મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી
News Jamnagar November 26, 2023
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી
મા અમૃતમ અને આયુષમાન કાર્ડ અંગે સજાગ રહો અને તબીબી સારવાર માટે દસ લાખ સુધી મફત લાભ મેળવો
આ લાભ કોને મળશે?? શું કરવું??ક્યાં જવુ??ક્યા દાખલા જોઇશે…..??વગેરે પ્રશ્ર્નોના એકસાથે જવાબ મેળવો
જામનગર ( ભરત ભોગાયતા)
દેશભરના અને રાજ્યભરના કરોડો નાગરીકો તેમજ તેમના પરીવારો જે સામાન્ય વર્ગમા છે તેમજ વાર્ષીક આવક ચાર લાખ સુધી માંડ માંડ છે કાંતો ૬૦ વર્ષથી વધુ વયની વ્યક્તિ જેમની વાર્ષીક આવક છ લાખ સુધી માંડ માંડ છે તેમને માટે
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી સમાન છે કેમકે એકપણ રૂપીયો ભરવાનો નથી અને ડોક્ટરી ખર્ચ ખુબ મોટો આવરી લેવામાં આવે છે તે માટે સૌ લાભાર્થીઓ વડાપ્રધાન શ્રી મોદીજી તેમજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના આભારી હોય તે સહજ છે ત્યારે વધુ એક વખત લોકોને જાણકારી મળે તે માટે જામનગર જિલ્લા મુખ્ય આરોગ્ય અધીકારી શ્રી ડો.ભાયા ના માર્ગદર્શનથી પ્રોજેક્ટ ઇનચાર્જ શ્રી કારેણાએ હાલની તાજી વિગતો લોકો સમક્ષ મુકવા વધુ એક વખત પ્રયત્ન કરી મા અમૃતમ અને આયુષમાન કાર્ડ અંગે સજાગ રહો અને તબીબી સારવાર માટે દસ લાખ સુધી મફત લાભ મેળવો તેવો અનુરોધ કર્યો છે ત્યારેઆ લાભ કોને મળશે?? શું કરવું??ક્યાં જવુ??ક્યા દાખલા જોઇશે…..??વગેરે પ્રશ્ર્નોના એકસાથે જવાબ મેળવવા આ જે આ માધ્યમથી જનસેવા કરવાનો પ્રયાસ લોકઉપયોગી નિવડશે તેવી પ્રસિદ્ધકર્તાને આશા છે સાથે સેવા કરવાનો સંતોષ છે
પ્રતિ કુટુંબદિઠ વાર્ષિક મહત્તમ રૂ. ૧૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા દસ લાખ) સુધીની કેશલેસ સારવાર.
. પ્રાથમિક સેકન્ડરી તેમજ ટર્શરી બિમારીઓની નિયત કરેલ પ્રોસીજર માટે ઉત્તમ પ્રકારની કેશલેસ સારવાર મળવાપાત્ર
તમામ ABPMJAY-MA યોજનાના લાભાર્થીઓને અન્ય રાજ્ય(પોર્ટેબિલિટી)માં યોજના સાથે જોડાયેલ હોસ્પિટલોમાં લાભ મળવાપાત્ર
યોજના હેઠળ કુટુંબનાં સભ્યોની મર્યાદા વગર, બધા જ વ્યક્તિને લાભ મળવાપાત્ર છે.
. યોજનાના લાભાર્થીઓને સમગ્ર ભારત દેશની જોડાયેલ હોસ્પિટલોમાં નિયત કરેલ પ્રોસિજરોની સારવાર મળવાપાત્ર
* તા.૦૫/૦૮/૨૦૨૧ના રોજ થયેલ ઠરાવથી “મા” તથા “મા વાત્સલ્ય” યોજના અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને “પી.એમ.જે.એ.વાય. -મા” યોજનાને સંયુક્ત નામથી ઓળખાય છે.
યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી બિમારીઓ માટે સારવાર મળવાપાત્ર છે, જેમાં આંખના રોગો, કાન, નાક અને ગળાના રોગો, સ્ત્રી રોગ, માનસિક રોગો, હૃદયના રોગો. રોગો, મગજના રોગો, ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓને લગતા ગંભીર રોગો, કેન અને થાપાના રિપ્લેસમેન્ટ, હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટેશન ની કોક્લિયર ઇપ્રન્ટ પડિતની અન્ય જટીલ પ્રકારની સારવાર મળવાપાત્ર છે
તેમજ ચિરંજીવી યોજના હેઠળ લાયકાત ધરાવતા લાભાર્થી પરિવારો યોજના સાથે જોડાયેલ હોસ્પિટલોમાંથી પોતાની પસંદગી વાળી ખાનગી તેમજ સરકારી સંલગ્ન હોસ્પિટલમાંથી સારી ગુણવત્તાયુક્ત સારવાર તદ્દન મફત મેળવી શકે.
