મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લાખો રૂપિયાની ચોરીનો ભેદ ગણતરીના દિવસ માં ઉકેલતી જામનગર એલ.સી.બી.
News Jamnagar July 10, 2023
જામનગર ના ધ્રોલ તા.ગત તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ ફરીયાદી રાકેશભાઇ મનહરભાઇ શેઠ નાઓની ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં આવેલ ’’ શ્રી મહાવીર ટ્રેડીંગ કંપની ’’ નામની દુકાનમા રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ દુકાનની બારીની લોખંડની ગ્રીલ તોડી દુકાનમા તીજોરી માંથી રોકડ રૂપીયા ૧૦,૮૫,૦૦૦/-ની ચોરી થવા અંગેનો ચોરીનો બનાવ વણશોધાયેલ હતો.
જામનગર જીલ્લાના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય, જેથી પોલીસ અધિક્ષક.પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓના માર્ગદર્શન હેઠળ જામનગર જીલ્લના વણશોધાયેલ ગુનાઓના ભેદ ઉકેલવા એલ.સી.બી.પો.ઇન્સ. શ્રી જે.વી.ચૌધરી નાઓ તથા પો.સ.ઇ. આર.કે.કરમટા, પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓ તથા સ્ટાફની ટીમો બનાવી કાર્યરત કરવામાં આવેલ,ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી,સાથો સાથ જામનગર,મોરબી,રાજકોટ,જુનાગઢ જીલ્લા ઉપરાંત ધ્રોલ,જોડીયા પો.સ્ટે. વિસ્તારમાં સદરહુ વણશોધાયેલ ગૂનાઓ શોધી કાઢવા અંગે શંકાસ્પદ ઇસમોની તપાસ કાર્યવાહી કરવામા આવેલ,
દરમ્યાન સ્ટાફના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા યશપાલસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે ધ્રોલ તાલુકાના માણેકપરગામ ના પાટીયા પાસેથી આરોપીઃ-પ્રકાશભાઇ ઉર્ફે પકો જેન્તીભાઇ કુઢીયા રહે.મોરબી વાળાના કબ્જામાંથી ચોરી કરી મેળવેલ રોકડ મો.ફોન,મો.સા.-વિગેરે સાથે પકડી પાડી,મજકુર વિરૂધ્ધ પો.ઇન્સ. જે.વી.ચૌધરી નાઓએ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
અટક કરેલ આરોપીઃ-
૧) પ્રકાશભાઇ ઉર્ફે પકો જેન્તીભાઇ કુઢીયા રહે.મચ્છુ નદીના સામા કાઠે, મફતીયાપરા, ભીમસર ના ઢોળે, મોરબી
અટક કરવાના બાકી આરોપીઃ-
૧) અનીલભાઇ રામાભાઇ સોલંકી રહે. રાજકોટ
૨) પરેશભાઇ નરશીભાઇ સોલંકી રહે.જેતપુર જી.રાજકોટ
કબ્જે કરેલ મુદામાલઃ-
૧) રોકડ રૂપીયા ૨,૦૦,૦૦૦/-
૨) આઇફોન કિ.રૂ. ૪૦,૦૦૦/-(જે ચોરીના પૈસામાથી રોકડ રૂપીયા માંથી ખરીદ મોબાઇલ ફોન)
૩) હીરો હોન્ડા સપ્લેન્ડર મો.સા-૦૧કિ.રૂ. ૪૦,૦૦૦/-
૪) ચોરી કરવામા ઉપયોગ મા લીધેલ સાધનો પકડ, લોખંડ કાપવાની તણી, વાંદરા ટોપી -૧ કિ.રૂ. ૦૦/૦૦
શોધી કાઢેલ ગુનાઓઃ-
(૧) ધ્રોલ પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૨૦૨૦૧૪૨૩૦૨૯૬/૨૦૨૩ ઇપીકો કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ
ગુનાહિત ઇતિહાસઃ-
આરોપીઃ- પરેશભાઇ નરશીભાઇ સોલંકીનો ગુનાહિત ઇતિહાસ
૧) રાજકોટ શહેર પ્રધ્યુમન નગર પો.સ્ટે. ગુરન ૧૩૪/૨૦૧૬ ઇપીકો ૩૭૯
૨) રાજકોટ શહેર એ ડીવી. પો.સ્ટે. ગુરન ૧૧૫/૨૦૧૬ ઇપીકો ૩૭૯
૩) ગીરગઢડા પો.સ્ટે. પ્રોહી ગુરન ૭૧/૨૦ પ્રોહીબીશન ધારા મુજબ
૪) પ્રભાસપાટણ પો.સ્ટે. ગુરન ૫૯૬/૨૦૨૧ ઇપીકો ૪૫૭,૩૮૦
૫) પ્રભાસપાટણ પો.સ્ટે. ગુરન ૫૯૯/૨૦૨૧ ઇપીકો ૪૫૭,૩૮૦
આરોપીઃ– અનીલભાઇ રામાભાઇ સોલંકીનો ગુનાહિત ઇતિહાસ
૧) રાજકોટ પ્રધ્યુમનનગર પો.સ્ટે. ગુરન ૬૦૦/૨૦૨૦ જી.પી.એકટ ૧૩૫(૧)
૨) રાજકોટ થોરાળા પો.સ્ટે. ગુરન ૧૯૩૩/૨૦૨૧ જી.પી.એકટ ૧૩૫(૧)
૩) પડધરી પો.સ્ટે. ગુરન ૫૬૫/૨૦૨૧ ઇપીકો કલમ ૧૮૮
આ કાર્યવાહી પો.ઇન્સ. જે.વી.ચૌધરી તથા પો.સ.ઇ. આર.કે.કરમટા પો.સ.ઇ. એસ.પી.ગોહિલ, તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ,નાનજીભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, શીવભદ્રસિંહ જાડેજા,નિર્મળસિંહ જાડેજા, હિરેનભાઇ વરણવા, ફિરોઝભાઇ ખફી,બલવંતસિંહ પરમાર,રાકેશભાઇ ચૌહાણ, કિશોરભાઇ પરમાર,સુરેશભાઇ માલકિયા, ડ્રાયવરઃ-દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025