મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
30.000 ના વોન્ટેડ ઇનામી આરોપી જે કુખ્યાત ચડ્ડી બનિયાનધારી ગેંગ ના મુખ્ય સુત્રધાર અને છેલ્લા ૧૧ વર્ષથી સચિન (સુરત) પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં પોલીસને થાપ આપી નાસતો ફરતો હોય જે આરોપીને વડોદરાના સિનોર તાલુકાના ગરાડી ગામેથી દબોચી લેતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ
News Jamnagar June 10, 2023
જામનગર
પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ સાહેબ (IPS)રાજકોટ વિભાગ રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે ખાસ ડ્રાઇવ રાખી સુચના કરેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબ (IPS)નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર જે.વી.ચૌધરી સાહેબ નાઓની સુચના મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.જે.મિયાત્રા તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા અંગે જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોયડા, ભરતભાઇ ડાંગર, કાસમભાઇ બ્લોચ, અરવિંદગિરિ ગોસાઈનાઓને બાતમીદારો મારફતે ખાનગી રાહે બાતમી મળેલ કે સુરતના સચિન પોલીસ સ્ટેશન ના ફર્સ્ટ ગુના નં.-૮૪/૨૦૧૨ આઇ.પી.સી. કલમ-૩૯૫,૩૯૭,૩૩૬,૪૨૭ તેમજ સચિન પોલીસ સ્ટેશન ના ફર્સ્ટ ગુના નં.- ૫૩/૨૦૧૪ આઇ.પી.સી. કલમ-૩૯૫,૩૯૭,૩૩૬,૪ર૭ના કામે નાસતા ફરતા વોન્ટેડ ઇનામી આરોપી દશરીયા ઉર્ફે ધારીયો નાન્દાભાઇ રાઠવા રહે.-અંબાજા ગામ તા.સૉઢવા જિ.અલીરાજપુર (એમ.પી.)વાળો હાલ વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના ગરાડી ગામ ખાતે રહે છે જે હકીકત આધારે સદરહુ હકિકત વાળા ઇસમને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે સચિન પોલીસ સ્ટેશન જાણ કરી સિનોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવાની કાર્યવાહી કરેલ છે.
સદરહું આરોપી કુખ્યાત ચડ્ડી બનિયાનધારી ગેંગનો શખ્સ હોય જેણે પોતાના સાગરીતો સાથે મળી વર્ષ- ૨૦૧૨મા સુરતના ચોર્યાસી તાલુકાના ખરવાસા ગામે મોડી રાત્રીના શરીરે ચડ્ડી તથા બનિયાન પહેરી તથા મોઢે કપડા બાંધી ચોરી તથા લૂંટ કરવાના ઇરાદે ગામમાં ધાડ પાડી ગ્રામજનોને બાનમા લઈ ફરિયાદી તથા સાહેદોને ભયમા મુકી લાક્ડાના ફટકાઓ મારી છુટ્ટા પત્થરાના ઘા મારી ઇજાઓ કરી ફરિયાદીના ઘરમાથી રોકડ રુપીયા તથા સોનાના દાગીના મળી કુલ ૦૪ લાખ ૬૫ હાજર જેટલી લૂંટ ચલાવેલ હતી.
તેમજ બીજા બનાવમાં વર્ષ ૨૦૧૪મા સચિન વિસ્તારમા મોડી રાત્રીના ચોરી તથા લૂંટ કરવાના ઇરાદે ધાડ
પાડી ફરિયાદીના મકાને છુટ્ટા ઈંટ પત્થરના ઘા કરી ભયમાં મુકી લોખંડના સળીયા વડે ફરિયાદીને માર મારી ઇજાઓ
કરી મોબાઈલ તથા સોના દાગીના મળી કુલ-૩૬ હજારની લૂંટ કરેલ હતી.
આમ સદરહુ આરોપી છેલ્લા ૧૧ વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપી ઉપર રૂ. ૩૦,૦૦૦/- ના ઇનામની જાહેરાત થયેલ હોય જેથી સદરહુ આરોપી બાતમી આધારે ઉપરોક્ત જણાવેલ સ્થળેથી પકડી પાડવામા આવેલ છે. આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એલ.જે.મિયાત્રા તથા એ.એસ.આઇ.ગોવિંદભાઇ ભરવાડ તથા લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, હેડ કોન્સ.ગજેન્દ્રસિંહ જાડેજા,સલીમભાઇ નોયડા,કાસમભાઈ બ્લોચ,ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કોન્સ. મહિપાલભાઇ સાદિયા,ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ. હેડ કોન્સ. અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બળવતસિંહ પરમાર નાઓ દ્વારા કરવામાં આવેલ છે
Tags :
You may also like
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી મા અમૃતમ અને આયુષમાન કાર્ડ અંગે સજાગ રહો અને તબીબી સારવાર માટે દસ લાખ સુધી મફત લાભ મેળવો આ લ...
November 26, 2023