મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર વાયબ્રન્ટ-મેયર,ચેરમેન પાટનગરમાં
News Jamnagar December 16, 2023
જામનગર વાયબ્રન્ટ-મેયર,ચેરમેન પાટનગરમાં
ગુજરાત રાજ્યની ખ્યાતિ દેશ વિદેશમાં છે તેમજ રાષ્ટ્રની પ્રગતીમાં રાજ્યનો હિસ્સો હોય ત્યારે દેખીતી રીતે રાજ્યના નગરો ગામ શહેરોનો હિસ્સો હોય છે તેમાંય ગુજરાત રાજ્યની આ વખતની વાયબ્રન્ટ સમીટ દેશ વિદેશમાં પ્રચલીત થવા જઇ રહી છે અને પ્રીસમીટ જ દર્શાવે છે કે ભવ્યાતિભવ્ય એવા પ્રગતિના સોપાન ઉમેરાશે તો આપણુ જામનગર આ પ્રગતીમાં ખડેપગે જ હોય ને?? ચેરમેન કગથરા એ જણાવ્યુ હતુ કે તાજેતરની સ્ટેન્ડીંગ કમીટીના ઠરાવો વાયબ્રન્ટની દિશામાં કદમ મીલાવનારા બની રહ્યા છે જે આગામી જામનગરનુ દુરંદેશીભર્યુ અમારૂ આયોજન છે તો મેયર ખીમસુર્યા એ જણાવ્યુ કે પાટનગરમાં વાયબ્રન્ટ મહામહોત્સવ અમારા માટે રોમાંચીત છે તો કમીશનર મોદીએ કહ્યુ કે જામનગરના આગામી વિકાસ કાર્યોની કટીબદ્ધતા એ વાયબ્રન્ટ અંતર્ગત કરવા સતાધારી પાંખનો વીઝનરી સપોર્ટ મળ્યો છે
આ વિકાસગાથા અંગે જામનગર કોર્પોરેશન ના મીડીયા વિભાગના અમૃતા ગોરેચાએ જણાવ્યુ છે કેગુજરાત સરકારશ્રી ના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે *પ્રિ- વાઇબ્રન્ટ સમિટ-2023 Livable cities of tomorrow* વિષય અંતર્ગત આવનારા સમયમાં આપણું શહેર કેવું અને કઇ કઇ સુવિધાઓથી પરિપૂર્ણ હોવુ જોઇએ તેને લગત જુદા જુદા દેશો, મહાનગરપાલિકા, સંસ્થાઓ, વિભાગો ના ટેકનિકલ એક્સપર્ટ, કમિશ્નર શ્રી તથા અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રિ -વાઇબ્રન્ટ સમિટમાં જામનગર મહાનગરપાલિકા તથા અન્ય મહાનગરપાલિકા, સંસ્થાઓ, વિભાગો દ્વારા પ્રશંસનીય હોય તેવા મુખ્ય વિકાસના કામો સમિટ ના માધ્યમથી ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા, આ સમિટમાં મહાનગરપાલિકાના માન.મેયરશ્રી, માન. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, તથા માન. કમિશનરશ્રી અને જુદા જુદા વિભાગના 15 – જુનિયર એન્જિનિયરોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરના વિવિધ વિકાસ કાર્યોના મોડેલ સાથે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રી- વાઇબ્રન્ટ ગુજરાત સમિટ – 2023માં જામનગરનું પ્રતિનિધિત્વ કરવા જામનગર મહાનગરપાલિકા મેયરશ્રી ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી તથા કમિશનરશ્રી અને સિવિલ શાખાના એન્જિનિયરો ઉપસ્થિત રહ્યા હતા, જામનગરના વિવિધ વિકાસ મોડેલ અંતર્ગત ₹1,000 કરોડની ગ્રાન્ટની આ સમિટ અંતર્ગત માંગ કરવામાં આવી છે, સૌરાષ્ટ્રનો મહત્વનો અને સૌથી લાંબો ફ્લાય ઓવરબ્રિજ જે જામનગરમાં બની રહ્યો હોય, તેમજ શહેરની હેરિટેજ ઇમારતોનું રીસ્ટોરેશન કાર્ય કરવામાં આવ્યું છે, આગામી સમયમાં રૂપિયા ₹600 કરોડના ખર્ચે નાગમતી- રંગમતી નદી પર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે, જામનગર મનપાના સંકુલમાં જનરલ બોર્ડના નવા બિલ્ડીંગનું બાંધકામ પણ પ્રગતિ હેઠળ છે , સહિતની બાબતોનો પ્રિ- વાઇબ્રન્ટ સમિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અહીં જામનગર મહાનગર પાલિકાનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો. જેની બહોળા પ્રમાણમાં પ્રિ-વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત લોકોએ મુલાકાત લીધી હતી. આ પ્રિ -વાઇબ્રન્ટ સમિટ માં શહેર મેયર માનનીય શ્રી વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માનનીય શ્રી નિલેશભાઈ કગથરા, મનપાના કમિશનર માનનીય શ્રી ડી. એન. મોદી, પ્રિ- વાઇબ્રન્ટ સમિટ 2023ના નોડલ ઓફિસર શ્રી હરેશભાઈ વાણીયા, જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી શાખાના એન્જિનિયરશ્રીઓ, ઉપસ્થિત રહ્યા હતા.
@______
BGB
gov.accre.Journalist
jmr
8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025