મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
JMCભુગર્ભ-નેટવર્ક અને ફરિયાદ નિકાલ અવિરત ગ્રોથ
News Jamnagar October 31, 2023
JMCભુગર્ભ-નેટવર્ક અને ફરિયાદ નિકાલ અવિરત ગ્રોથ
જામનગરનો વિસ્તાર વધતા નેટવર્ક વધ્યુ કેમકે વપરાશ વધતા નિકાલ વધ્યા પ્રોસેસ વધી STP પણ નવો બનશે સતત કામગીરી સાથે ઇજનેરી કૌશલ્યની કસોટી પરંતુ સૌ નો સહયોગ સંકલન છે પ્રસંશનીય
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર મહાનગરપાલીકાની ભુગર્ભ શાખાનો કામગીરીનો એકતરફ પ્રોજેક્ટ વર્ક અને ડેવલપમેન્ટ બીજીતરફ ફરિયાદ નિકાલ વિભાગ એ બંને માટે એક લીટીમા કહી શકાય કે JMCભુગર્ભ શાખામા – જરૂરીયાત મુજબ નાગરીકોના વસવાટ મુજબ વિસ્તાર મુજબ અને મંજુરીઓ મુજબ સતત વધતુ નેટવર્ક છે અને ફરિયાદ નિકાલમા પણ અવિરત ગ્રોથ છે આ બધુ જ ઇજનેરી કૌશલ્યની કસોટી સમાન હોય છે પરંતુ સતાધારી પાંખ વહીવટી પાંખ અને ગ્રાઉન્ડ ઉપર થતુ કામ એમ સૌ નો સહયોગ સંકલન છે માટે પ્રસંશનીય રીતે આ બ્રાંચના વિભાગોની ટીમ કાર્યરત છે
હાલ અમૃત યોજના હેઠળ ભુગર્ભ ગટર લાઇન નાખવાના કામ ચાલુ છે જેમાં ઢીંચડા તરફનો વિસ્તાર એટલે કે વોર્ડ નંબર ૬ નો વિસ્તાર આવરી લીધો છે જે નવો ઉમેરાયેલો પણ ઘણો છે જ્યા પ્રથમ વખત એંડરગ્રાઉન્ડ ડ્રેનેજની લોકોને સુવિધા મળશે
અત્યાર સુધી જ્યાત્યા કેનાલોમા નદીમા ખુલ્લામા ક્યાક ખાડામા ગટરોમા જે ઉભરાય….વગેરેમાં પાણી જતા હતા તેના બદલે બધુ જ પાણી ભુગર્ભ ગટરમા જશે એટલુજ નહી તે પાણી એકઠુ થય પ્રોસેસ થાય અને રીયુઝ થાય તેવુ આયોજન છે
ઉપરાંત હાલ જે ટેન્ડર ઓનલાઇન છે તે દિવાળી બાદ કામ શરૂ થશે જેમાં હાપા વિસ્તાર નાઘેડી રોડ વિસ્તાર કર્મચારી નગરના વિસ્તારોમા ભુગર્ભગટરના નેટવર્કના કામ હાથ ધરાશે
તેમ ખાસ કરીને હાલ ૮૦ એમએલડી ગટરનુ પાણી નીકળે છે નેટવર્ક વધતા ૯૦ સુધી પહોંચશે ત્યારે ૭૦ એમ એલડી ગંદા પાણી પ્રોસેસ નો પ્લાન્ટ તો ગાંધીનગર વિસ્તાર પાછળ છે જ જે કાર્યરત છે અને નવો એક વધુ ૨૦ mld નો STP બનશે જે સામાન્ય સમજણ માટે લાલપુર બાયપાસ પહેલા
મારૂ કંસારા હોલ ની ખુબ પાછળના વિસ્તાર જે તરફ નદી ના વહેણ જાય છે તે તરફ આ પ્લાન્ટ ભતા હાલ વપરાશ વધતા ૭૦ એમએલડી માથી ૮૦ લાખ હાલ છે વધીને ૯૦ થશે તે નિકાલના પાણીની પ્રોસેસ થઇ શકશે જેથી ગંદુ પાણી દરીયામા જતુ અટકી શકે હાલ એક પ્લાન્ટ કાર્યરત છે તેનાથી ખુબ જંગી જથ્થો જે ગંદા પાણીનો દરીયામા જઇ પ્રદુષણ કરતો તો તે અટક્યો છે દેખીતુ છે કે નેટવર્ક વધે એટલે એસટીપી સુધી ગંદા પાણી એકત્ર કરી પહોંચાડવાના હોય માટે
