મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
SOG ના નામે ફોન કરી રૂપિયાની ઉઘરાણી કરતા નકલી પોલીસને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.
News Jamnagar May 31, 2023
જામનગર
જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ (IPS) નાઓએ એસ.ઓ.જી. પોલીસના નામે અલગ અલગ જિલ્લાના નાગરીકોને ફોન કરી ધાક ધમકી આપી રૂપિયાની ઉઘરાણી કરી સમાજમાં પોલીસના નામે દહેશત ફેલાવી ગુનાઓ આચરતા આરોપીને પકડી પાડવા અંગે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર બી.એન ચૌધરી સાહેબને સુચના કરેલ હોય જે અનવ્યે એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સ્પેકટરશ્રી નાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. ટીમના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી જે.ડી.પરમાર સાહેબની સુચના મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા હતા,
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના રાજેશભાઈ મકવાણા તથા રમેશભાઈ ચાવડા તથા અનિરૂધ્ધસિંહ ઝાલા ને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે એસ.ઓ.જી. પોલીસના નામે અલગ અલગ જિલ્લાના નાગરીકોને ફોન કરી ધાક ધમકી આપી રૂપિયાની ઉઘરાણી કરી સમાજમા પોલીસના નામે દહેશત ફેલાવી ગુનાઓ આચરતો આરોપી શબ્બીરહુશેન હારૂનભાઈ ભગાડ અહિ જામનગર, ખોડીયાર કોલોની, રાજચેમ્બર પાસે સીટી બસ સ્ટેન્ડ પાસે ઉભો છે જેથી સદર જગ્યાએ જતા ત્યા મજકુર આરોપી શબ્બીરહુશેન હારૂનભાઈ ભગાડ ને કુલ રૂપિયા ૩૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ જેથી મજકુર આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે સીટી “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આરોપીનુ નામ:- શબીરહુસેન હારૂન ભગાડ રહે. સલાયા ગામ ખ્વાઝા નગર, સાલ પટેલની
બાજુમાં, તા.જામખંભાળીયા જી. દેવભુમિ દ્વારકા
નીચે મજબના ગુનાઓની આરોપીએ કબલાત કરેલ છે..-
(૧) મીઠાપુર પો.સ્ટે. જી.દેવભૂમિ દ્વારકા પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૫૨૩૦૪૧૬/૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૩૮૪, ૫૦૭, ૧૧૪ તથા આઈ.ટી. એક્ટની કલમ ૬(સી), ૬ (ડી) (ર) જામનગર સીટી “સી” ડીવી. પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૨૨૩૦૯૯૪/૨૦૨૩ ઈ.પી.કો. કલમ
૧૭૦, ૪૧૯, ૫૧૧, ૫૦૪, ૫૦૭ (૩) જામનગર સીટી “એ” ડીવી. પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.ન ૧૧૨૦૨૦૦૮૨૩૦૮૮૫/૨૦૨૩ ઈ.પી.કો. કલમ
૧૭૦, ૪૧૯, ૫૧૧, ૫૦૪, ૫૦૭ (૪) મીઠાપુરમાં આવેલ તરૂણ જવેલર્સની દુકાનમાં પોતાના બેંક ખાતા રૂપિયા ન હોય તેમ છતા તે બેંકનો
ચેક આપી સોનાની ખરીદી કરી તરૂણ જવેલર્સના માલીક સાથે છેતરપીડી કરેલ છે અને આ સોનાની દુકાનના માલીકે મારા વિરૂધ્ધ દ્વારકા કોર્ટમાં કેસ કરેલ છે.
(૫) જામખંભાળીયામા દ્વારકાધીશ ઈ-બાઈક વાળાને બાઈક ખરીદવાના નામે ફોન કરી ધાક ધમકી આપેલ
છે.
(૬) જામનગરમાં આવેલ એક ટાયરની દુકાન વાળાને ફોન કરી કહેલ કે મારે ટ્રકના આઠ ટાયર લેવા છે
આમ કહી તેને ધાક ધમકી આપેલ છે.
(૭) જામનગર પવનચક્કી વિસ્તારમા આવેલ એક લેપટોપની દુકાનના નંબર મેળવેલ તેને પોલીસના
નામે ધાક ધમકી આપેલ છે.
(૮) જામનગરની એક મોબાઈલની દુકાનના નંબર મેળવી મે તેને ફોન કરી કહેલ કે મારે “એસ-૨૨ અલ્ટ્રા
મોડલનો” મોબાઈલ ફોન જોઈએ છે આમ કહી ધમકાવેલ છે.
(૯) દોઢેક વર્ષ પહેલા મહાકાળી સર્કલથી આગળ એરફોર્સ રોડ આવેલ એક અનાજ કરીયાણાની દુકાન વાળાને ખોટો ચેક આપી અનાજ કરીયાણ ખરીદી તેની સાથે છેતરપીંડી કરેલ છે.
(૧૦) જામનગરની એક પ્રખ્યાત હોટલમા ફોન કરીને કહેલ કે તમારી હોટલમા વીસ માણસો જમવા માટે
આવશે તેની વ્યવસ્થા કરી નાખજો આમ કહી ધમકાવેલ છે. (૧૧) જામખંભાળીયામાં એક સાયકલની દુકાન વાળાને ફોન કરેલ હતો અને તેને કહેલ કે ભાઈ હુ સીરહુશેન ભગાડ બોલુ છુ અને હુ સલાયાનો છુ અને અત્યારે હું દુબઈથી મુંબઈ આવેલ છું અને અત્યારે હું મુંબઇ એરપોર્ટ ઉપર છુ અને મારે સલાચા ગામમા ત્રણ સાયકલ જોઈએ છે આમ કહી તેની સાથે રૂપિયા
૧૬,૦૦૦/- ની છેતરપીંડી કરેલ છે,
(૧૨) હમણા ગયેલ રમઝાન મહિનામા મે જામખંભાળીયામા આવેલ નોનવેઝ બનાવતી રોશન હોટલમા ફોન કરેલ અને કહેલ કે હુ શબ્બીર બોલુ છુ અને હુ સલાયા ગામનો છું અને હાલ હું દુબઈથી આવેલ છુ અને મુંબઈ છું મારે અહિ ખંભાળીયા મસ્જીદમાં ત્રણ દિવસ માટે બિરયાની મોકલવાની છે આમ કહી તેની સાથે રૂપિયા ૩૨,૦૦૦/- ની છેતરપીંડી કરેલ છે,
(૧૩) દોઢ મહિના પહેલા જામખંભાળીયામાં આવેલ એક હોટલના માલીકને ફોન કરેલ અને કહેલ કે શબીર બોલુ છુ અને હાલ હુ મુંબઈ છું અને મારી સાથે ૧૫-૧૬ જણા છે અને તેને રહેવા તથા જમવા માટેની સગવડ કરવાની છે આમ કહી તેની સાથે રૂપિયા ૬૦,૦૦૦/- ની છેતરપીંડી કરેલ હોવાની કબુલાત આપેલ છે.
જામનગરના નાગરીકોને અપીલ કરવામાં આવે છે કે આ આરોપી દ્વારા પોલીસ અથવા અન્ય કોઈ વ્યક્તિના નામે ફોન કરી ધાક ધમકી આપેલ હોય કે છેતરપીંડી કરેલ હોય જામનગર પોલીસનો સંપર્ક કરવો,
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025