મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરની બહેનોની મેગાસંસ્થાનો પદગ્રહણ
News Jamnagar January 03, 2024
જામનગરની બહેનોની મેગાસંસ્થાનો પદગ્રહણ
*પ્રતિષ્ઠિત મહિલાસંસ્થા સખી ક્લબ-2 માંશ્રીમતી નિશાબેન અસ્વાર પ્રમુખપદનો તાજ સંભાળશે
••
જામનગર, (ભરત ભોગાયતા)
જામનગરની પ્રસિદ્ધ મહિલા સંસ્થા સખી ક્લબ-2 ના નવા વર્ષના સંવાહકોનો પદગ્રહણ સમારોહ આગામી શનિવાર તારીખ 6 જાન્યુઆરીના રોજ યોજાનાર છે.
1500 બહેનોની સભ્ય સંખ્યા ધરાવતી અને મહિલાના સર્વાંગી ઉત્કર્ષમાં કાર્યરત એવી આ સંસ્થા ચાલુ વર્ષે તેનું રજત જયંતિ વર્ષ પૂર્ણ કરી રહી છે. નવા વર્ષના પ્રમુખ તરીકે અનેકવિધ સામાજિક રાજકીય સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રીમતી નિશાબેન અસ્વાર પ્રમુખ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે તેઓની ટીમમાં સેક્રેટરી તરીકે શ્રીમતી મીતાબેન મોદી અને ટ્રેઝરર તરીકે શ્રીમતી દિશાબેન મહેતા જોડાવાના છે.
તા. 6 જાન્યુઆરી શનિવારે સાંજે છ વાગ્યે ગાંધીનગર મેઇન રોડ પર આવેલ વિશ્વકર્મા વાડીમાં યોજાનાર આ પદગ્રહણ સમારોહમાં મુખ્ય મહેમાન પદે સાંસદ શ્રી પુનમબેન માડમ, ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજા, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ મંત્રી શ્રી હકુભા જાડેજા અને અતિથિવિશેષ પદે મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઈ કગથરા તેમજ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટના શ્રીમતી સેજલ ભટ્ટ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે સંસ્થાને આર્થિક અનુદાન આપીને પ્રવૃત્તિઓમાં સહયોગ આપનાર સ્પોન્સર્સ તેમજ સભ્ય બહેનો અને શુભેચ્છકો પણ હાજર રહેનાર છે.
••••
BGB
8758659878
JMR
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024