પમ્પીંગ સ્ટેશન પણ વધારવા પડે તેનુ પણ આયોજન થયુ છે
સમજવા જેવુ એ પણ છે કે વધતા જતા ખુબજ ટ્રાફીક અને વિકસતા વિસ્તારો અંડર ગ્રાઉન્ડ પાવર ઇન્ટરનેટ વિજ ગેસ ફોન વગેરેની લાઇનો ના કારણે પાણીની લાઇનો બદલવી નવી લાઇનો નાખવી જુદી જુદી સાઇટ થી ગંદા પાણી લાવવાના પ્રોજેક્ટ વર્ક તેમજ લાઇનોના જંક્શન ના અને અેાેસરીઝ ને જાળવવાના રીપેર કરવાના કામો ઇજનેરી દ્રષ્ટીએ જહેમતવાળા કામ છે તેમજ જમીન ના સ્તર પોલાણ પથરાવ ઢોળાવ પ્રકાર ઉપયોગ વગેરે વિશેષતા બદલાય તેમજ રોડના કામ વચ્ચે વર્ક બેલેન્સ રાખી કરવામાં નિપુણતાની કસોટી થઇ જાય છે ઉપરાંત આ દરેક નાના મોટા પ્રોજેક્ટ ગ્રાઉન્ડ ઉપર સાકાર થાય તે પહેલા તેનુ ડીઝાઇનીંગ વર્ક પ્રોજેક્ટ રીપોર્ટ કરવાના કામોની કસરત ઘણી હોય છે
આ દરેક પડકાર વચ્ચે જામનગરનો વિસ્તાર વધતા ભુગર્ભ ગટર નેટવર્ક વધારવાની જરૂરીયાત વધી છે માટે જ ભુગર્ભગટર પ્રોજેક્ટ શાખા દ્વારા
નેટવર્ક વધારવાની સતત જહેમત થઇ રહી હોય હાલ હાથ ઉપરના કામ પુર્ણ થયે ૭૦૦ થી ૮૦૦ કીમીનુ નેટવર્ક થશે
ત્યારે જાણકારોના અભિપ્રાય મુજબ જન સ્વાસ્થ્ય-સુખાકારી જાળવવા જામ્યુકોની સફળ જહેમત એટલે કરોડોલીટર ગંદાપાણીનો વૈજ્ઞાનિક નિકાલ
રોજના કરોડો લીટર ગંદા પાણીના નિકાલ-પ્રોસેસ કરી ટેકનોલોજી સાથે જન સ્વાસ્થ્ય-સુખાકારી જાળવવા જામ્યુકોની સફળ જહેમત છે તે માટે તબક્કાવાર આગળ ધપતો ભુગર્ભ ગટર પ્રોજેક્ટ –ટેકનોલોજીનો ઉપયોગ સાથે કસોટી પર ખરી ઉતરતી ટીમ જામપા—નવા ભળેલા વિસ્તારોમા પણ ઠોસ કામગીરી વગેરે બાબતો નોંધપાત્ર છે કેમકે ડ્રેનેજનેટવર્ક દ્વારા સીવેજવોટરકલેક્શન–નિકાલ–ટ્રીટમેન્ટ-રીયુઝ આયોજન–નિકાલ સહિતના કામ માટે જામનગર કોર્પોરેશનની અવિરત જહેમત—૨૪*૭*૩૬૫ છે
@___ખાસ અપીલ…..
વરસાદી કે અન્ય વધુ જથ્થાના કોઇ પાણી વખતે ભુગર્ભ ગટરના ઢાંકણા નહી ખોલવા કોર્પોરેશન ની અપીલ છે —આ ભુલ જીવલેણ અકસ્માત સર્જી શકે છે અને જનતાના નાણા નો જ ખર્ચ વધતો જવાનો છે —ફરી ખાસ વિનમ્ર ચેતવણી અંડરગ્રાઉન્ડ ડ્રેેનજના મેનોલ ન ખોલો PLS તે જોખમ નોતરશે—સલામતી નહી જળવાય–આ ભુલ જીવલેણ અકસ્માત સર્જી શકે
@____લોકોની તંદુરસ્તી માટે….
