મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પ્રશિક્ષણ::વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટીની વિશેષતા
News Jamnagar January 08, 2024
પ્રશિક્ષણ::વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટીની વિશેષતા
*ભારતીય જનતા પાર્ટી જામનગર રાજકોટ કોર્પોરેટરોનો પ્રશિક્ષણ વર્ગ દ્વારકા ખાતે યોજાયો*
જામનગર (ભરત ભોગાયતા)
વિશ્ર્વની સૌથી મોટી પાર્ટી તેમજ અવિરત વિસ્તરતી એવી રાજકીય પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીની વિશેષતા એ છે કે સમયાંતરે અભ્યાસ વર્ગ યોજાય છે પાર્ટી સતામાં હોય કે ન હોય મંડલ તાલુકા મહાનગર જીલ્લા પ્રદેશ દરેક કક્ષાએ કોઇને કોઇ કાર્યક્રમોથી કાર્યકર્તાઓમાં નવો સંચાર થતો જ રહે છે આ જ શૃંખલામા તાજેતરમાં જામનગર અને રાજકોટ મહાનગરનો તીર્થક્ષેત્ર દ્વારકામાં પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો જેથી અનુભવ સિદ્ધ જ્ઞાન અને માહિતીઓથી કાર્યકર્તા જે જવાબદારીમા હોય ત્યાં નિપુણતાથી કાર્ય કરી શકે.
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર ના યજમાન સ્થાને જામનગર મહાનગર તથા રાજકોટ મહાનગરના કોર્પોરેટરો એવમ શિક્ષણ સમિતિના સભ્યોનો અભ્યાસ દ્વારકા ખાતે યોજાયો આગામી ચૂંટણીમાં કોર્પોરેટરોની ભૂમિકા સોશિયલ મીડિયા નો ઉપયોગ જનહિતની કામગીરી વિવિધ સરકારી યોજનાઓ ઈતયાદી વિષયો ઉપર દ્વારકા ખાતે બે દિવસનો અભ્યાસ વર્ગ યોજાયો હતો
કુલ સાત સત્રમાં આ અભ્યાસ વર્ગ યોજાયો, જેમાં પ્રથમ સત્રના પ્રારંભમાં વિષય લોકસભા ચૂંટણીમાં મારું યોગદાન પાર્ટીના બૂથ લેવલ કામગીરી અને મારા દ્વારા સામાજિક આધાર વધારવાની કામગીરી વિષય ઉપર આર.સી. ફળદુ સાહેબે ઉદબોધન કરેલ સફળ કહાનીયા અનુભવ શેર કરવા પ્રશ્નોત્તર ભાષણ આ વિષય ઉપર પ્રદીપભાઈ ખીમાણીએ ઉદબોદન કરેલ, મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ તથા જન પ્રતિનિધિના હકો અને ફરજો આ વિષય ઉપર શબ્દસરણભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ઉદબોદન કરવામાં આવેલ, સોશિયલ મીડિયા નો ઉપયોગ ઉપર મનનભાઈ દાણી દ્વારા ઉદબોદન કરવામાં આવેલ. અભ્યાસ વર્ગના પ્રથમ દિવસે ઉપરોક્ત ચાર સત્ર ચલાવવામાં આવેલ તથા અભ્યાસ વર્ગના બીજા દિવસે કુશળ જનપ્રતિનિધિ – કાર્યાલય, જન-સંપર્ક, પ્રવાસ ઉપર ડોક્ટર સમીર કગલકરજી દ્વારા ઉદબોદન કરવામાં આવેલ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગરીબ કલ્યાણકારી યોજનાઓ અને તેનું 100% ક્રિયાન્વયન ઉપર જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા ઉદબોદન કરવામાં આવેલ અભ્યાસ વર્ગના અંતિમ સત્ર વિષય, પાર્ટી, ઇતિહાસ, વિચારધારા, જન ભાગીદારીતા ઉપર રવિન્દ્ર સાઠેજી દ્વારા ઉદબોદન કરવામાં આવેલ.
અભિયાસ વર્ગનું આયોજન તથા વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા કરવામાં આવેલ, જેમાં વિવિધ ટીમોમાં વિવિધ હોદ્દેદારોએ જવાબદારી નિભાવેલ. જે પૈકી વર્ગ સ્થાન વ્યવસ્થા કેતનભાઇ જોશી, અમીબેન પરીખ, વર્ગખંડ વ્યવસ્થા દિનેશભાઈ ગજેરા, મંચ વ્યવસ્થા રાજપાલ ભાઈ ગઢવી, સત્ર સંચાલન અધ્યક્ષ વ્યવસ્થા ખુમાનસિંહ સરવૈયા, મલ્ટીમીડિયા વ્યવસ્થા ધવલ નાખવા – મૃગેશ દવે, રજીસ્ટ્રેશન વ્યવસ્થા દિલીપસિંહ જાડેજા – વિરલ બારડ, કીટ તૈયાર કરનાર ટીમ નિશાનભાઇ અગારા – ચિંતન ચોવટીયા, પ્રદર્શનની તૈયાર કરનાર ગોપાલભાઈ સોરઠીયા, આંતરિક તથા બાહ્ય સજાવટ દુષ્યંતભાઈ સોલંકી, વિડિયો તથા ફોટોગ્રાફી રાજુભાઈ યાદવ, સ્વચ્છતા વ્યવસ્થા દિપકભાઈ શ્રીમાળી, વક્તા પ્રબંધન અશોકભાઈ વશિયર, વર્ગગીત વંદે માતરમ ગાન મોનિકાબેન વ્યાસ, પર્યવેક્ષક વ્યસ્થા કે જે કનકરા, ભોજન અલ્પાહાર વ્યવસ્થા દિલીપસિંહ કંચવા, મીડિયા પ્રબંધનની જવાબદારી ભાર્ગવ ઠાકર દ્વારા નિભાવમાં આવેલ. કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે મહામંત્રી શ્રી વિજયસિંહ જેઠવા એ જવાબદારી નિભાવેલ
આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સાંસદ શ્રી પૂનમબેન માડમ મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ સાહેબ, કાર્યક્રમના ઇન્ચાર્જ પ્રદીપભાઈ ખીમાણી ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિત જામનગર રાજકોટના કોર્પોરેટર શ્રીઓ તથા શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર ની અખબારી યાદી માં જણાવવાંમાં આવેલ છે.
@_______________
BGBhogayata
b.sc.,ll.b.,dny(GAU)
gov.accre.Journalist
jmr
8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025