અમીકરણ –
* આયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું અમલીકરણ રાજ્ય કક્ષાએ ગુજરાત હેલ્થ પ્રોટેકશન સોસાયટી દ્વારા કરવામાં આવશે. આ યોજના હેઠળ સફળ અમલીકરણ માટે સ્ટેટ હેલ્થ એજન્સીની રચના કરવામાં આવી છે.
લાભાર્થીઓ:-
“મા” યોજના: – ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો
“મા વાત્સલ્ય” યોજના: –
૧. વાર્ષિક રૂ. ૪,૦૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો ૨. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના તમામ આશા બહેનો,
૩. માન્ય પત્રકારો
૪. રાજ્ય સરકારના વર્ગ- ૩ અને વર્ગ- ૪ ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક આપેલ ફિક્સ પગારના કર્મચારીઓ,
૫. ૬. યુ-વીન કાર્ડ ધારકો, વાર્ષિક રૂ.
૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સીટીઝનો. ૭. રાજ્ય સરકારના જુદા જુદા જાહેર સાહસોના બિનસરકારી અધ્યક્ષશ્રી તથા બિનસરકારી ઉપાધ્યક્ષશ્રીઓ.
૮. સામાજિક રીતે વંચિત જૂથ (વૃદ્ધાશ્રમના વૃધ્ધો, અનાથ આશ્રમના બાળકો, વિધવાશ્રમની વિધવાબહેનો અને ત્યક્તાઓ,સાત્વિક જીવન જીવતા સાધુ-સંતો, માનસિક રોગીઓ તેમજ નિ:સહાય લોકો )
૯. પીડિતોનું ગ્રુપ (ગુજરાત વિકટીમ કોમ્પસેશન સ્કીમ-૨૦૧૯ના અસરગ્રસ્તો- રેપ વિકટીમ, એસિડ વિકટિમ, જાતિય હિંસાના ગુનાઓ જેવા બનાવોના અસરગ્રસ્તો)
૧૦ કોરોના વોરિયર્સના કુટુંબો (મૃત્યુ પામેલ પોલીસ, સફાઈ કામદાર અને આરોગ્ય ૧૧. કોવિડ-૧૯ મહામારીના સમયગાળા દરમિયાન અનાથ બનેલાં બાળકો
સિસ્ટમ (BIS) દ્વારા આધાર વેરિફિકેશન થકી નોંધણી કરીને
આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે.
– યોજના હેઠળ તમામ સોફ્ટવેરનું એકત્રિકરણ કરેલ છે. જેમાં ભારત સરકારના “પી.એમ જે એ વાય ”ના સોફ્ટવેર થકી લાભાર્થીઓને યોજનાના તમામ લાભ આપવાનું નક્કી કરેલ છે. “મા” તથા “મા વાત્સલ્ય” યોજનાના લાભાર્થીઓને અગાઉ આખા પરિવાર દીઠ એક કાર્ડ આપવામાં આવતું હતું. તેના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવામાં આવે છે.
જે “મા” । “મા વાત્સલ્ય કાર્ડ નીકળી ગયેલ હોય તે કાર્ડને પણ સારવાર માટે પી.એમ.જે.એ.વાય.ના સોફ્ટવેર થકી “આયુષ્માન કાર્ડ” માં નોંધણી કરાવવાની ફરજીયાત છે.
– રાજ્ય તથા જિલ્લા કક્ષાએ લાભાર્થીઓને કાર્ડ મેળવવામાં અગવડ ન પડેએ માટે યોજના હેઠળ ઇ-ગ્રામ(VCE)/ એન, કોડ એજન્સી યોજના સાથે જોડાયેલ હોસ્પિટલો કલર પ્લાસ્ટ સિસ્ટમ પરથી નિયત કરેલ પધ્ધતિ અનુસાર લાભાર્થીઓને “આયુષ્માન કાર્ડ” મળી રહે તે માટેનું આયોજન હાથ ધરેલ છે.
આયુષ્માન કાર્ડની નોંધણી માટે તેમના જરૂરી આધાર-પુરાવા જેવા કે, રાશન કાર્ડ, આધાર કાર્ડ, આવકનો દાખલો, અન્ય કેટેગરી માટે અધિકૃત કરેલ અધિકારીશ્રીનું પ્રમાણપત્રની નકલ વગેરે પુરાવા રજુ કરવાના રહેશે.
> એ.બી. પી.એમ.જે એ વાય” “મા” યોજના અંતર્ગત લાભ સમાન હોઇ લાભાર્થીને “આયુષ્માન કાર્ડ” થકી કોઇ પણ એક યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.નિયત(અધિકૃત) અધિકારીઓ પૈકી ગમે તે એક અધિકારી પાસેથી આવકનો દાખલો મેળવવાનો રહે છે જેમાં જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ કલેક્ટરશ્રી/મદદનીશ કલેક ઓફીસર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા મામલતદાર/ સીટી મા તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી,તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી.