જીવન માટે જળ અનિવાર્ય તો તંદુરસ્તી સાથે જનઆરોગ્ય માટે ગંદાપાણી ના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે -રોજ ૭૦ mld વહન ડ્રેન કરતી વ્યાપક લાઇન અને પ્રોસેસ ટ્રિટમેન્ટ કરતુ સુએજ પ્લાન્ટ તો ત્યા ગટરના પાણી પહોંચાડતા પમ્પીંગ સ્ટેશન છે જે માટે મેયર-ચેરમેન-કમીશનર–ડે.કમી.-આસિ.કમી.-કા.ઇ.–નાયબ ઇજનેરો-જુ.ઇજનેરો તેમજ પ્રોજેક્ટ તેમજ O &M માટે સમર્પિત કામગીરીમા કાર્યરત ટીમ સ્ટાફ એજન્સી નુ સમન્વય આપે છે ગંદા પાણીને શુદ્ધતાની દિશા
-એકંદર સતાધારી અને વહીવટીપાંખ દ્વારા મનોબળ પુરૂ પડાતુ મનોબળ તેમજ સૌ ઇજનેરોનુ સંકલન કા.ઇ. ભાવેશ જાનીની દીર્ઘદ્રષ્ટી નગરના વિકાસ મુજબ પાણી પહોંચાડવા તંત્રને અવિરત સક્ષમ બનાવી રહ્યુ છે અને ઝડપી પ્રગતિ છે તેવા અનેક તારણો મળ્યા છે સાથે સાથે લોકોની ફરિયાદ નિકાલ ને અને લીકેજીસ રીપેર કરવાના કામો ને અગ્રતા અપાઇ રહ્યાનુ જાણવા મળે છે જે આ અનેક બાબતો કમ્પેરેટીવલી હાલ ખૂબ સરાહનીય રહ્યાનુ અને વધુમા વધુ સક્ષમતાથી કામ થતુ હોવાનુ પણ સમીક્ષકો અને નિષ્ણાંતોનુ તારણ છે જો કે સિક્કની બે બાજુઓની જેમ હકારાત્મકતા ઉર્જા વધારે છેવતે સિદ્ધાંત મુજબ આ શાખામા સૌ ધ્યાન આપે છે
_____તંદુરસ્તીકી રક્ષા કરતા હૈ……….અહી ભુગર્ભ ગટર દ્વારા થતા ગંદા પાણીના નિકાલ…( કલ્પના કરો કે ગંદા પાણી જેમ તેમ રેલાતા હોય તો શુ થાય?? સૌ જાણે છે…..).અમુક વખતે મોટા ઘર કે સોસાયટીઓમા ગટરની લાઇન માટે પાઇપ નખાવામા કેટલી ય કવાયત થતી હોય છે ત્યારે આ તો નગરના ૧૨૫ ચો.કી.મી. થી વધુ વિસ્તારોમા જ્યા જ્યા મંજુરીઓ મળતી જાય તેમ નવા પથરાયેલા વિસ્તારો માં ૧૦ થી વીસ ફુટ નીચે ક્યારેક વધુ નીચે પાઇપલાઇન નાખવાની અને એ પણ ટેકનોલોજી ની પુરેપુરી કસોટી નહી??
