મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઘર આંગણે જ મતદારયાદીમાં સુધારો કરવાની તક મળી રહી છે ત્યારે આ ઝુંબેશનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લા કલેકટર બી.એ.શાહની મતદારોને અપીલ
News Jamnagar July 20, 2023
આગામી તા.૨૧ ઓગસ્ટ સુધી જિલ્લાના તમામ વિસ્તારોમાં BLO દ્વારા હાઉસ ટુ હાઉસ મતદારયાદી સુધારણા કાર્યક્રમનું આયોજન
https://youtu.be/QaMrxvMXDnE જામનગર તા.૨૦ જુલાઇ, ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૩ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ અંતર્ગત હાઉસ ટુ હાઉસ કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અંગેની વધુ વિગતો આપતા જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહે જણાવ્યું હતું કે આગામી તા.૨૧/૦૭/૨૦૨૩ થી તા.૨૧/૦૮/૨૦૨૩ સુધી જામનગર જિલ્લામાં આવેલ તમામ વિધાનસભા મતવિસ્તારમાં આવેલ તમામ ભાગોના બી.એલ.ઓ.શ્રીઓ પોતાને સોંપાયેલા વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ મુલાકાતે આવનાર છે.મતદારયાદી સુધારણા માટેની આ હાઉસ ટુ હાઉસ ઝુંબેશમાં BLO દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવા, નામ કમી કરવા, નામ સુધારવા વગેરે જેવી મતદાર યાદીને લગતી કામગીરી જરૂરી ફોર્મ્સ ભરી ઘરે આંગણે જ કરી આપવામાં આવશે ત્યારે આ ઝુંબેશનો વધુમાં વધુ નાગરિકો લાભ લે તે ઇચ્છનીય છે.
*હાઉસ ટુ હાઉસ કાર્યક્રમ દરમિયાન BLO દ્વારા નીચે મુજબની કામગીરી હાથ ધરાશે*
(1)BLO મતદારયાદીમાં નોંધાયેલા છે તેવા તમામ ઘરોની મુલાકાત લઈ, ફોર્મ નં. ૬, ૭ અને ૮ મેળવવાની કામગીરી કરાશે.ખાસ કરીને જે યુવા નાગરિકોની ઉંમર તા.૦૧/૧૦/૨૦૨૩ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થાય છે તે તમામ યુવાઓના નામો મતદારયાદીમાં દાખલ કરવા માટે ફોર્મ નં. ૬ મેળવવાની કામગીરી હાથ ધરાશે.(2)મતદારયાદીના આધારે મતદારોની ખરાઈ દરમ્યાન એક કરતા વધુ વખત નોંધાયેલા કાયમી સ્થળાંતરીત અને અવસાનના કિસ્સામાં મતદારયાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ નં. ૭ મેળવવાની કામગીરી કરશે.(3)મતદારયાદીના આધારે મતદારોની વિગતોની ચકાસણી કરી જો મતદારો કોઈ સુધારો સૂચવે તો તેવા મતદારો પાસેથી ફોર્મ નં.૮ મેળવવાની કામગીરી હાથ ધરાશે.(4)નવી અસ્તિત્વમાં આવેલ સોસાયટીઓ તેમજ એપાર્ટમેન્ટસની મુલાકાત લઈ તેને મતદારયાદીમાં સામેલ કરવા માટે લાગુ પડતા ફોર્મ્સ મેળવવાની કામગીરી કરવામાં આવશે.
આ બાબતો ઘ્યાને લઈ જામનગર જિલ્લાના તમામ મતદારોને ઘરે મુલાકાત માટે આવેલા બી.એલ.ઓ.શ્રીને તેમની કામગીરીમાં યોગ્ય સહયોગ આપવા અને મતદારયાદીમાં જો કોઈ વિગતો સુધારવાની થતી હોય તો ઘરે બેઠાં જ લાગુ ફોર્મ્સ ભરવા માટેની ઝુંબેશનો અવશ્ય લાભ લેવા જિલ્લા કલેકટર દ્વારા મતદારોને અનુરોધ કરાયો છે.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025