મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
BRAVO::દ્વારકા જિલ્લામાં ક્રાઇમ રેઇટમાં ઘટાડો
News Jamnagar January 09, 2024
BRAVO::દ્વારકા જિલ્લામાં ક્રાઇમ રેઇટમાં ઘટાડો
અટકાયતી પગલા-સતત વોચ-અરજીઓ ઉપર પુરતુ ધ્યાન-પેટ્રોલીંગ-ડીટેક્શન ની ટેકનીક-સોર્સ વધારવા વગેરે બાબતો અમલમાં
મહત્વપુર્ણ રીતે હત્યાના ગુના ઘટ્યા -લોકોને સલામતીનો અનુભવ
જામનગર /દેવભૂમિ દ્વારકા (અકબર બક્ષી)
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદૃઢ રીતે જળવાય રહે તેમજ આમજનતામુક્ત રીતે પોતાનુ જીવન જીવી શકે તે સારું સુવ્યવસ્થિત રીતે કરવામાં આવેલ આયોજનના પરિણામે સારૂ ફળ મળ્યુ છે લોકો સલામતીનો અનુભવ કરે છે કેમકઅટકાયતીપગલા-સતત વોચ-અરજીઓ ઉપર પુરતુ ધ્યાન-પેટ્રોલીંગ-ડીટેક્શન નીટેકનીક-સોર્સ વધારવા વગેરે બાબતો અમલમાં લાવી એસ.પી.નિતેશ કુમાર પાંડે અને સમગ્ર દ્વારકા જિલ્લા પોલીસે બિરદાવવા લાયક કામગીરી કરી છે તેમાંય નોંધપાત્ર રીતે હત્યાના ગુના ખુબ ઘટ્યા કેમકે ઘર્ષણો ઉપર પગલા લઇ પોલીસે જરૂરી વોચ સમાધાન અને જરૂરી પગલાની ટેકનીક અજમાવી છે
જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં મળતી શરીર સબંધી ઝઘડાની અરજીઓના કામે સમય મર્યાદામાં
તાત્કાલિક અટકાયતી પગલાઓ લઈ બનેલ નાના ઝગડાના પ્રત્યાઘાત સ્વરૂપ અન્ય કોઇ અનિચ્છનિય મોટોકોઈ ખૂન કે ખૂન ની કોશિશ જેવો બનાવ ન બને તે સારું સતત મોનિટરીંગ કરી સમાધાનકારી વલણઅપનાવી અગર તો સામાવાળા વિરુદ્ધ કડક કાર્યવાહી કરાવી ખૂનના ગુનાના પ્રમાણમાં મહતમ ઘટાડોલાવવામાં દેવભૂમિ દ્વારકા પોલીસ સફળ રહેલ છે.
અત્રેના જિલ્લામાં સન ૨૦૨૧ના વર્ષમાં ખૂન ના કુલ ૧૨ ગુનાઓ નોંધાયેલ હતા. તેનીસરખામણીમાં સન ૨૦૨૨ માં ઘટાડો લાવી કુલ ૮ ગુનાઓ નોંધાયેલ જે સન ૨૦૨૧ કરતા સન ૨૦રરમાં૩૩ ટકાનો ઘટાડો કરેલ. જયારે સન ૨૦૨૩ ના વર્ષમાં ફક્ત ૩ ખૂનના ગુનાઓ સુધી લઇ જઇ સન ૨૦૨૧ ની તુલનામાં સન ૨૦૨૩ના વર્ષમાં ૭૫ ટકા જેટલો ઘટાડો લાવી ખૂનના ગુનાઓને અંકુશમાં લેવા મહદઅંશે
સફળતા હાંસલ કરેલ છે.
આમ અત્રેના જિલ્લામાં હાલ સુધીના સમયયગાળા દરમ્યાન ત્વરિત અટકાયતી પગલા જેવી
કાર્યવાહી, સતત પેટ્રોલીંગ, PASA એકટનો મહતમ ઉપયોગ, ગુજસીટેક,લેન્ડ ગ્રેબીંગ એકટ જેવા કાયદાનો ઉપયોગ, હ્યૂમન
સોર્સિસથી મોનિટરીંગ, વારંવાર આવા ઝગડાળુ સ્વભાવ ધરાવતા લોકો ઉપર વોચ, અરજીના સંતોષકારકનિકાલ વિગેરે જેવી મહત્વ પૂર્ણ બાબતો ઉપર દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પુરતું ધ્યાન આપી તેની અસરકારકરીતેની અમલવારી કરાવી સન ૨૦૨૧ની સરખામણીમાં સન ૨૦૨૩ના વર્ષમાં ૭૫ ટકા જેટલા જિલ્લામાંહાલ સુધીમાં સૌથી ઓછા ખૂનના ગુનાઓનું પ્રમાણ લાવી રાજય કક્ષાએ અગ્રેસર સ્થાન પ્રાપ્ત કરી જિલ્લાપોલીસ દ્વારા મહત્વની કામગીરી કરેલ છે.
@____________
BGBhogayata
b.sc.,ll.b.,dny(GAY)
gov.accre.Journalist
jmr
8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025