@_____પીવાના તેમજ રોજ બરોજના કામ મા ઉપયોગી જળનુ ખુબજ મહત્વ છે આ મહત્વની જેમ જ સ્વચ્છતા જીવન નો એક અભિન્ન હિસ્સો છે જો ગંદકી ગટરના પાણી અન્ય કચરા કે ગંદુ પ્રવાહી વ્યક્તિની ઘરની કચેરીની આજુબાજુ કે રસ્તા ઉપર ક્યાય પણ હોય તો તે જન આરોગ્ય અને મનોસ્વસ્થતા ને મુડ પણ બગાડે છે આવન જાવન મુશ્કેલ બને તેમજ જંતુ પનપે જે બિમારીકરે છે ને સ્વાસ્થ્ય બગાડે છે માટે તંદુરસ્તી માટે પીવાના પાણીજેટલુજ આ અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ સીસ્ટમ્સ અગત્યની છે કેમકે ગંદા પાણી નિકાલમા આયોજન ન હોય તો જમીન ના તળમા રહેલ પાણી જમીન પણ બગડે ખેતરોમા જાય તો ગંદા પાણી થી તે જમીન બગડે ભરાવો થાય તો રસ્તા રોડ બગડે મચ્છર વગેરે જંતુઓ વધે તો મચ્છરજન્ય રોગ વધે કા જંતુઓ પાણીમા પડે લોકોને નડે વગેરે વગેરે ઘણુ થાય તે રોકવા આ કવાયત જામનગર કોર્પોરેશન કરે છે
શહેરના નવા જુના મળી તમામ વિસ્તારના ગંદા પાણી એકઠા કરવા પોણા છસ્સો કીમી થી વધુ જેટલુ પાઇપ લાઇન નેટવર્ક અડધો ડઝન પમ્પીંગ સ્ટેશન તેમજ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક લાખ જેટલા કનેક્શન ઉપરાંત આ બૈઝીક પ્લાનમા જરૂર મુજબ વધારો થય રહ્યો છે
ખોદકામ પાઇપ ફીડીંગ અને લેવલીંગ ચેમ્બર પમ્પીંગ માટે નેટવર્ક સુએઝ પ્લાન્ટ સુધી ગંદુ પાણી પહોંવાડવુ રોજનુ ૭૦ mld એટલે ૭ કરોડ લીટર ગંદુ પાણી પહોંચાડવુ વગેરે
@_____સૌ નો સાથ
જામનગર કોર્પોરેશન ભુગર્ભ ગટર શાખાના પ્રોજેક્ટ વિભાગના નાયબ ઇજનેર શ્રી મુકેશ ચાવડા ના જણાવ્યા મુજબ સતાધારી પાંખ મેયર શ્રી ચેરમેનશ્રી અને દરેક શાસકો તેમજ વહીવટી પાંખ કમીશનરશ્રી ડીએમસી શ્રી એમ દરેકના અમને સઘન માર્ગદર્શન મંજુરીઓ મળતી રહે છે જેથી અમારી ટીમનો કામનો ઉત્સાહ વધે છે અને તેથી જ જન સુખાકારીના કામો વધતા જ રહ્યા છે બીજા વિભાગોના પણ સહયોગ જરૂર પડ્યે મળતા રહે છે
@____________
STP ઓહ….નો…હજુ પાઇપલાઇન બાકી
૨૦૧૭મા તેવખતના મુખ્યમંત્રી એ લોકાર્પણ કાર્યો માટે જામનગર આવેલા ત્યારે વિજયભાઇ રૂપાણીજી એ કહેલુ કે ગંદા પાણી પ્રોસેસ થાય બાદ રીયુઝ માટે ઉદ્યોગોમા કન્સ્ટ્રક્શનમાં ગાર્ડનીંગમા ફાયર કંટ્રોલ પ્રોસેસમા કે કદાચ ખેતીમા પણ ઉપયોગમા લઇ શકાય માટે તે પાણી કોર્પોરેશન વેંચે એ આવક પણ ખુબ સારી થાય …….પરંતુ હજુ લગત પાઇપ લાઇન નંખાય અને બાદમા ગ્રાહકો બંધાય તો આવક થાય ને હાલ તો ટ્રીટેડ વોટે દરીયામા ઠલવાય છે….
@_______ફરિયાદ નિકાલ પણ ઝડપી
ફરિયાદ વિભાગ……ના નાયબ ઇજનેર અમીત કણસાગરાના જણાવ્યા મુજબ ભુગર્ભ ગટર જે એસ્ટાબ્લીશ છે તે વિસ્તારોમાંથી કોઇ લીકેજ ની કોઇ મેનોલ ને લગત કામગીરી ઢાંકણા ની વગેરે ફરિયાદો ગંદા પાણી ચોકઅપ થવાથી પણ પાણીજતુ અટકે લાઇન ઉભરાય વગેરે તકલીફ થાય છે તો ક્યારેક બીજા કોઇ ખોદકામ દરમ્યાન ક્યારેક ભુગર્ભ ગટેની પાઇપ લાઇન ને નુકસાન થાય તે અંગેની ફરીયાદ ના કામોનો નિકાલ ઝડપી કરવા અમો સતત કાર્યરત હોઇએ છીએ
@_________
BGBhogayata
gov.accre.Journalist
jmr
8758659878
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024