મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલનો ૮૯ માં વર્ષમાં પ્રવેશ
News Jamnagar January 13, 2024
સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલનો ૮૯ માં વર્ષમાં પ્રવેશ
જામનગરના ગૌરવ સમાન રાજાશાહી વખતની આ શાળામાં દિકરીઓ મહિલા સશક્તિકરણનું છે ઉદાહરણ
વિવિધતાસભર ઉજવણીમાં નવીનતા ઉભરી આવી-વિવિધ અભ્યાસ કરતી દિકરીઓમાંથી શ્રેષ્ઠનુ સન્માન
જામનગર (ભરત ભોગાયતા)
ગુરૂ રવિન્દ્રનાથ ટાગોર કહેતા કે રોટલો કેમ રળવો તે જ માત્ર નહી દરેક કોળીયાને કેમ મીઠો કરી જાણવો એ કેળવણી છે…….ત્યારે આ પ્રકારનુ શિક્ષણ વિદ્યાર્થીઓમાં જ્ઞાન સાથે આત્મવિશ્ર્વાસને ઉજાગર કરે છે જામનગરની રાજાશાહી વખતની ગર્લ્સ હાઇસ્કુલનો અભ્યાસ કે વિશ્ર્લેષણ કરીએ તો આ વાતની પ્રતિતિ થાય છે અહી માહિતી સાથે અનુભૂત પ્રયોગોની તક છે જેથી તે માહિતી જ્ઞાન બને છે અને એ જ્ઞાનનુ વિદ્યાર્થીનીઓમાં આરોપણ થાય છે કેમકે જિજ્ઞાસા એ જ્ઞાન મેળવવાનો પાયો છે ઉત્સાહ છે ઉત્સુકતા છે તે વિદ્યાર્થીઓમા સહજ હોય જો ન હોય તો તેને ક્રીએટ કરી બાદમા તેની આપૂર્તિ કરીને સફળ શિક્ષકો જિજ્ઞાસા પરીપુર્ણ કરી શિક્ષણનો જે હેતુ છે તે સાર્થક કરાય છે તેવા આ ગર્લ્સ હાઇસ્કુલના શિક્ષકો આચાર્યા શ્રી બીનાબેન દવેના નેતૃત્વમા વેલ ડીસીપ્લીન્ડ જોવા મળે છે આમે ય સમજી શકાય કે મોટી સંખ્યામાં દિકરીઓ ભણે છે તેમજ મોટી સંખ્યામા સ્ટાફ છે તેમાં સ્વયં અનુશાસનના બે કારણ છે કે એક તો પ્રતિભાવાન અને ચોક્સાઇના આગ્રહ સાથેનુ નેતૃત્વ કે જેનો પ્રભાવ જ અલગ હોય છે આમે ય આપણે ત્યા સદીઓથી શિક્ષણ ને અને પ્રતિભાને સંબંધ છે તેમજ બીજુ કારણ છે સૌ ની અનુશાસન પ્રિયતા……આ બંને બાબત આ હાઇસ્કુલમા જોવા મળે છે
કેવો સુભગ સમન્વય છે કે સજુબા હાઇસ્કુલનો સ્થાપના દિવસ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ ના દિવસે આવે એવી આ સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલના ૧૨ જાન્યુઆરી ૨૦૨૪ના ૮૮ વર્ષ પૂર્ણ થયા અને ૮૯માં વર્ષમાં પ્રવેશ કરતા શાળામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નવા હાજર થયેલા શિક્ષક ભાઈ બહેનો નું સ્વાગત અને પ્રવાસી બહેનોની શુભેચ્છા વિદાય તથા વર્ષ દરમ્યાન વિવિધ સમિતિઓના કાર્યકરો, પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલ વિદ્યાર્થીનીઓ અને વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતુ
સજુબા હાઇસ્કુલમાં કન્યા કેળવણીનો યજ્ઞ નવ દાયકાથી અવિરત છે તેમાં ધો.9 થી 12 જેમાં 11,12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સ પ્રવાહ છે તેમજ
અદ્યતન સ્માર્ટ કલાસરૂમ
દરેક વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડ ટીવી પેનલ ની સુવિધા ઉપરાંત
સાયન્સ લેબ તો છે જ સાથે સાથે ઇતર પ્રવૃતિઓ જે દીકરીઓની આવડતને નિખારે તેવી યોજાય છે તો રમતગમતમાં પણ દીકરીઓનો તરવરાટ જુસ્સો એક અનોખી ભાત પાડે છે આ ઉપરાંતધો.9 થી 12 માં વોકેશનલ કોર્ષ તેમજબ્યુટી એન્ડ વેલનેશ,અપેરલ એન્ડ હોમ ફર્નીશીંગ (ફેશન ડિઝાઇનિંગ)ના કોર્ષ કરાવાય છે
દેખીતુ છે કે મોટી સંસ્થાઓ હોય તેનુ મુલ્યાંકન વહીવટી રીતે તો થતુ જ હોય સાથે સાથે સામાજીક વિવિધ આયામોથી વિશ્ર્લેષકો તેમનો અભિપ્રાય આપતા હોય છે અને સમીક્ષા જ સંસ્થાનું પ્રતિબિંબ છે ત્યારે મા શ્રી સજુબા ગર્લ્સ હાઇસ્કુલ એ છેલ્લા કેટલાક મહિનાઓથી શિસ્ત-શિક્ષણ અને શિષ્ટાચારમાં તુલનાત્મક રીતે પ્રગતિ કરી છે જે વહીવટી નિપુણતાનુ દ્રષ્ટાંત છે નહી તો નોંધપાત્ર સંખ્યાના શૈક્ષણિક સંકુલનુ સંચાલન કસોટી રૂપ હોય છે અનેક નોંધપાત્ર બાબતોમાંની એક બાબત એ પણ છે કે નોંધપાત્ર વિદ્યાર્થીઓ સારી સંખ્યામા સ્ટાફ વગેરે હોય ત્યારે કાર્યક્રમને અનુરૂપ બેઠક વ્યવસ્થા પણ એક ઇમ્પ્રેશન હોય છે સજુબા હાઇસ્કુલની આ વ્યવસ્થા નોંધ લેવા જેવી હોય છે
@____________
BGB
b.sc.,ll.b.,dny(GAU)
gov.accre.Journalist
jmr
8758659878
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024