રાજ્ય સરકારે લાભાર્થીને આવકનો દાખલો સરળતાથી મળી રહે તે હેતુથી રાજ્યમાં ઇ કેન્દ્ર થકી ઇશ્યુ કરેલ તલાટી કમ મંત્રીના આવકના દાખલા “પી.એમ.જે.એ.વાય. – મા માટે તા. ૦૫.૧૦,૨૧ના રોજ અધિકૃત કરેલ છે. જે આવકના પ્રમાણ પત્ર ત્રણ વર્ષ માટેમાન્ય કરેલ છે.
આયુષ્માન કાર્ડ રિન્યુઅલની સુવિધા હાલમાં હોસ્પિટલ કક્ષાએ જ ઉપલ્બધ્ધ હોવાથી આવકના દાખલાની સમય મર્યાદા પુર્ણ થયેલ આયુષ્માન કાર્ડને સત્વરે હોસ્પિટલ કક્ષાએ નવો દાખલો રજુ કરીને કાર્ડ રિન્યુઅલની કામગીરી કરવાની રહેશે.
આ યોજના અંતર્ગત તા. ૧૧.૦૭.૨૩ સુધી કુલ ૨,૮૪૮ (૨,૦૨૭ સરકારી, GOI ૧૮ તેમજ ૮૦૩
ખાનગી) હોસ્પિટલો જોડાયેલ છે. ઉક્ત હોસ્પિટલોમાં યોજના સાથે જોડાયેલ કલ્સટર માટે નિયત કરેલ સારવાર મળવાપાત્ર છે.આ યોજના સાથેજીલ્લા/તાલુકાકક્ષાએ જોડાયેલ હોસ્પિટલોની વિગતો માટે
https://hospitals.pmjay.gov.in/ પરથી માહિતી મેળવી શકાય છે.
– યોજનાના લાભાર્થીઓને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા-જવાના ભાડા પેટે દર્દી જ્યારે ડીસ્ચાર્જ થાય ત્યારે DBT(ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર)થી દર્દી/સગાના ખાતામાં રૂ. ૩૦૦/- ટ્રાન્સપોર્ટેશન ચાર્જ તરીકે આપવામાં આવે છે.
યોજનાની સિધ્ધિઓ જોઇએ તો….
• પી.એમ.જે.એ.વાય. –મા” યોજના હેઠળ, યોજનાની શરૂઆત થી તા.૧૧.૦૭.૨૦૨૩સુધી કુલ ૧.૭૯ કરોડ લાભાર્થીઓની નોંધણી “આયુષ્માન કાર્ડ”માં થયેલ છે. • ગત વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૫૩.૯ લાખ આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને આપેલ છે• એપ્રિલ ૨૦૧૧ થી માર્ચ ૨૦૨૨ સુધી (વર્ષ ૨૦૨૧-૨૨)માં કુલ ૪૯.૭ લાખ આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરેલ, જે બદલ ગુજરાત રાજ્યને લાભાર્થી નોંધણી અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે નેશનલ હેલ્થ ઓથોરીટી, નવી દિલ્હી દ્વારા “આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022” એનાયત કરવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.શ્રી મનસુખભાઇ માંડવીયાના વરદહસ્તે ગુજરાતના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અને કમિશ્નર શ્રીમતી શાહમીના હુસૈને આ ગૌરવપ્રદ એવૉર્ડ એનાયત કર્યો હતો.
યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૨ થી તા.૦૫,૦૭,૨૦૨૩ સુધી નિયત કરેલ પ્રોસીજર માટે કુલ લાખ દાવાઓ જેની કુલ રકમ રૂ. ૧૦,૨૨૧.૭૧ કરોડનો સરકારશ્રીએ પ્રજાજને સારવાર આપેલ છે.
એપ્રિલ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ સુધી (વર્ષ ૨૦૨૧-૨૨)માં કુલ ૪૯,૭ લાખ આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરેલ, જે બદલ ગુજરાત રાજ્યને લાભાર્થી નોંધણી અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે નેશનલ હેલ્થ ઓથોરીટી, નવી દિલ્હી દ્વારા “આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.શ્રી મનસુખભાઇ માંડવીયાના વરદહસ્તે ગુજરાતના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અને કમિશ્નર શ્રીમતી શાહમીના હુસૈને આ ગૌરવપ્રદ એવૉર્ડ એનાયત કર્યો હતો.
આ યોજનાની વધુ જાણકારી મળી રહે તે માટે ટૉલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૧૦૨૨ તેમજવેબસાઇટ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
@________
BGB
gov.accre.Journalist
jmr
8758659878
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024