્રોસીક્યુશન અને એક્ઝીક્યુશન બાબતો અંગે પારંગત શ્રી ભંડેરી હંમેશા એવુ કહે છે કે ન્યાયમંદિરની ગરીમા અને છેવાડા સુધી ન્યાય માટે કટીબદ્ધતા એ જ મારૂ ધ્યેય છે ( પોતે ગ્રામ્ય વિસ્તારમાંથી આવી ને તે પદ ઉપર પહોંચ્યા છે કે જીલ્લાનીઓથોરીટીઝ લીગલ ઓપીનીયન તેમનો લે છે) તેમણે ઉમેર્યુ છે કે અદાલત સ્તંભ છે સર્વોપરી છે લોકો ન્યાયની આશા સાથે આવે છે ત્યારે પ્રમાણીક પ્રયત્નો અને કાયદાકીય જહેમત ઉઠાવવા ટીમ વર્કનુ મહત્વ ખુબ છે તો ક્યાય ઉણપ હોય તો તે ચાલે નહીકે તે બહાનુ દઇ શકાય નહી તે માટે જાતે વધુ કવાયત કરી ન્યાય પ્રણાલી અને ગર્વ.સીસ્ટમ્સ સાથે કદમ મીલાવી જરૂર પડ્યે સતત દોડે પણ છે કેમકે રાજ્ય સરકારના
કાયદા વિભાગે વિશ્ર્વાસ મુકી જવાબદારી સોંપી અને જ્યુડીસરીની અપેક્ષા બંને કસોટી ઉપર ખરા ઉતરવા કુદરતી ઉર્જા ખુબ મહત્વની છે તેમ પણ એક વાતચીતમા કહેનાર જમનભાઇ રીસ્પેક્ટેડ જજીસ સાથી સરકારી વકીલ પોલીસ અધીકારી કર્મચારીઓ સરકારી અધીકારીઓ લગત વિભાગો બાર તમામ ને પુરૂ ઇમ્પોર્ટન્સ બખુબી આપે છે અને અભ્યાસ સાથે નિત્ય સાધના અને ચિંતન મનન અને અસરકારક તેમજ સ્પષ્ટ પ્રસ્તુતીની છટા અને ગુણ એ તેમની સફળતાની પારાશીશી છે તેમ કાયદા ક્ષેત્ર ન્યાય ક્ષેત્ર ના નિષ્ણાંતો નુ તારણ છે
વધતા ગુનાઓ વધતુ કામ વધતો ધસારો ઘટતો સ્ટાફ સહિતના ગંભીર મુદે વિશેષ છણાવટ કરતા જામનગર જીલ્લા મુખ્ય સરકારી વકીલ જમનભાઇ ભંડેરી એ જણાવ્યુ હતુ કે એક તરફ ગુનાની વ્યાપકતા વિવિધતા તેમજ પ્રકાર અને પ્રમાણ નો વધારો ક્યારેક પોલીસ અને ન્યાયતંત્ર નીપ્રક્રિયા માટે પડકાર બને છે તેમજ માનસીકતા ઘણો ભાગ ભજવે છે છતાય અમે સંકલીત કામગીરી કરી ને જરૂર પડ્યે પોલીસ કાર્યવાહીનુ માર્ગદર્શન કરીને તેમજ સ્ટાફને મોટીવેટ કરીને અમારી ફરજમા ખરા ઉતરવા પ્રયત્નશીલ તો છીએ સાથે સાથે આ જહેમત સફળબથાય અને ન્યાયીક ચુકાદો મેળવવામા સફળ થઇએ તેનો આત્મસંતોષ જ અમારૂ ખરૂ વેતન છે
@_______________
B.G.B.
b.sc.,ll.b.,d.n.y.(guj.aayu.uni.)
gov.accre. Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024