મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
તું હિ તું હિ ના આંતરનાદ સાથે IAS શર્માનુ ગીતાજી વિષે લેખન
News Jamnagar November 04, 2023
તું હિ તું હિ ના આંતરનાદ સાથે IAS શર્માનુ ગીતાજી વિષે લેખન
મુખ્યમંત્રીએ દેવભૂમિ જિલ્લા કલેક્ટર અશોક શર્મા લીખીત શ્રીમદભગવદગીતા વિશેના પુસ્તકોનુ વિમોચન કરી અભિનંદન પાઠવ્યા
જામનગર ( ભરત ભોગાયતા)
સનદી ઓફીસર વહીવટી કુશળ હોય છે સાથે સાથે કોઇ કોઇ સાહિત્યના કે સંગીતના કે રમતગમતના કે સંશોધનના શોખ પણ ધરાવતા હોય છે જો કે હાલના સમયમા સરકારી વિવિધ કાર્યો યોજનાઓના વ્યાપ વધતા સનદી અધીકારીઓ પોતાના રોજ બરોજ ના વહીવટી કાર્યો પ્રવાસ મીટીંગો વગેરે માથી ક્યારેક જ સમય કાઢી શકતા હોય છે
અધ્યાત્મ જેવા ગહન વિષય ઉપર થોડીવાર નક્કર વાત કરવી પણ અઘરી છે ત્યારે જર્ની વિધીન( journy within) સાથેના તેજસ્વી-ઓજસ્વી અશોક શર્મા એ શ્રીમદ ભગવદગીતાના ઘુઘવતા સાગરથી ય અગાધ અધ્યાત્મ મોતીઓમાંથી મોતીઓ પસંદ કરી શ્રીમદ ભગવદગીતાનુ એક એપ્લીકેબલ ફોર્મ “ગીતાનો જીવનધ્વની” પુસ્તક લખ્યુ જે છ પુસ્તકોના અર્ક સમાન છે જેનુ વિમોચન ગુજરાત ના દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલએ કર્યુ અને શ્રી શર્મા ને અભિનંદન પાઠવ્યા હતા
આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરી એ જણાવેલી વિગત મુજબ કલેકટર અને જાણીતા આધ્યાત્મિક લેખક અશોક શર્મા દિવ્ય ભાસ્કર, ફુલછાબ સહિત અખબારોમાં ગીતા પર કોલમ લખતાં જેમને વાચકો તરફથી સારો પ્રતિસાદ મળતો હતો. ત્યારે અશોક શર્મા એ ગીતા પરના લખેલા છ પુસ્તકોજીવનગીતા,અધ્યાત્મગીતા, મેનેજમેન્ટગીતા, રાષ્ટ્રગીતા, વિશ્વગીતા અને માનવગીતાનું સંકલિત સંપાદન “ગીતાનો જીવનધ્વનિ” પુસ્તકનું મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું.
પોરબંદર કલેક્ટર હતા ત્યારે અશોક શર્મા એ “મોહન સે મોહન ” પુસ્તક લખ્યુ હતુ
માનવી તરીકે ની સંવેદના સુઝ અને સંધાન જ્યારે એકત્રીત થઇ તત્વાનુંસંધાન નો દુર્લભ યોગ સર્જે ત્યારે આ અનંત બ્રહ્માંડનો લય વિધ વિધ આંતરસ્ફુરણા આપે અને શબ્દાંકન લેખન સહજ ઉતરી આવતુ હોય છે જે પરમ સદભાગ્યની બાબત છે માટે જ પુર્ણ પુરૂષોતમ ભગવાન શ્રીકૃષ્ણ ના શ્રીમુખેથી કહેવાયેલા મંગલ મંત્રો વિષે વિશેષ શબ્દાર્થ ભાવાર્થ ગુઢાર્થ છણાવટ કરી શકાય છે જેથી શ્રી શર્મા આત્મીય અભિનંદનના અધીકારી છે આપણા શાસ્રોમા ગ્રંથોના વિષયવસ્તુ ગ્રંથકર્તા તેના અધિકારી વગેરે નિર્દિષ્ટ હોય છે ત્યારે અધિકારી શ્રી શર્મા શ્રી ગીતાજીના રહસ્યોને સરળ અને વ્યવહારૂ બનાવવાના અધિકારી બન્યા તે માટે હ્રદયપુર્વકના અભિનંદન પ્રાપ્ત કરવાના પણ અધિકારી છે
“તાર મળી ગયો ભાઇ …તું હિ…તું હિ….બાકી મોટેભાગે તાર મળતા નથી …તાર તરફ પણ ગતિ કરવાનુ સુઝે તે ય સદભાગ્ય છે”
@______________
BGBhogayata
gov.accre.Journalist
jmr
8758659878
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025