મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના આંગણે રાજય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન
News Jamnagar May 26, 2023
જામનગરના આંગણે રાજય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન
રાજ્યભરના 400 ખેલાડીઓ લેશે ભાગ
તા.25 થી 28 મે સુધી ચાલનારી બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતાં સાંસદ શ્રી પૂનમબેન માડમ
યુવાઓએ સ્પોર્ટમાં વિશેષ રસ દાખવી તેને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો જોઇએ – સાંસદ શ્રી પૂનમબેન માડમ
જામનગર ( ભરત ભોગાયતા)
તા.25 થી 28 મે સુધી જામનગર શહેરની સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ ખાતે જામનગર ડિસ્ટ્રિકટ બાસ્કેટબોલ એશોસીએશન દ્વારા આયોજિત તથા એચ.આર.માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પુરસ્કૃત રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.જે ટુર્નામેન્ટનો સાંસદ શ્રી પૂનમબેન માડમે પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે સાંસદ શ્રી પૂનમબેન માડમે ટુર્નામેન્ટ અંગેની ઝીણવટભરી વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે જામનગર રમતગમત ક્ષેત્રે ખૂબ જ આગળ પડતું શહેર છે તેમજ જામનગરવાસીઓ આ પ્રકારના આયોજનોને ખૂબ જ ઉત્સાહથી વધાવે છે.યુવાઓએ જીવનમાં અવશ્ય કોઈ સ્પોર્ટને પસંદ કરી તેને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ. આવી સ્પર્ધાઓના માધ્યમથી જ આપણને શ્રેષ્ઠતમ ખેલાડીઓ પ્રાપ્ત થાય છે. જામનગરના આંગણે આ સ્પર્ધાના માધ્યમથી સમગ્ર ગુજરાત સમરસતાથી એક તાંતણે જોડાશે તેમ પણ સાંસદશ્રીએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના આંગણે સૌપ્રથમ વાર યોજાવા જઈ રહેલ આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી 400 જેટલા ખેલાડીઓ ભાગ લેશે.જેમાં ભાઈઓની ટુર્નામેન્ટ માટે ગૃપ ‘એ‘ માં ભાવનગર, કચ્છ, મોરબી, ગૃપ ‘બી‘ માં અમદાવાદ, જામનગર, સાબરકાંઠા, ગૃપ ‘સી‘ માં વડોદરા, દેવભૂમિ દ્વારકા, સુરત, ગૃપ ‘ડી‘ માં રાજકોટ, ભરૂચ, સુરેન્દ્રનગર જ્યારે ગૃપ ‘ઇ‘ માં અમરેલી તથા આણંદની ટીમો જોડાશે.જ્યારે બહેનો માટે ગૃપ ‘એ‘માં અમદાવાદ, દેવભુમિ દ્વારકા, જામનગર, ગૃપ ‘બી‘ માં પાટણ, વડોદરા, મોરબી, ગૃપ ‘સી‘ માં ભાવનગર, આણંદ, રાજકોટ, ગૃપ ‘ડી‘ માં ભરૂચ, અમરેલી, સુરતની ટીમો જોડાઈ પોતાનું કૌવત દાખવશે.
જામનગરના નાગરીકો સવારે ૭.૦૦ થી ૧૧.૦૦ તેમજ સાંજે ૪.૦૦ થી ૯.૦૦ કલાક દરમિયાન સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ ખાતે આ ટુર્નામેન્ટ નિહાળી શકશે.
આ પ્રસંગે મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ, સેક્રેટરી શ્રી શફિક શેખ, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, કોર્પોરેટર શ્રી સુભાષ જોશી તથા શ્રી પરાગ પટેલ, શ્રી સુનિલ ઠાકર તેમજ બાસ્કેટબોલ સ્ટેટ તથા ડિસ્ટ્રીક્ટ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
@__________….____
AKBAR BAXI honour
BGB editor
gov.accre journalist
jamnagar
8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025