મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખંભાળિયામાં સરકાર તમારે દ્વાર ન.પા.નો "સેવાસેતુ"
News Jamnagar January 03, 2024
ખંભાળિયામાં સરકાર તમારે દ્વાર ન.પા.નો “સેવાસેતુ”
યોગ કેન્દ્ર ખાતે યોજેયલી બે ડઝન સેવાઓ અને યોજનાની માહિતી એકજ સ્થળ ઉપર અને એકજ સ્થળેથી દાખલાઓ તેમજ સુધારા વધારાની વ્યવસ્થા જોઇ લોકો બોલી ઉઠ્યા સફળ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જેમાં ૪૨૩ અરજીઓનો સ્થળ પર નિકાલ
જામનગર/જામખંભાળીયા
(ભરત ભોગાયતા)
ગુજરાત રાજ્ય દ્વારા વહીવટમાં પારદર્શિતા વઘે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોનો ઉકેલ તથા સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી શહેરી વિસ્તાર માટે નગરપાલિકા કક્ષાએ “નવમા તબકકા”નો સેવા સેતુ કાર્યક્રમની શ્રુંખલા હેઠળ આજ રોજ તા.૦૩/૦૧/૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકથી ખંભાળિયા નગરપાલિકા દ્રારા નગરપાલિકા યોગકેન્દ્ર ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રચનાબેન એમ. મોટાણી દ્રારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારશ્રીના વિવિધ ૧૩ જેટલા વિભાગો હાજર રહેલ હતા. જેમાં જુદા – જુદા વિભાગોને લગત નગરપાલિકાના વોર્ડ નં.૧ થી ૭ના નાગરિકોની કુલ ૪૨૩ અરજીઓ મળેલ હતી જેમાની તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ રચનાબેન એમ. મોટાણી દ્રારા સરકારશ્રી દ્રારા સેવાસેતુ કાર્યક્રમમાં અપાતી સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિષે વિગતવાર સમજુતી આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રચનાબેન એમ. મોટાણી, કારોબારી ચેરમેન શ્રીમતિ રેખાબેન જે. ખેતીયા, નગરપાલિકા સદસ્યોશ્રી અરજણભાઈ ગાગિયા, શ્રી ઈમ્તિયાઝખાન લોદીન, શ્રી હરેશભાઈ ભટ્ટ, મામલતદાર વરૂ સાહેબશ્રી, ચીફ ઓફિસર વ્યાસ સાહેબશ્રી, શહેર મહામંત્રીશ્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, શહેર મહામંત્રીશ્રી પીયુષભાઈ કણઝારીયા, તેમજ આગેવાનશ્રીઓ મુકેશભાઈ કાનાણી, યોગેશભાઈ મોટાણી, કિશોરભાઈ નકુમ, રવિરાજસિંહ જાડેજા, ભીખુભા જેઠવા સહીત ઉપસ્થિત રહેલ હતા તેમ વિગતો આપતા ખંભાળીયા નગરપાલીકાના કર્મયોગી હિતેષ ગઢવી એ જણાવ્યુ હતુ.
@_________
BGBhogayata
gov.accre.Journalist
8758659878
jmr
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024